હું સમય …


હું સમય …મારી ઓળખાણ પડી ??? અરે યાર ભૂલી ગયા તમારો જયારે જન્મ થયો એ પહેલાથી જ હું તમારી સાથે તો છું …ના ના તમારો પડછાયો બનીને નહીં …રાત દિવસ જોડે જ છીએ તો પણ તમને ફરિયાદ છે કે તમે એકલા પડી ગયા છો …હું ક્યાં કોઈને એકલો પડવા દઉં છું …એકમાત્ર હું તો છું જે બધાની સાથે જ રહું છું પણ બસ હું દેખાતો નથી …
જુઓ જન્મીને આંખો તમે ખોલી ત્યારે તમારી સામે સ્મિત કર્યું હતું અને તમે રડી પડેલા ..મને નાના ઝભલા ટોપીમાં તમે પહેરતા …પછી નાના ચૂં ચૂં કરતા બૂટ માં બેસી સાથે ફરતો …પછી આપણે બગીચામાં પતંગિયા પકડતા !!! યાદ છે તમને ???!! પછી સ્કુલમાં બોર આમલી બની શકુમાસીના ટોપલા માં વેચાતો ….હું સમય તમને શાળા માં ભણાવાતો …તમે મને શીખીને વિદ્વાનમાં ખપતા …પછી તમારી ગતિ વધતી જતી અને હું તમારી સાથે ભાગતા ભાગતા હાંફી જતો …
જુઓ આજે હું હાંફીને આ રસ્તાના ઝાડ નીચે વિસામો લેવા ઉભો રહ્યો ત્યારે તમે ફરિયાદ કરવા માંડ્યા કે તમે એકલા પડી ગયા છો …
આ સંબંધોના ચાર્ટ માં બધી વ્યક્તિઓ છે ને તે મારા જ વિવિધ સ્વરૂપ છે ડાર્લિંગ …આ યારો દોસ્તો ના ખડકલા બનીને હું વેશ બદલી લઉં છું ,,મને પણ ચેન્જ ના જોઈએ યાર ??!!! ભલા માણસ છો તમે પણ …
અત્યારે જરા સડક પર નીકળો તો પસીનો બનીને વહેવા માંડીશ તમારા ચેહરા પર થી …તમે કાળા ચશ્માંથી આંખ ઢાંકી દેશો …ટોપી પહેરીને ઓળખ બદલશો …પણ હું તમને ઓળખી જ લઈશ …શિયાળા માં થર થર ધ્રુજતા તમારી બે હથેળી વચ્ચે તમે મને ઘસતા રહેતા અને હું હુંફ બનીને સમાયા કરતો … વરસાદ માં કાગળની હોડીમાં બેસીને આપણે સાથે ફરવા નીકળતા …તમને હું વરસાદ બની ભીંજવ્યા કરતો ….હું સમય સમય પર તમારી વગર પરીક્ષા પત્ર થી વગર ઉત્તરવહીથી તમારી પરીક્ષા પણ લઉં છું …ક્યારેક તમને લાગે છે કે તમે પાસ થયા ક્યારેક લાગે છે નાપાસ …
ભલા માણસ આ જિંદગી છે અને જ્યાં પાસ થનારા પણ નાપાસ થાય અને નાપાસ ગણાયેલા લોકો ગોલ્ડ મેડલ લઇ જાય …અહીં માર્ક શીટની કોઈ કીમત નથી …અહીં તો સમય જ સર્વ વસ્તુ નું મહત્વ સમજાવતો રહે છે ..તમારા મૃત્યુપર્યંત તમારી સાથે રહે છે …

આ માણસ પણ મૂરખ તો ખરો જ …એને પૂછો તો એમ જ કહેશે મારી પાસે સમય નથી ….
એ સમજે કે પેલી ઘડિયાળના બાર અક્ષર અને ત્રણ કાંટાને કાચ પાછળ કેદ કરીને તેણે મને ભીંત પર લટકાવી દીધો છે …પણ એતો તમને નચાવવાનું રમકડું માત્ર છે …આવો મારી પાસે …મને યાદ કરો દરેક રૂપ માં અને અનુભવો કે હું તમારો મિત્ર છું ….

Advertisements

One thought on “હું સમય …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s