ઉનાળાનું આયુષ્ય


જુઓ આ ઉનાળાનું આયુષ્ય છે ચાર મહિના …શરુમાં તો વસંત બની ખીલે ને મહેકે છે …એટલે કે આપણો બાલ્યકાળ કહોને ??? નાનું મલમલનું પહેરણ પહેરી …શેરી માં લખોટી રમતો ઉનાળો …બરફની ચુસ્કીયોમાં ચુસાતો ઉનાળો ….રાતે આંગણામાં તારાઓની વાતો કરતો ઉનાળો …ચડ્ડી ગંજી ને પેટીકોટ પહેરીને બિન્દાસ ઝાડ પગથીયા નીચે રમ્યા કરતો ઉનાળો ……
અરે ઉનાળામાં પણ બે પ્રકારો હોય છે : શહેરી ઉનાળો અને ગ્રામ્ય ઉનાળો …..શહેરમાં ઉનાળો બર્મુડો અને રંગબેરંગી ગંજીફરાક એટલે કે ટી શર્ટ પહેરી ને ફરે …જોડે કાળા ચશ્માં કેટલા સોહે એના ગોરા ગોરા મુખે …પેલી વાંસની હેટ પહેરીને ઉનાળો હેન્ડસમ લાગે …પાછો મલ્ટીપ્લેક્ષ માં એ સી માં બેસી ફિલ્મ જોતો ઉનાળો …પેલા બાગબગીચામાં પ્રાણીસંગ્રહાલયમાં શહેરી બાળક બનીને વિહરતો ઉનાળો તો વાંદરા સામે દાંત કચકચાવે એણે ખાવાનું મારે …વાઘ સિંહ ને ચીડવે એની ગર્જનાના ચાળા પડે …હિંચકા અને લસરપટ્ટી ખાય ઉનાળો અને મમ્મી પપ્પા મામા મામી કાકા કાકી ને ટાટા ટાટા કરી ચકડોળમાં ફરે છે ઉનાળો ….ગોરસ આમલી અને તાડફળીમાં ઠંડો થાય છે ઉનાળો ….ટૂંકી ચડ્ડીયો અને બાંડિયા પહેરીને ઉનાળો બિન્દાસ ફર્યા કરે છે વેકેશન બની ……
મમ્મી ,મામી ,કાકી માટે માથા નો દુખાવો પણ બને ક્યારેક ઉનાળો …..કેરીઓની પેટી વલસાડ થઈ જુનાગઢ સુધી ની ઉઘરાવે છે આ ઉનાળો અને ચૂસી ને કે રસ બની કે ટુકડામાં પેટમાં પધરાવવા ઉતાવળ બહુ છે ઉનાળા ને …ઉનાળાને કોયલના ટહુકા સાથે દોસ્તી …
રસ્તો અને સડક બેઉ આખું વરસ થાકી જાય છે ત્યારે એમને આરામ આપવા ગરમી નું કાવતરું કરી બધા પ્રાણીઓને પોતપોતાના ઘરમાં પૂરી એકલો સડક પર ફર્યા કરે છે તડકાના ખભે હાથ મૂકી ઉનાળો …..
જુઓ પેલા સાગર કિનારે દરિયાના મોજા સાથે મોજ કરે છે ઉનાળો …અને હિલ સ્ટેશન પર જઈને સ્વેટર પહેરી ને ફરે છે ઉનાળો …લેસન અને દફતરને માળીયે મુકીને બચપણને જીવતું કરે છે ઉનાળો …લાંબા દિવસ અને ટૂંકી રાતો નો બાદશાહ છે ઉનાળો ….
ચાલો ચાલો …હવે તમે પણ પંખો ચાલુ કરીને છાશની મજા લો ….હમણાં બરફ ના ગોળા ની લારી લઈને આવશે ઉનાળો ……

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s