મારે ફરી એકવાર શાળાએ જવું છે.


આ કવિતા તો નેટ જગતના મિત્રોએ કોઈ પણ રીતે વાંચી જ હશે ..બહુ વિખ્યાત રચના નથી …બે વર્ષ પહેલા ઈ મેલ થી મળેલી પણ ફોર્મેટિંગ કરતી વખતે ખોવાઈ ગયી
ફરી મને એ એક દિવસે ફેસ બૂક પર વાંચવા મળી …..
એ પાર્થ બારોટની રચના છે ..કે એને પ્રસ્તુત કરી છે પાર્થ બારોટે ….હું એમને ઓળખતી તો નથી પણ આજે એમનો હૃદયપૂર્વક આભાર માનવો છે … આ કવિતા એવી છે કે એને વાંચતી વખતે આપણા હોઠ હસી પડે છે અને આંખો ભીની બની જાય છે …દરેક વ્યક્તિ પોતાની શાળાની ફરી મુલાકાત લે છે ..એ દિવસોનું મહત્વ હવે એને સમજાય છે ..એને ગુમાવી દેવાનો વસવસો ક્યાંક છુપાઈને બેઠો છે જે આંસુ બની કદાચ બહાર પણ આવે છે …..આ કવિતા ફરી ફરી વાર વાંચવી ગમે છે જ …કેમ કે એ આપણા કેટલાક ભૂલાયેલા દોસ્તો સાથે મુલાકાત કરાવી આપે છે ……
આ કવિતાના હૃદયપૂર્વક આભાર માનતા એ કવિતા અત્રે પ્રસ્તુત કરું છું …….
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે,
રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે.
નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને,
સુંદર અક્ષરે મારું નામ લખવું છે.
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી,
નળ નીચે હાથ ધરી પાણી પીવું છે.
જેમ તેમ લંચબોક્સ પૂરું કરી…મરચુ મીઠું ભભરાવેલ,
આમલી-બોર-જમરુખ-કાકડી બધું ખાવું છે.
સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે,
કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય,
એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે,
અનપેક્ષીત રજાના આનંદ માટે…
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં,
મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે.
ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને,
સાઈકલની રેસ લગાવતાં ઘેર જવું છે.
રમત-ગમતના પીરીયડમાં તારની વાડમાંના
બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે.
તો ભાગી જવાની મોજ અનુભવવા…
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

દીવાળીના વેકેશનની રાહ જોતાં,
છ માસીક પરીક્ષાનો અભ્યાસ કરવો છે.
દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી,
હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે.
રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી,
તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે.
વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા…
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં,
પીઠ પર દફતરનો બોજ વગાડવો છે.
ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં,
પંખા વીનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે.
કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં,
બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે.
બચપણ પ્રભુની દેણ છે તુકારામના એ અભંગનો
અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે.
એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવા માટે…
મારે ફરી એકવાર શાળાએ જવું છે.

આભાર પાર્થ બારોટ ..

Advertisements

5 thoughts on “મારે ફરી એકવાર શાળાએ જવું છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s