હાર !!!!


હાર !!!! બે જાતની હોય …એક ફૂલોની માળા હોય તે હાર કહેવાય અને બીજી જીતની વિરોધી હોય તે ….
હાર સાથે જોડાયેલો હોય છે બદનામી નો ડર …અને હાર કરતા એ ડર આપણને વધારે ડરાવે છે …ડર બદનામીનો હોય છે …આપણા સમાજની એ રિવાયત છે જે નિષ્ફળ જાય છે એ બદનામ થાય છે ….અને એ હતાશાથી પીડાતો વ્યક્તિ બીજા પ્રયત્ન કરવાનો છોડી દે છે …
હમણાં જ ક્યાંક વાંચ્યું : ગાંડાઓ ઈતિહાસ બનાવે છે અને ડાહ્યાઓ તેને વાંચે છે …
આ ગાંડા એટલે સફળતા નિષ્ફળતાઓ થી પરે જઈને પ્રયત્ન છોડતો નથી એ વ્યક્તિ …કદાચ સફળ ના પણ થાય પણ એ પ્રયત્ન એને જીવવાની શક્તિ આપે છે …નિષ્ફળતા એને આગળ વધવાનું ઝનુન આપે છે …અને એમાંથી હજાર નિષ્ફળતાઓ પછી એડીસન એક વીજળી નો બલ્બ ચાલુ કરે છે ….અને જગત પ્રકાશિત થાય છે …..
આપણા રોજ બરોજ ની પ્રક્રિયા આપણે યંત્રવત કરતા રહીએ છીએ પણ એ પર કોઈ વિચાર નથી કરતા …ઝાડ પરથી સફરજન પડે ત્યારે ન્યુટન ગુરુત્વાકર્ષણનો સિધ્ધાંત શોધે છે અને આપણે ભણીએ છીએ ….
હાર દરમ્યાન થતા સફળતાના પ્રયત્નો ક્યારેય નિષ્ફળ નથી જતા પણ નિષ્ફળ હોય છે માણસની વિચારશક્તિ જે જરા અમથી હાર થી પાણીમાં બેસી જાય છે …હારથી ના હારનાર વ્યક્તિ કોઈક દિવસ ફૂલોના હાર થી સત્કાર પામે છે ….
એક લાઈનદોરી જેવી જિંદગી જીવવા ટેવાઈ ગયેલો આજનો માણસ પછી પોતાના જ બનાવેલા ચક્રવ્યૂહ માં ફસાય છે …
ડામરની સપાટ સડક પર ચાલવું આપણને વધારે અનુકુળ આવે છે …પણ પગદંડી પર ચાલવાની મઝા ભૂલી ગયા છીએ …ઘટાદાર વૃક્ષોની છાયાને બદલે ચળકતી ઈમારતોએ આપણને આંજી દીધા છે …એટલે જ જલ્દી સફળ થવાની લાહ્યમાં આપણે નિષ્ફળતાને પચાવતા ભૂલી ગયા છે …..
આપણે સંસ્કૃતિના પાલનહાર બનવાના હરખ માં સંસ્કૃતિને વિકૃતિ તરફ લઇ જઈ રહ્યા છે ……ભક્તિને બદલે ધર્માન્ધતા તરફ વળી ગયા છે …એના વિકૃત પરિણામોથી આપણે વાકેફ નથી …..
સૌથી વિકાસશીલ દેશ જાપાનના આજે જે હાલહવાલ થયા છે એ જોઇને પણ આપણી આંખ નથી ઉઘડતી …વિકાસનો મર્યાદામાં રહીને ઉપયોગ કરવાને બદલે વેડફી દેવાનો આપણને શોખ છે …..
હું રાહ જોઉં છું કે એક દિવસ એવી ટાઉનશીપની જાહેરાત આવે જ્યાં નિસર્ગનો એહસાસ આપતા ઝૂંપડી જેવા ઘર ,અત્યાધિક વૃક્ષો , ભાર વગરના ભણતર વાળા ગુરુકુળો હોય ..અને જાતે ખેતી કરવાની વ્યવસ્થા …….
અને બાળકને નિષ્ફળતા જીરવવાનું શીખવતી માતા હોય …………

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s