હા, સારું છે ….


પ્રીતિ કેમ છે ?????
હા, સારું છે …. ક્યારેક આવું કોઈ પૂછે છે ત્યારે તમને એકસો બે તાવ હોય …ઘરમાં કામવાળી બાઈ રજા પર હોય …સાંજે પાંચ જણ જમવા આવવાના હોય છતાય તમે કહી દો છો સારું છે …….અથવા તો આ આખું પારાયણ પ્રશ્નકર્તાને સંભળાવી દીધા પછી કેટલું હલકું મેહસૂસ કરો છો નહીં ????
પ્રીતિ કેમ આજે તો ખુશખુશાલ છે ને કઈ ???
બસ પાછળનો બધો પ્રોગ્રામ ઓટોમેટીક વાગી જશે વાણી બનીને ……
આને કહે છે મૂડ…એક વેદના નો એક ખુશી નો ….અને હા એક સાંત રસનો જ્યાં ના હોય ખુશી કે ના હોય ગમ….મજાનું નહીં ???વેદના ક્યારેક શારીરિક હોય ક્યારેક માનસિક …અને ક્યારેક શારીરિકથી વધુ માનસિક …પણ એક વાત આપણે હમેશા ભૂલી જઈએ છીએ કે આપણી સહનશક્તિ વેદના થી વધારે જ હોય છે ….કેટકેટલી વેદના છતાય આપણે જીવિત હોઈએ છીએ ….એક સો બે તાવ છતાય બધું કામ કરીને એક વાર ફક્ત એ વિચારો કે અરે વાહ આજે મેં આવી તબિયત માં પણ શો સરસ સાચવી લીધો …તમારો અર્ધો થાક ત્યાંજ ઉતારી દેશો તમે જાતે જ …અજમાવી જો જો ….
એક અનુભવ કહું …હમણાં ત્રણ દિવસ થી ઘરઘંટી માં ઘઉં દળવાના ભુલાઈ જતા હતા ….મેં રસોડાના એક માર્બલ પર લખી દીધું ચોક થી ….પ્રીતિ ડાર્લિંગ આજે બપોરે ઘંટી ને ઘઉં નો રોમાન્સ માણીશું ઓ કે ???? મારા ઘરના સભ્યો આ વાંચી ને હસતા રહ્યા …અને હું ફરી ભૂલી ગઈ તો મને એક સભ્યે યાદ અપાવી દીધું : ડાર્લિંગ તારી ઘંટી અને ઘઉં નો રોમાન્સ ક્યાં પહોંચ્યો ????
મને થોડો કંટાળો આપતું કામ મારા માટે મજાનું થઇ ગયું …………
ક્યારેક બેસુરા કંઠે ગાઈને હું મારું જ મનોરંજન કરી લઉં છું …..બસ વેદના મારી પાસે આવતા ગભરાય છે ….સ્મિતને મારી સોબત ગમી જાય છે ….હા મને દુખ થાય ત્યારે જો હું દૂર ના કરી શકું તો એ સમય પર છોડી દેવાનો નિર્ધાર કરી લીધો છે …કેમ કે આપણે ફક્ત આપણા પોતાના શરીર ના ,પોતાના વિચારો ના અને પોતાની જિંદગી ના જ માલિક છીએ …બીજા પ્રેમથી અધિકાર આપે પણ તોય એના માલિક તો નથી જ …..બસ આ નાનકડી વાત સમજાઈ જાય ત્યારે અર્ધા અવસાદ ત્યાં જ ભાગી જાય છે ….
વેદના અને ખુશી એ તો મનોસ્થિતિ છે જે આપણે કેમ સ્વીકારીએ એના પર નિર્ભર રહે છે …કેમ સાચું છે ને ????

Advertisements

2 thoughts on “હા, સારું છે ….

  1. પ્રીતિબહેન,
    …… આપણે ફક્ત આપણા પોતાના શરીર ના ,પોતાના વિચારો ના અને પોતાની જિંદગી ના જ માલિક છીએ …બીજા પ્રેમથી અધિકાર આપે પણ તોય એના માલિક તો નથી જ …..બસ આ નાનકડી વાત સમજાઈ જાય ત્યારે અર્ધા અવસાદ ત્યાં જ ભાગી જાય છે ….
    વેદના અને ખુશી એ તો મનોસ્થિતિ છે જે આપણે કેમ સ્વીકારીએ એના પર નિર્ભર રહે છે …કેમ સાચું છે ને ????’
    ……………નું પેક અપ ગમ્યું.
    ઘણી બધી પોસ્ટ વાંચી, પણ ….. પ્રતિભાવોના રિપ્લાઈ લખતાં વખતે ગુજરાતી સોફ્ટવેર કોમ્પ્યુટર મેમરીમાં રાખતા હો તો ! અંગ્રેજીમાં ગુજરાતી વાંચવું તકલીફવાળું છે. કોઈવાર –
    http://bestbonding.wordpress.com
    ની મુલાકાત લેશો. મને પણ તમારા જેવી ખણખોદ કરવાની ટેવ છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s