કુદરત ….


કુદરત ….
અફાટ અમાપ તાકાત નો પરચો આપે છે ….
કાલે તમામ રીતે પ્રગતિ કરી રહેલા માણસની અતિમહત્વાકાંક્ષા પર એક જડબેસલાક તમાચો પ્રકૃતિ એ સુનામી અને ભૂકંપ બનીને જાપાન નામના ટચુકડા દેશ પર કહેર બનીને તૂટી પડીને આપ્યો …તબાહી ભલે જાપાન પર રહી પર સંદેશો આ કાળા માથાના માનવીને છે …..લાગ્યું “૨૦૧૨” એ તો ફિલ્મ હતી પણ આ તો હકીકત અને એનો ડાયરેક્ટર ખુદ સર્વશક્તિમાન ઈશ્વર હતો ….
આપણે કારણોની પળોજણ કે પિષ્ટપેષણમાં નથી પડવું ….
બસ કૈક આપણે પણ કરી શકીએ એ વિષે ફરી એક વાર વિચારી લઈએ …
=દસમાં ધોરણમાં પાસ થતા તમારા સંતાનને એક સાયકલની ભેટ આપો …
=કોઈના જન્મ દિવસે તેને એક અનમોલ ભેટ આપો : એક સુંદર છોડ કે વૃક્ષના રોપા ની ….
=તમારા કુટુંબમાં કોઈ બાળકનો જન્મ થાય તો તમારા આંગણામાં કે ફ્લેટ માં રહેતા હો તો એક કુંડામાં એક છોડ વાવી દો..
=હવે તો દરેક કુટુંબમાં વ્યક્તિદીઠ એક વાહન હોય છે તેને બદલે એક કુટુંબ દીઠ એક જ વાહનનો સિધ્ધાંત અપનાવી લો .
=જાહેર વાહનનો ઉપયોગ વધારી દો …
=આજની યુવાન પેઢી પોતાની જાતે જ નિર્ધાર કરીને મોટર સાયકલને બદલે સાયકલને રોડ પર ફરતી કરી દે …
=ગર્લફ્રેન્ડને સાયકલની આગળના ડંડા પર બેસાડીને ફેરવી જુઓ …એવું સાન્નિધ્ય એક અનોખી સોડમ આપશે તમારા પ્રેમને …..
=જુના સાડી કે એવા કપડામાંથી થેલીઓ બનાવીને વાપરવા માંડો …પ્લાસ્ટિકને અલવિદા કહી દો …
=એક સીધી સાદી જીવનશૈલી તરફ પાછા વળી જાઓ મહત્વકાંક્ષાઓને દફન કરીને ….
આ બધા ઉપાયો ફરી કુદરતને આપણા તરફ અમીદ્રષ્ટિ કરવા જરૂર પ્રેરશે …..
જે થઇ ગયું તેના વિષે તો કશું નહીં થઇ શકે પણ ભવિષ્ય માટે આજથી પ્રયત્ન કરવો જરૂરી છે …….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s