કોલર ઓન ફોન ….


કાલે બપોરે એક એફ એમ રેડીઓ પર એક સરસ કાર્યક્રમ સાંભળતી હતી ….એમાં વાર્તા આવે એક કલાક સુધી અને વચ્ચે ગીતો પણ આવે …સૌ પ્રથમ તો આ વાર્તા ના કૃતિકાર નો હું આભાર માનીશ અને પ્રસ્તુતકર્તા નો પણ …
વાર્તાનું શીર્ષક હતું …કોલર ઓન ફોન ….
એક બેકાર બેસી રહેલા શાયર પર એક દિવસ એક મહિલા નો ફોન આવે છે …પૂછે છે તમે કોણ છો ??? તો શાયરે કહ્યું એ શાયર છે … એ મહિલા એ એને એક શબ્દ કહ્યો ને શાયરી બનાવી પંદર મિનટ પછી ફોન કરે ત્યારે સંભળાવવા કહ્યું ….શાયરે સંભળાવી ….આ મહિલા એ પોતાનું નામ, ફોન નંબર કે બીજો કોઈ પરિચય આપ્યો નહીં અને કહે કે હું જ ફોન કરીશ પબ્લિક બૂથ પરથી ….અવાજ ની દુનિયા ભ્રામક હોય છે …ફક્ત એટલી જ ખબર પડી કે સામે સ્ત્રી છે પણ ઉમર કે બીજું કશું નહીં ….આ સિલસિલો ચાલુ જ રહ્યો …
એક દિવસ આ શાયર પર રેડીઓ સ્ટેશન પરથી ફોન આવ્યો કે તેમને શાયરી માટે નો બે કલાક નો કાર્યક્રમ પ્રસ્તુત કરવા નિમણુક કરવામાં આવે છે …હવે શાયર બહુ જ પ્રવૃત્ત રહેવા લાગ્યા …એમને જરા પણ સમય ના મળતો ….તેમને ચાહકો બેશુમાર ચાહવા લાગ્યા …ટી વી અને રેડીઓ પર તેમની મુલાકાતો આવતી …પેલા બેન ના ફોન તો ચાલુ જ રહેલા …હવે એના ફોન થી શાયર ને કંટાળો આવવા માંડ્યો …તે એ બેન ને ટાળવા લાગ્યા …એક દિવસ મોઢે જ કહી દીધું કે શું તમને મને ફોન કર્યા સિવાય બીજું કોઈ કામ છે કે નહીં ???
એ ફોન બંદ થઇ ગયો …ત્રણેક દિવસ તો શાયરે વિચાર્યું કે ખોટી ખોટી રિસાઈ હશે પણ પછી જાતે જ ફોન કરશે …પણ ફોન ના જ આવ્યો …
એ જ અરસા માં રેડીઓ સ્ટેશનની પાર્ટી માં તેમના એક સાહેબે જ તેમને પૂછ્યું કે પેલા બેન નો ફોન હજુ આવે છે કે નહીં ??? તો શાયરને આશ્ચર્ય થયું કે આમને ક્યાંથી ખબર ???
તેમને પૂછ્યું તો સાહેબે કહ્યું : એક દિવસ એમનો મારા પર ફોન આવ્યો હતો કે તમારા દિવસ થોડો સાથ નથી આપતા પણ તમે ખુબ સુંદર શાયરી કરો છો …તમને અજમાવવા કહ્યું ….અને આજે તમે અમારી વચ્ચે છો …
હવે શાયર અકળાઈ ગયો …તેની પાસે કોઈ જ માહિતી નહોતી …ત્યારે એક ફોન આવ્યો …અને એક જગ્યા એ તેમને બોલાવવામાં આવ્યા એક ચિઠ્ઠી લેવા …..શાયર પહોંચ્યા …ધીરો વરસાદ શરુ થયો ….ચિઠ્ઠી ખોલીને વાંચી ….
એ મહિલા નો પહેલો ફોન એક રોંગ નંબર જ હતો ..પણ એમાંથી એક મુલાકાત સર્જાઈ ગયી અવાજની …એ કેન્સર હોસ્પિટલ માં બધા સંબંધો ના કડવા અનુભવ પછી મ્રત્યુ માંગી રહી હતી ………
આ છેલ્લી ચિઠ્ઠી લખી તે હમેશા માટે ભગવાન પાસે જતી રહી હતી ……

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s