મામાનું ઘર કેટલે ???


મામાનું ઘર કેટલે ???
દીવો બળે એટલે ….
દીવો મેંતો દીઠો …
મામો લાગે મીઠો ……..
યાદ આવ્યું બધું ??? જુનું બધું ……દેખાઈ તમને તમારા વતન ની વાટ…ધૂળની ઢગલી ને રેતી નો કિલ્લો …આંબાવાડીમાં ગિલોલ લઈને લગાવેલા નિશાન …પાડેલી કેરીઓ અને ધોયા વગર એમજ ખાવાની મજા …રાતે આંગણામાં કાથી નો ખાટલો ઢાળીને એના પર ગોદડીમાં પડતું મુકવું અને તારા ગણવાની મજા ….અને જોડે વાર્તા સાંભળવાની મજા ….સાથે પાસ પડોસીઓ ના ટહુકા પણ …ક્યારે આવ્યા ભાણાભાઈ કે ભાણીબેન ???? ગીતામાસી અને સવિતામાસી સાથે મમ્મી ને વાતો કરતા જોઈએ ત્યારે બદલાયેલી લાગે …પેલી આપણા ઘરની તાનાશાહ નહીં પર ગળી ગળી મમ્મી …કોક વાર એ લોકોનું બચપણ એ લોકો તાજું કરતા હોય ત્યારે સાંભળવાની મજા આવે હો !!! એકદમ પરીકથા જેવું લાગે હોં …..
બસ આ બધી નિશાનીઓ સાથે જોડાયેલો છે એક મીઠો મધુરો શબ્દ …વેકેશન …….ચાલો અત્યારે આમ છે ને ત્યારે પેલું હતું એની પળોજણ નથી કરવી ….બસ જે છે એ માણવું છે હવે …..હવે મામાના ઘરનું વેકેશન મહિના ને બદલે દિવસમાં તબદીલ થઇ ગયું છે પણ સગપણનો તાંતણો સાચવી લે છે ….ભાભી પાસે હવે વોશિંગ મશીનને માયક્રોવેવ છે એટલે એને અટપટું નથી લાગતું ….સાંજ પડે ઢોકળા હાંડવાની જગ્યા પીઝા બર્ગરે લઇ લીધી છે ….મારી માસીના દીકરો કે દીકરી ની જગ્યા એ ફર્સ્ટ કઝીન ને કઝીન આવી ચુક્યા છે ….પણ તોય એક સ્ત્રી માટે પિયર નથી બદલાતું ….
હા હું એક સ્ત્રી છું …ત્યાં દૂર મારું બાળપણ રહે છે …મારી સહેલીઓ હવે નથી પણ તેના ઘર આગળ એક આંટો મારવો આજે પણ ગમે છે ….ઘરડી માં અને વૃદ્ધ પિતાની વાતો અને કોક વખત ફરિયાદો પણ સાંભળવી પડે કેમ કે સંજોગો તો નથી બદલી શકતા પણ એમનું હૈયું ઠાલવવાનું એક સ્થાન હજીય અફર છે… એ એમની દીકરી …એ હળવા થાય છે …આ વેકેશનની એ લોકોને પણ રાહ હોય છે …પોતાના સંસારની પળોજણને થોડા ડી દૂર હડસેલી પોતાની પાસે રહેતી દીકરી માં બાપ માટે તો એ જ નાનકી મુન્ની કે ગુડ્ડી છે ….જમાના સાથે તડજોડ કરવાની એક સ્ત્રી ને આગવી આવડત હોય છે …પતિ સાથે કુલુ મનાલી કાશ્મીર કે યુરોપ સાથે એક ઠેકાણું વેકેશનમાં પોતાનું પિયરઘર પણ જરૂર થી રાખજો …એ પણ પતિ વગર જવાનું …માત્ર એમની દીકરી થઈને તો જ તેમની લાગણીઓ બહાર આવી શકશે ……પતિને બાળકો અને પત્ની વગરના ઘરમાં રહેવાની આઝાદી આપી દો …..એની રીતે …એને પણ પોતાના બાળક અને પત્ની વગર સુનકારો શ્વાસમાં ભરવા દો … એ વિરહ તમારા પ્રેમને તાઝગી આપશે ………
અજમાવી જો જો ….

ચાલો હવે હું પણ પંદર દિવસ વેકેશન પર જઈ આવું ને !!!!!!! 
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s