બસ તમારા સમ ….


પ્રેમ …..પ્યાર …ચાહત …..એ ભ્રમ છે કે સત્ય ??? બહુ લખાયું છે …વંચાયેલું છે …ગવાયેલું છે …બોલાયેલું છે …સાંભળેલું છે …બસ સમજાયું નથી ….
અહીં પણ લાકડાનો લાડુ …બીજાના ભાણામાં મોટો દેખાય …..
એ સમજવામાં કેટલાક જિંદગી ખર્ચી નાખે છે અને કેટલાકને વગર પ્રયત્ને મળી જાય છે …જેને સરળતાથી મળે એને ભાગ્યે જ કદર હોય છે …અને જેને કદર હોય છે એને ભાગ્યે જ મળે છે ……કેમ ????
આપણે પ્રેમની એક ફ્રેમ નક્કી કરી રાખી છે …આ ફ્રેમમાં એ ફોટો આ રીતનો જ હોવો જોઈએ …બધું પૂર્વનિર્ધારિત …અને પ્રેમ વિષે પૂછો તો એક જ વ્યાખ્યા જ સામે આવે …તેર ચૌદ વર્ષની ઉમરે એક છોકરાને એક છોકરી પ્રત્યે લાગણીની શરૂઆત થયા પછી એ લાગણી નિષ્ફળ કે સફળ જે થાય એ પણ એ કૈક સંબંધ …અને એ પ્રેમ ….કે પછી થોડી સરહદ વિસ્તારીએ તો એ લોહીના સંબંધ મિત્રો ના સંબંધ સુધી વિસ્તરેલા હોય છે …પછી ???? હવે માથું ખંજવાળતા ખંજવાળતા વિચારો ….થોડું બીજું સુઝી આવશે ….મારા પિંજર નો પોપટ કે મારો ડોગી બુઝો ….કે મારા માછલીઘરની માછલીઓ …..
આ પ્રકૃતિ …એનું સૌન્દર્ય …પેલો ઉગતો સૂર્ય અને પૂનમ નો પૂર્ણ ખીલેલો ચાંદ ….હા…. હવે બધું યાદ આવે છે ખરું …..હા ભાઈ આ બધાને પણ આપણે પ્રેમ તો કરીએ છીએ …અને હા કશુંક ગમવું એ પણ પ્રેમ છે જ ને ….
પહેલા વરસાદમાં ભીંજાવાની વેળાએ હૈયામાં એમ જ ઉઠતું સ્પંદન અને ધબકાર એક વણજોયા ચેહરા માટે પેલા ડી ડી એલ જે ની સીમરન ના ગીત ની જેમ મેરે ખ્વાબોમેં જો આયે ……….એ પ્રેમ ……..
આ પ્રેમ કોઈ વાર કરવાનો વિચાર આવ્યો છે ખરો ???? આ પોતાની જાતને કરેલો પ્રેમ કહેવાય …એમાં સઘળું જગત સમાઈ જાય …અને એની દરેક વસ્તુ સાથે એટલો જ પ્રેમ થઇ જાય ….અને નિરાશા કે અવસાદનું સ્થાન ન હોય ….એ પ્રેમ માટે ફક્ત બે વ્યક્તિ નહીં પણ દરેક ગમતી વાત અને વસ્તુ જરૂરી હોય …..
જે વ્યક્તિ પોતાની જાતને સૌપ્રથમ પ્રેમ કરે તેને દુનિયા હમેશા જીવવા જેવી લાગે છે ..તે દરેક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી લે છે કેમકે તેને પોતાની જાત સાથે પ્રેમ છે ….તે ફક્ત સુખને જ નહીં દુઃખને પણ પ્રેમ કરે છે કેમ કે એ દુઃખ ,એની પીડા ,એને દુર કરતા કરતા એને સુખ ની સાચી કીમત સમજાય છે ….એની અંદર માનવતા અને દયાદ્રષ્ટિ ને મુઠી ઊંચેરો માનવી બનાવે છે ….
ગમતા કામને તો સૌ પ્રેમ કરે પણ અણગમતા કામને પણ પ્રેમ કરવાની કળા શીખી જશો ત્યારે આ જગત પણ તમારા પ્રેમ માં પડી જશે …સાચું કહું છું …બસ તમારા સમ ….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s