ખાલીપો….


ખાલીપો …….ભર્યું ભર્યું હોય તે હવે નથી ગમતું …ઘરમાં આખું કુટુંબ સાથે રહેતું હોય તો વિભક્ત થવાની ઝંખના થાય છે …એકાંત જોઈએ છે …કૈક પોતાની આગવી ઓળખ જોઈએ છે .એક સ્વતંત્રતા હોવી જોઈએ …પોતાના નિર્ણયો પોતે લેવાની સ્વતંત્રતા …..એકલતા ……અને હવે એવું બહુતાયત જોવા મળી પણ રહ્યું છે …અને ભલે તરત આપણને આ શબ્દ નથી સૂઝતો પણ એ શબ્દ તો છે ખાલીપો ……
ખાલીપો આપણા પોતાનું જ સર્જન છે ….પહેલા આપણે પોતાના ધ્યેય સિદ્ધ કરવા માટે વ્યક્તિઓનો સહેવાસ તરછોડીએ છીએ અને …પછી એક દિવસ આપણો એ ધ્યેયસિદ્ધિ થતાની સાથે એની ખુશી વહેંચવા આજુ બાજુ નજર કરીએ તો કોઈ નથી હોતું …આપણે થોડા નીચે આવીએ છીએ ..પાસ પડોસ ,સગા સંબધી બધે નજર ફરી વળે છે ત્યારે આપણને બધા પોતપોતાની દુનિયા માં મગ્ન દેખાય છે …ત્યારે આપણે વિચારીએ છીએ કે તેઓ સ્વાર્થી છે …પણ શું ખરે ખર એવું છે ??? તેમના પૌત્રની જનોઈમાં તમને નિમંત્રણ હતું ત્યારે તમારે હેડ ઓફીસ થી એમ ડી આવેલા એટલે તમે ચાંલ્લો કરેલો …..તમારા કાકા હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે તમારી દીકરીની બારમાં ધોરણની બોર્ડ ની પરીક્ષા હતી .તમે ના જઈ શક્યા ને ??? તમે બહાના નહોતા કર્યા…તમે સાચા હતા …પણ ઓફીસનું કામ પૂરું થયું એવા જ તમે એ સ્નેહીને ત્યાં જઈને વધાઈ આપી શક્યા હોત ….દીકરી પેપર આપવા ગઈ તે ત્રણ કલાકમાં હોસ્પિટલમાં એક આંટો જઈ શક્યા હોત ….જો એ થયું હોત તો આ ખાલીપો ના પજવત …અને હવે આ તમે જ વિચારો છો એ લોકો નહિ કેમકે તમારા મનમા ખોટું થયાની લાગણી છે …અને તમારો માંહ્યલો તમને રોકી રહ્યો છે ….હજી મોડું નથી થયું …હજીય એક વાર પહેલ કરીને તમે જઈ જુઓ ….કેમ કે દરેક માણસને લાગણી ની જરૂર હોય જ છે …..સાચા મન થી કરેલો પ્રયત્ન ભાગ્યે જ વ્યર્થ જાય છે …હા પહેલા પ્રયત્ને નહીં પણ આગળના પ્રયત્ન સફળ થશે એ વાત સાચી છે ….
માં બાપ પાછલી અવસ્થા માં એકલતા માટે સંતાનને જવાબદાર ઠેરવે છે …પણ બેઉ જણા પોતાની દુનિયા માં વ્યસ્ત હતા ત્યારે બાળકો આયા સાચવતી હતી ..એટલે એ પણ તમને આયાને હવાલે કરે છે ….પતિ હમેશા બીઝનેસ ટૂર માં રહેતા હતા …હવે હૃદયમાં કૈક પ્રોબ્લેમ છે તો ઘેર આરામ કરવા રહેવું પડ્યું છે ત્યારે પત્ની નું કિટ્ટી પાર્ટી માં જવું નથી ગમતું ને ????? ત્યારે મહિનો મહિનો એકલવાસમાં ગુજાર્યો હતો એવા યુવાનીના દિવસોમાં પત્નીએ કરેલી ફરિયાદ યાદ કરી જોજો ….દીકરાની વર્ષગાંઠ પર પટાવાળા સાથે મોકલેલી ગીફ્ટ છતાય દીકરો તમારી રાહ જોતો જોતો રડીને સુઈ જતો એ પળોને યાદ કરી જોજો ……બધું સમજાઈ જશે …………
બસ બીજ સારા વાવો ….ફસલને સારી બનાવતા શીખી જવાશે …….કોઈનો ખાલીપો ભરી જો જો …એના થી તમારો પોતાનો ખાલીપો પણ ભરાઈ જશે …..

Advertisements

2 thoughts on “ખાલીપો….

  1. પ્રીતિ,

    તમે બહુ જ સરસ લખો છો. સીધું હૃદય માં ઉતરી જાય એવું. તમારા અન્ય બ્લોગની પણ મુલાકાત લીધી. તમારા બધા જ બ્લોગ ખરેખર ખુબ જ સુંદર છે.
    બસ, આવું જ અવારનવાર અમને પીરસતા રહેજો.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s