હકીકતમાં જીવવું


સપનામાં જીવવું અને હકીકતમાં જીવવું એ બે બહુ જુદી વસ્તુ હોય છે …..ક્યારેક કોઈ વ્યક્તિ કવિતા જેવી કલ્પનામાં જીવે છે અને રાચે છે ..પણ ક્યારેક એવી વ્યક્તિ પણ હોય છે જે કલ્પના કરે છે ખરી પણ જીવે છે હકીકતમાં …
કાવ્યા અને ખ્યાતિ અનાયાસે થઇ ગયેલી દોસ્તીની વાત છે ….બેઉની કલ્પનાની દુનિયા એક સરખી લાગે …બેઉના વિચાર મળતા આવે …બેઉ નો વાંચવાનો શોખ પણ એક જેવો …અને લખવાનો પણ ..બેઉને કદાચ એક બીજા વગર ચાલે નહીં …પણ એક બોલકણી અને એક ખામોશ ….
કાવ્યા એક ઉચ્ચ મધ્યમ વર્ગમાં થી આવે …જિંદગીને સરળ બનાવતી તમામ સુવિધા એને ઉપલબ્ધ હતી …એની જિંદગીમાં એક સ્વપ્નવત નોકરી પણ …ખુબ લોકપ્રિય હતી લોકોમાં …પણ અતિ લાગણીશીલ …એ જિંદગી જીવવામાં કવિતા શોધતી ……આજના વાસ્તવિક પ્રોફેશનલ લાઈફમાં જરા પણ એડજસ્ટ ના થઇ શકે એવી ……પલમે તોલા પલ મેં માશા કહી શકો …
ખ્યાતિ એક સાવ સામાન્ય ઘરમાંથી આવે …એનો નાનકડો ઘર સંસાર …આજના મોંઘવારીના હાડમારીના જમાનામાં બધી રીતની મુશ્કેલીઓ નો સામનો કરીને હસતે મોઢે જીવે ….એને વાંચનનો શોખ અને લખવાનો પણ ……એ કવિતાઓ લખે ખરી વાર્તા પણ લખે પણ ક્યારેય કવિતા કે વાર્તા વાંચે નહીં ..
વાસ્તવિક ધરતી પર જીવતી એનું વાંચન એને આ દુનિયા થી હમેશા વાકેફ રાખે અને કલ્પનાની દુનિયા થી દૂર ……એ કોઈ પણ નિર્ણય લેવામાં ખુબ વિચાર કરે પણ જયારે એ નિર્ણય અમલમાં મુકે ત્યારે એ કોઈ પણ વાતે એનો અફસોસ ના રાખે અને દરેક પરિસ્થિતિને પહોંચી વળે…..
એક દિવસ કાવ્યાએ પોતાની સ્વપ્નવત નોકરી કોઈને કહ્યા વગર મૂકી દીધી ….પણ એનાથી ખ્યાતિ તૂટી ગઈ …એને પણ કોઈક સંજોગોમાં આવી રીતે નોકરી છોડવી પડી હતી ….પણ એ સામાન્ય હતી તો બધી હાડમારીને પહોચી વળી ….એને ખાસ કઈ ગુમાવવું ના પડ્યું સિવાય કે નાણાકીય સ્ત્રોત …એ ખુબ મજબૂત હતી પણ એ કાવ્યાને ખુદ કાવ્યા કરતા વધુ સમજી શકી હતી …તેથી જ એ તૂટી ગઈ …..
એક લોકપ્રિય વ્યક્તિ માટે બિલકુલ ગુમનામીની દુનિયા પચાવવાની તાકાત નથી હોતી …..થોડા સમય પછી લોકો તેને ભૂલી જાય છે ત્યારે એ અવગણના એ બર્દાશ્ત નથી કરી સકતા ……અને એ હતાશા ખ્યાતિ સમજતી હતી ……
રોજ વાત કરતી ખ્યાતિ હવે માત્ર એસ એમ એસ કરે છે ….તેના આંસુ કાવ્યા ના સાંભળી જાય એટલે …એ ચુપ થઇ ગઈ છે ….
બસ એક જ વાત વિચારીને એ મનને મનાવે છે : માણસ પોતાની તકદીર પોતાને હાથે લખે છે ત્યારે કોઈ એને બદલી ના શકે ….માણસ વિચાર બદલી શકે પણ કોઈની તકદીર નહીં …….
એક અનિશ્ચિત ભાવિ તરફ જતો એમનો સંબંધ કયા વળાંક પર જશે એ સમય કહેશે …….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s