આત્મહત્યા ……


આત્મહત્યા ……
એક એવો શબ્દ જેને આપણે કાયરતાની નિશાની ગણીએ છીએ ,નફરત કરીએ છીએ …એનો સીધોસાદો અર્થ એક જ છે કે એક વ્યક્તિ પોતાની જિંદગી પોતાની જાતે હતાશાથી ઘેરાઈને ટૂંકાવી દે છે ….એ દુનિયા નો સામનો કરવાને બદલે એક કાયરની જેમ દુનિયાને છોડી દે છે …….
બહુ જ સંવેદનશીલ શબ્દ અને એહસાસ છે આ ….
પણ એક વસ્તુ આપણે નઝરઅંદાઝ કરીએ છે કે એ વ્યક્તિએ પોતાની હતાશા ઘણી વાર વ્યક્ત કરી હશે …એણે કોઈ બાબતે પોતાનો વિરોધ પણ વ્યક્ત કર્યો હશે અને એને કોઈએ સાંભળવાની કે સંભાળ લેવાની દરકાર નહીં જ કરી હોય …કોઈએ એને જિંદગી તરફ વાળવાની જોરદાર કોશિશ પણ નહીં કરી હોય ..કોઈએ એને ખભે હાથ મુકીને દિલાસો પણ નહીં દીધો હોય કેમ કે આપણી પાસે હવે વિશાળ બેંક બેલેન્સ તો છે પણ સમય નથી …અને હા એ વ્યક્તિને જિંદગી ખતમ કરવાની હતાશા પણ બીજી વ્યક્તિ એ જ આપી હશે જેનું નામ ખૂની તરીકે ક્યારેય બહાર નહીં આવે ,કોઈક વ્યક્તિ એ એવા સંજોગો એવી પીડા આપી હશે કે એ વ્યક્તિને આ હદ સુધી લઇ ગયી હશે …એને માટે ઇન્ડિયન પીનલ કોડની કોઈ કલમ હેઠળ સજા નહિ થાય પણ પેલી વ્યક્તિ જીવતી રહી ગઈ તો એના પર ગુનો દાખલ જરૂર થશે …..
આ વાત તો એ લોકો ની થઇ જે જિંદગી થી હાથ ધોઈ નાખે છે …પણ આપણી આસપાસ એવા કેટલાય લોકો હશે જે પોતાના મન પોતાની ઈચ્છા બધું મારી નાખે છે બીજા માટે , અને કદાચ એવું કરવા માટે એમને જવાબદારી ને નામે મજબૂર પણ કરાતા હશે ….
પોતાના બચપણમાં સુંદર ગરબા ગાતી કે સુંદર ચિત્રો ને કેનવાસ પર જીવંત કરતી કિશોરીના બ્રશ અને કેનવાસ ખોવાઈ ગયા હશે …કોઈક છોકરાનો સુંદર અવાજ એના ગળામાં આજીવન કેદ થઇ ગયો હશે ….કેટલાય છુપા નિસાસા એ લોકો મૂકતા હશે ક્યારેક એકાંતમાં પોતાના વીતેલા દિવસો યાદ કરતા હશે ત્યારે !!!!! કેટલીય હસરતો અધુરી રહી ગયી હશે !!! ક્યારેક નાણાકીય ક્યારેક સંજોગોના શિકાર બનીને લોકો પોતાના સ્વને ભૂલી જઈને જીવતા હોય છે શું એ આત્મહત્યા નથી ……
ક્યારેય તમે તમારી પત્ની કે પતિ જે સુંદર ચિત્ર બનાવતા હોય એને અચાનક પેન્ટબ્રશ અને એક ચિત્ર બનાવવાનો ચોપડો કે કેનવાસ આપી જોયું છે ??? ક્યારેય એમને કોઈ સંગીત ના ક્લાસ ભરવાની પરવાનગી પણ આપી છે ??? એમને ક્યારેય ના માંગ્યું હોય અને તમે આપી જુઓ તો તમને બદલા માં અઢળક પ્રેમ ચોક્કસ મળશે ……..ક્યારેક એની સ્કુલ માં અચાનક લઇ જઈને કે એના જુના ખાસ દોસ્ત સાથે એક સાંજ ગીફ્ટ આપી છે ??? ક્યારેય વાનગી સ્પર્ધા માં ભાગ લેવા પ્રોત્સાહન આપ્યું છે ???? ક્યારેક છુપાઈને લખેલી એની કવિતાની ડાયરી પોતાના દોસ્તોની મહેફિલ માં વાંચીને એને સરપ્રાઈઝ ગીફ્ટ આપી ના શકો ???? થોડી મદદ એના અંદરના છુપાયેલા એક સુંદર વ્યક્તિને બહાર આવવાની તક આપી જોજો …..તમારા બાળકો માટે તમે બધું જ કરી છૂટો છો પણ તમારા આસપાસના તમારી જિંદગી સાથે જોડાયેલો કોઈ અંગતને થોડા ખીલવાના મોકા આપો …એમની આત્મહત્યાને જીવનમાં ફેરવી દો……તમને ખુબ ગમશે ……..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s