ચાલો આજે ખુશ થઈએ ….


ચાલો આજે ખુશ થઈએ ….
આ ખુશ થવું એટલે શું ??? ગૂંચવાઈ ગયા ને ??? બસ જે વસ્તુ આપણે જાણતા નથી એના માટે એવો દાવો કરીએ છીએ કે અમને ખબર છે …આ તો એવું થયું કે એક મસ્ત મજાનું પાંચસો પાનનું પુસ્તક લખી નાખ્યું પણ મૂળ કક્કો બારાખડીમાં ગોથા ખાઈ ગયા ….
હંસવું એટલે મોંની ફાડ ખોલીને કે પહોળી કરીને ક્યારેક દંત પંક્તિઓ દેખાડીને વ્યક્ત થતો ભાવ …એમાં ક્યારેક હા હા હા એવો નાનો કે મોટો અવાજ પણ ભળે…પણ એ ક્યારેક દંભી હોય કે બનાવટી હોવાની શક્યતા ખરી …આમાં એવું છે કે જેમ ઉમર નાની હોય તે કુદરતી કે સાચુકલું હોય પણ જેમ ઉમર વધે તેમ એમાં બનાવટ ભળતી જાય …અને ક્યારેક તો જિંદગીમાં સુખ પાછળ દોટ મુકવામાં હસવાનું ભૂલી જવાય …..અને પાછું નિયમ એવો કે ક્યારેક આ બનાવટી હાસ્ય કરવું ફરજીયાત હોય …આપણો બોસ આપણને દીઠો ના ગમે પણ શું કે ખોટે ખોટું હસવું પડે …
શું ખરેખર ખુશી ગુમ થઇ ગઈ છે ….ના ના ના …એવું જરાય નથી ..આ તો આપણી આંખોને મોતિયા આવ્યા છે …અને દુનિયાના ડોક્ટરને આનું ઓપરેશન કરવાનું શીખવાડતું નથી કોઈ કોલેજ માં …આપણને નવ ગ્રહ ગમે તેટલા નડતા હોય પણ દસમાં ગ્રહ પૂર્વગ્રહના નિવારણ કરવું આપણા હાથમાં જ છે ….
જો મારી નાની મારુતિ વેચી હું છ માસ માં આઈ ટ્વેંટી લઇ લઉં તો હું સુખી અને ખુશ ….
મારી દીકરી બારમાં ધોરણમાં પંચાણું ટકા લાવીને આઈ આઈ ટી માં એડમીશન મેળવે તો હું ખુશ અને સુખી ….
આ વર્ષે હું પેલા પોશ વિસ્તારમાં મારો પોતાનો ચાર બેડરૂમ હોલ કિચન નો ફ્લેટ લઉં તો હું ખુશ અને સુખી ….
દર વર્ષે યુરોપ કે અમેરિકા માં વેકેશન માણવા જાઉં તો હું ખુશ અને સુખી ….
આતો દાખલા છે બાકી નું તમારે વિચારી લેવાનું ….
હવે આ સપનાઓ પુરા કરવામાં તમે એટલા બધા વેતરાઈ જાવ છો કે સુખ અને દુઃખ વિચારવાની શક્તિ પણ નથી રહેતી …
નાની વાત માં ખુશ થતા શીખી જાવ …જેમ કે પત્નીએ બનાવેલા સ્વાદિષ્ટ શાકના વખાણ કરીને એના ચેહરા પર રેલાતા હાસ્ય માં ….
પોતાના નાના બાળક સાથે લખોટી કે ક્રિકેટ રમીને …પોતાની દીકરી માટે જૂની માળા તોડી એમાંથી એની લાડકી ઢીંગલી માટે એક નાની માળા ગૂંથીને …એક રવિવારે આવડતું ના હોય તોય એક રોટલી વણવાની કોશિશ કરીને ….પરિવાર સાથે નદી કિનારે કે બગીચા માં જઈને પકડદાવ રમીને …કોઈ વૃદ્ધને રસ્તો ક્રોસ કરવામાં મદદ કરીને …કોઈક બાળકને ગણિતનો દાખલો ગણવામાં મદદ કરીને ……
જો જો આમાંનું કશું કરીને જોશો ત્યારે તમારા ચેહરો એક સાચુકલું હાસ્ય વગર પ્રયત્ને રમી રહેશે ..અને રાત્રે સંતોષથી ઊંઘ આવશે ત્યારે તમારો ઊંઘતો ચેહરો પણ છૂપું હસતો હશે …..
ચાલો હવે ખુશ થવાનો પ્રયત્ન કરીશું ???? આ બધા ઉપાયો મારા અજમાવેલા છે …..

Advertisements

One thought on “ચાલો આજે ખુશ થઈએ ….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s