કંટાળો ….


કંટાળો ….
આપણા સૌના જીવનમાં અવશ્ય આવતો એક શબ્દ …જે એક આખા મનોભાવનું તાદૃશ ચરિત્ર ચિત્રણ કહી શકાય …ઘણા લોકો પણ આખે આખી આવૃત્તિ માં આવા કંટાળાજનક હોય છે ..આ કંટાળા સાથે એનો ભેરુ થાક અવશ્ય આવે ….કંટાળાની જનની છે એકવિધતા …
મને શાનો કંટાળો આવે ખબર છે ??? કંટાળવાનો …મારી એક દોસ્ત નો આ ફેવરીટ શબ્દ હતો …એને હું ખીજાઈને કહેતી આ શબ્દ મારી આગળ ના બોલ …મને ચીડ છે … તમે તમારા થી જ દૂર ભાગવાનો પ્રયત્ન એટલે કંટાળો …..
હું રોજ સવારે અગાસીમાં ઉભી ઉભી સુરજનો ઉદય જોતી …બે વર્ષ જોયો …પછી લાગ્યું ના આ સવાર માં બીજું પણ હશે કૈક રસપ્રદ …ચાલવાનું શરુ કર્યું …બહુ મજાની સવાર થતી …
મને નજીક થી જાણતા લોકો એ સમજી શકે છે કે મને સમજવી ખુબ અઘરી છે …અને સમજાઈ જાઉં તો સાવ સરળ ….સૌથી વધારે મજા મને રૂઢી અને પરમ્પરા તોડવાની આવે …મને પપ્પા કહેતા કે જો પેલી તારા જેવડી તારા કાકાની છોકરી ઘરનું બધું કામ અને રસોઈ પણ કરે છે અને તું ??? બસ ચોપડી સિવાય ની કોઈ દુનિયા છે ખરી તારી ??? હું ચુપ રહું પણ એ તો ના જ કરું જે બધા કરે ..વખત આવે ત્યારે સાબિત પણ કરી દઉં કે મારા માટે આ પણ એટલું જ સરળ છે ….
એક વસ્તુની લડાઈ હમેશા કરી છે જે બધા કરે છે તે હું કરું એ જરૂરી નથી અને હું જે કરું છું તે કરવું બધા માટે શક્ય પણ નથી …લગ્નલાયક ઉમર થઇ ત્યારે એક બહેને કહ્યું કે યોગ્ય ઉમરે પરણીને ઠરીઠામ થઇ જઈએ તો માં બાપ ની ચિંતા દૂર થાય ….
કદાચ આ જ વસ્તુ હતી કે જ્યાં થી મને એહસાસ થયો કે નાં હું આ સમાજમાં માનું છું પણ એક ઘરેડ માં પડવા નથી માગતી …બેનને કહ્યું ,” લગ્નથી બહાર જઈને કોઈ વાર જુઓ તો ખરા ..દુનિયા માં જીવવાના રસ્તા અનેક છે ….અને કદાચ ખુબસુરત પણ …કદાચ તમારી ઓળખ ત્યાં પણ હોય …”

આજે મારો પોતાનો સુંદર ઘર પરિવાર છે …પણ શોખને ના માર્યો એટલે આ પરિણીત જીવન પણ મારા માટે જરાય કંટાળાજનક નથી બન્યું …દરેક સ્થિતિ મારા માટે સહ્ય છે …..જયારે હું મારા સ્વ ની ઓળખ સમો શોખને અકાળે મારી નાખીશ ત્યારે મારા જીવન માં આ શબ્દ પ્રવેશી જશે …કંટાળો
આજે મારા વાંચનના શોખે મને વિશાલ દ્રષ્ટિ આપી છે ..મને કંટાળો નથી આવતો …મારા અડોસ પડોસમાં બહેનો જયારે ઊંઘ લે કે ટી વી જુએ ત્યારે હું કોઈ મેગેજીન કે લેખ વાંચતી હોઉં …મારો શ્રેષ્ઠ મિત્ર એટલે આ પુસ્તક અને વાંચન ….મને ક્યારેય કંટાળો ના આપે અને કંટાળવા પણ ના દે ….
આ લેખ વાંચ્યા પછી તમને તમારા માંથી તમારો મિત્ર જડશે એવો તમારો કોઈ શોખ જે ધરબાઈને બેઠો છે ,બહાર આવવા ઈચ્છુક છે ..તેને થોડો અવકાશ આપી દો…….ક્યારેક થોડું નૃત્ય ,કે કોઈ ગીત ,કે કોઈ ચિત્ર …….કોઈ રમત , ક્યારેક નાના બાળક સાથે લખોટી કે ભમરડો …..
આજે આ દોડતી જીવનમાં હતાશા થી બચવાની આ સંજીવની છે …….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s