કૈક કવિતા નો મૂડ છે …..


બસ આજે કૈક કવિતા નો મૂડ છે …..
તારી વિરહની વસંત ને માણતા હતા મન ભરી ,
વચ્ચે તારો મીઠો ટહુકો ગુંજ્યો ને મારી ભાવ સમાધિ તૂટી …..
========================================
સળગતી બપોરની અગ્નિમાં સ્નાન કરી આવી
કપાળે ફૂટેલા પ્રસ્વેદ ઝરણા જુબાની આપતા હતા …..
========================================
કોયલના ટહુકા વગર સૂની શી આંબા ડાળ ,
આમ્રફળ પણ વાર લગાડે છે યૌવન પહેરવામાં ….
========================================
રિક્તતા પુરતી હતી ખાલી બપોરની
બળબળતી એ તડકાથી સળગીને
ધરતી અને આકાશના આ મિલનમાં
આ સરહદથી ક્ષિતિજ સુધીનું એકાન્ત હતું ……
==========================================
કોઈના કહ્યા વગર સમજી જવાની આંખની ભાષા
આ યુગજુના અબોલાની કોરી ઓળખાણ છે ,
વહી જતા કેટલાય શબ્દો મનમાંથી નીકળીને તારી શ્રવણ દીર્ઘામાં
પણ જેને કહેવા સર્જાયા હતા એ કર્ણ પટલ હજી અજાણ છે …….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s