અચાનક એક ખ્યાલ ….!!!!!!!!!!!!!


આજે અચાનક એક ખ્યાલ આવી ગયો …..આપણા માટે સૌથી જરૂરી શું છે ??? પ્રેમ કે પૈસો …..હા ,બહુ બધું વાંચ્યું છે અને સાંભળ્યું છે કે પૈસો અને પ્રેક્ટીકલ થવાની વાતો …પણ આજે વાત એ છે કે પ્રેમ પામવો જરૂરી છે કે પ્રેમનો ત્યાગ કરવો ….ઈચ્છિત શરતોથી પ્રેમને પામનારા સદભાગી ઘણા જ ઓછા છે …કેટલાક દુનિયાને અવગણીને પ્રેમ પામી લે છે …પણ કોઈ અપેક્ષા વગર કોઈને ચાહી જોવું ખુબ અઘરું છે …એ વ્યક્તિને જણાવો કે ના જણાવો કોઈ ફરક નથી …બસ આ વ્યક્તિ મને ગમે છે અને કોઈ પણ સંજોગોમાં હું એને ચાહીશ …એના તિરસ્કાર થી પણ નહીં ડગું …એ પણ મને પ્રેમ કરે એ મારી કોઈ શરત નથી ….
આજે ભાવનાની વાત કરવી છે …ભાવના આમ તો અલ્લડ છે કે એમ કહી શકો પણ તમને એના દિલના ઊંડાણ સુધી જવા નહોતી દેતી …એકાદ વ્યક્તિ જ એની એટલી નજીક હતી …લગ્ન થયા …પતિ સારો હતો …એ નખશીખ પ્રેમિકા હતી અને પતિ નખશીખ પતિ ….ભાવના ..એણે પતિને પ્રેમી થવા ક્યારેય આગ્રહ ના રાખ્યો અને પોતે પત્ની થવા પૂરી કોશિશ કરી ….એક સમાંતરે બેઉ ચાલતા રહ્યા …હા વફાદારીની મિસાલ આ સંબંધ છે એમાં ત્રીજી વ્યક્તિ નો કોઈ અવકાશ નહીં …બેઉ બહુ જ સમજુ પણ ખરા …છતાય એક વસવસો પ્રેમ માટેનો હૃદયના અજાણ ખૂણે ……
પતિ એક ચિત્રકાર હતો …ભાવના પૂછતી આ રંગો મારા જીવનમાં ક્યારે હશે …તેના જવાબ ભાવનાને ચીરી નાખે એવા …પણ કોઈક અલગ માટીની બનેલી આ ભાવના ક્યારેક અકળાઈને લડી લે તો ક્યારેક રડી લે તો વળી હસીને ઉડાવી દે …….થોડીક પગલી સી ….અને એટલે જ એ કોઈનું પણ દર્દ તરત ઓળખી જાય …એણે દર્દ સાથે એક ઊંડાણ જેવો રિશ્તો બનાવી દીધેલો ને !!!!
આખરે એક દિવસ એવો આવ્યો કે એણે કોઈ માટે ફરિયાદ કરવાની છોડી દીધી ….ભગવાનને પણ નહીં ..નસીબને પણ દોષ ના દીધો …..
એના પતિનો જન્મદિન આવ્યો ……એણે એક કેનવાસ ,પેલેટ અને બ્રશનો સેટ એણે ભેટમાં આપી દીધો ……….
એક જ વાક્ય કહ્યું : જન્મદિન મુબારક હો !!! તમારા દિલમાં તો જગા ના કરી શકી પણ હા જે વસ્તુની તમારા જીવનમાં સૌથી વધારે જગ્યા છે એ તમને આપું છું …..આના પર બનેલું ચિત્ર તમને મારું નામ યાદ રાખવામાં મદદ કરશે ……………

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s