પરિવર્તન


જિંદગી સતત બદલાતી રહે છે …
કેટલીક વાર એ આપણા પોતાના ઈચ્છિત પરિવર્તન હોય છે ક્યારેક અનિચ્છીત હોય છે …ક્યારેક એ અચાનક થાય છે અને ક્યારેક ખુબ જ મોડા ….ઘણી વાર આપણી જિંદગીમાં થતા પરિવર્તનથી આપણે વાકેફ હોઈએ છે અને ઘણીવાર ખબર પણ નથી પડતી અને આપણે બદલાઈ જતા હોઈએ છે …પરિબળો ઘણા છે અને એ પરિવર્તનને સ્વીકારતી વખતે આપણે કેવા મૂડમાં હોઈએ છીએ એનો સ્વીકાર એના પર અવલંબિત હોય છે ..
આજ નો દિવસ ,આજની તારીખ ,આજનું વર્ષ ,આ કલાક આ મિનટ આ સેકંડ પરિવર્તિત થતા જ રહે છે અને એ આપણા માટે સહજ પરિવર્તન છે …સોમ થી રવિ ક્યારે થઇ જાય છે ખબર પડતી નથી …
કાલે જન્મેલું સંતાન ક્યારે મોટું થાય અને એનું પણ સંતાન આપણા ખોળામાં રમે એ રમત પણ વર્ષોની નહિ પણ થોડા કલાક માં રમાઈ ગઈ હોય એવું લાગે છે …..અને જયારે પ્રિયજન ની રાહ જોતા હોઈએ ત્યારે એક એક પળ એક એક યુગ જેવી લાગે છે …રામાયણમાં સીતામાતા રામ સાથે વન માં ગયેલા …ત્યારે લંકા માં એમને રામ ના વિરહ માં કાઢેલો સમય અને રામે એમની શોધમાં કાઢેલો સમય એમને કેટલો વસમો લાગ્યો હશે !!!!! પણ એક વાર યાદ કરો એ ઉર્મિલાને જેને લક્ષ્મણની રાહ માં એકલા રહીને આ ચૌદ વર્ષ કાઢ્યા ..કોઈ ફરિયાદ વગર લક્ષ્મણ ભાઈ ભાભી ની સેવા માં જતા રહ્યા …એમને સમય સ્થિર લાગ્યો હશે પણ સમય તો પળે પળે પરિવર્તિત થતો રહ્યો અને ચૌદ વર્ષને અંતે ફરી ઉર્મિલા અને લક્ષ્મણ સન્મુખ થયા …

નાનકડું ઝભલું ક્યારે ઝભ્ભા માં પરિવર્તિત થાય છે અને માંનું પયપાન થાળી માં ભરેલો રસથાળ બની જાય છે …પોરબંદર ની શેરી માં રમેલો મોહન આખી દુનિયા માં મહાત્મા તરીકે પૂજાય છે અને વાલીયો લુટારો વાલ્મિકી બનીને રામાયણનો રચયિતા બની જાય છે …..રત્નાવલી નો રોષ મોહાંધ પતિ ને તુલસીદાસ રૂપે ચંદન ઘસાવે છે અને જેનું તિલક કરવા ખુદ ભગવાન રામ ચિત્રકૂટ આવે છે ….
જો તમે પરિવર્તનને નહીં સ્વીકારો તો ફરિયાદોના પોટલા સાથે જીવન ના દુનિયા ના પ્રવાહ માંથી ફેંકાઈ જશો …પરિવર્તનના વહેણને અનુકુળ થશો તો જીવનમાં પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકશો ….
પણ સાચું કહું તો જે વ્યક્તિ અર્જુનની જેમ લક્ષ્યની આંખ જ જુવે છે તેને પરિવર્તનના પ્રવાહો પણ ડરાવી શકતા નથી ….એ લોકો પ્રવાહને અનુકૂળ નથી થતા પણ પ્રવાહ એમને અનુકૂળ થાય છે …

હવાની દિશા માં તે લોકો જતા નથીપણ હવા એમની દિશા માં જાય છે … 

…અને સમાજમાં થયેલા મોટા મોટા પરિવર્તનો આવા ધૂની લોકો ને આભારી છે ….
સમજ છે પરિવર્તનને સમજવાની …..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s