જન્મ દિવસ


આજે મારો અડતાળીશમો જન્મ દિવસ છે … મારા પિતાજી શ્રી ઈશ્વરલાલ ગોહિલ જે પોતે પણ ખૂબ સુંદર લખે છે ….
આજે એમને આશીર્વાદ તરીકે એક કવિતા મારા પર લખી છે જે સાદર અહીં પ્રસ્તુત કરું છું ….
પિતાજી આપને શત શત વંદન ……

આજે તારા ૪૮માં જન્મદિને
પાઠવું છું પ્રીતિ તને
વર્ષગાંઠના હાર્દિક અભિનંદન…….
અને પ્રાર્થના કરું છું પ્રભુને કે
મારી એકની એક દીકરીને
દીર્ધ આયુષ્યની સાથે સાથે
એની ઉત્તરોત્તર
તનની તંદુરસ્તી
મનની મધુરતા
ધનની ધનાઢ્યતા
સર્વ મનોકામનાઓની પરિપૂર્ણતા
અને સંસારના સૌ સુખોની
ઉપલબ્ધિ એના ભાવિ જીવનમાં હો.

અભિનંદન અને આશિષ કાજે
હૃદયના ભાવો વ્યક્ત કરવા
નથી આ તુજ પિતા પાસે અધિક શબ્દો
કારણકે જે શબ્દો છે તે તો
મુજ પુત્રીના જ્ઞાન, સમજ, વક્તવ્ય
ઉત્ત્કૃષ્ટ વિચારો અને એના
વિશિષ્ટ લેખિત આલેખન શૈલી
જે અનુપમ અને અનુકરણીય છે
એ તો એક વિશાળ તરુવર સમક્ષ
એક માત્ર ક્ષુલ્લક તણખલા સમાન છે .

ગૌરવ છે આ પિતાને
એક સંવેદલશીલ, સમજદાર પુત્રી અંગે-
એની વિરાટ વિશિષ્ટતાને બિરદાવતા
આજના તુજ શુભ જન્મદિને
તારું અને તારા પરિવારનું
શુભ ભાવિ પ્રાથું છું……

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s