કંટાળવાનું એક અનોખું પોત


કંટાળવાનું એક અનોખું પોત લઈને આવે છે ….બસ બધું જ કોરા કાગળ જેવું થઇ જાય છે ..આપણી કલમ સંતાઈ જાય છે શાહી સુકવીને …બધા જ જાણે આળસની અંધારી કોટડીમાં સંતાઈ જાય છે …ના ભૂખ ના તરસ …બસ કૈક કોરું કોરું થઈને રાહમા ઠોકર બનીને વાગ્યા કરતુ હોય …અને એહસાસ પણ આપે કે આપણે હજીય જીવતા છીએ ….
વિચારોને પણ પોતીકું વિશ્રાંતિભુવન હોય છે …એને પણ કબજીયાત થઇ શકે ….એને એનીમા ના આપી શકાય …કેમકે વિચારો તો સ્વૈરવિહારી છે ….એને બાંધવાની કોશિશ પણ ના કરાય …..વિચારો પણ મારી સાથે વેકેશન પર ગયા …હું પાછી મારી ઘેર આવી ગયી પણ એ લોકો ક્યાંક રોકાઈ ગયા છે ….એમને થોડી પાસપોર્ટ વિઝા જોઈએ હેં ભાઈ ??? એ લોકો તો ઉડ્યા કરે ને પાછા ફરે ત્યારે એમની રંગીન દુનિયા માં આપણને ફેરવે ….એમની દુનિયા માં મોર પણ ડિસ્કોથેકમાં જાય ….કોયલ પણ પોપટની મિમિક્રી કરે …એમાં શિયાળ પણ શાલ પહેરીને શરમાતું હોય ….અને કાગડો પણ બ્યુટીપાર્લરમાં જઈ પાછો સ્ટાઈલીશ થઇ ગયો હોય ….વિચાર ક્યારેક અરમાની ના સૂટ પહેરીને કાઠીયાવાડી ઢાબામાં બેસીને થાઈ ફૂડ ખાતા શરમાય નહીં ……ત્યાં બે બળદો પોતાના ખેડૂતને હળે જોડી ખેતર ખેડવા કહે …….ત્યાં ગામને ચોતરે ચણીયા ચોળી પહેરીને ગામની ગોરી હુક્કો ગગડાવે પણ ખરી …..
હવે મારે મારા વિચારોને ઇન્ટરનેશનલ આઈ એસ ડી કોલ જોડીને પાછા બોલાવવા પડશે …અને પાછી હું પેલા નવરા બેસીને આળસુ થઈને વૈશાખી વાયરા માં આમ તેમ અટવાતા ફરતા કાગળોને કામે લગાડી દઉં ને !!!!!!!!!!!!!!!!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s