એક નોર્મલ માણસ


ચાલો એક નોર્મલ માણસ બનવું છે ?????
અરે કપાળે હાથ મૂકીને શું બબડો છો ?? તમે નોર્મલ જ છો એમ ને !!! કદાચ હું નહીં એમ પણ કોઈ બોલ્યું ખૂણામાંથી ….
ના જે હૈયામાં હોય અને જે તમે ખરેખર કરવા માંગતા હોવ એવું કૈક કરી નાખીએ બસ …એક વાર તો કરીએ …. ચાલો આજે આવો વિચાર પણ એકેય વાર આવ્યો ??? નથી આવ્યો …કેટલા દિવસ પહેલા કે મહિના પહેલા આવેલો ???? ના નથી આવ્યો ….કારણકે આપણી જિંદગી આપણને આવું કૈંક પણ કરવાની પરવાનગી નથી આપતી ….
મુંબઈમાં સુતા બાળકોને જોઈ ઓફીસ જતો માણસ રાતે પાછો ફરે છે ત્યારે એ બાળકો સુઈ ગયા હોય છે …..તમે એકલા જ શોપિંગ માટે નીકળો છો અને તમને ભૂખ લાગી છે અને ચા ની ઈચ્છા પણ થઇ છે …તમે એક સ્ત્રી છો …તમે એકલા કોઈ રેસ્ટોરાંમાં જઈને એકલા કૈક ઓર્ડર કરીને કે પછી એકલા લારી પર ચા નહીં પી શકો ….બસ આ જ …કહેવા માંગું છું …આપણા જીવન ની તદ્દન નાની નોર્મલ વાત પણ ઈલાજ જાણતા હોવા નથી કરી શકતા …
આમાં બે વિરોધાભાસી વાતો છે : એક તરફ આપણે એવું કહીએ છીએ કે કોઈને કોઈની પડેલી નથી …કોઈને કોઈ તરફ જોવાની ફુરસત પણ નથી ..અને બીજી તરફ કોઈ જોઈ જશે તો શું કહેશે ??? આવું વિચારીને આપણે ભૂખ્યા રહી જઈએ છીએ ……બસ સમાજનો ડર!!! કોઈ શું કહેશે ??? એ ડર …અરે તમે કોઈ અસામાજિક કામ થોડી કરવા જઈ રહ્યા છો ?? કોઈ ગુનો થોડી કરો છો ???
પણ હા ક્યારેક કોઈ પરિચિતને આવું કરતા જોયા હોય તો તમે કુથલી કરીને નિંદારસ માણ્યો હશે ને એ જ તમારો માંહ્યલો તમને રોકે છે ….એક બેન રેસ્ટોરાં માં જઈને બેઠા …એમના જુના પડોસી ભાઈનો યુવાન દીકરો પણ ત્યાં આવ્યો …બેઉ જાણે સાથ નાસ્તો કર્યો …ત્યારે જાણીતા કે અજાણ્યા લોકોની આંખો માં કુતુહલ જોયું છે ????
બસ એક નોર્મલશી વાતને નોર્મલી જોવાની આપણને આદત નથી …આગળથી ચાલતું આવે છે ….તમને ગમતું ગીત રેડીઓ પર આવતું હોય એની સાથે ઉંચે સ્વર થી ગાવાનું મન થાય તો ગઈ નાખવાનું …પડોસીનો વિચાર કરીને મન ના મરાય …જુઓ કંપાઉંડમાં નાની છોકરીઓ પગથીયા રમે છે તમે પણ ડાન્સ પર ચાન્સ મારી લો ..કોણે નાં પાડી છે .?? મને ડોલી ની સાયકલ ચલાવવાનું મન થયું તો મેં ચલાવી પણ ખરી ….પેલા કુમુદકાકા જુઓ નાના છોકરાઓ સાથે લખોટીઓ તાકે છે અને પાછી અંચાઈ પણ કરે છે …અને તાલી પાડીને ખુશ થવાનું !!!!
આ થોડી મનની ઈચ્છા પ્રમાણે જીવવાની કોશિશ તમને તમારી બધી તાણમાંથી મુક્ત કરવાની તાકાત રાખે છે ……અને અહીં દિલ અને દિમાગની સરહદો મળે છે ….કાયમ નહીં પણ કોઈક પળો ચોરી લો …તમને લાગશે કે હા તમે કૃત્રિમ નહીં પણ નોર્મલ જીવી શક્યા…..
કોશિશ કરી જોજો …નિરાશા નહીં મળે …..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s