મારે બ્રેક જોઈએ છે …..


મારે બ્રેક જોઈએ છે …..
હું સાતત્યથી કંટાળી ગયો છું /કંટાળી ગઈ છું ????
ચાલો આજે ડેબીટ ક્રેડીટ કાર્ડ પર બિનજરૂરી ફાલતું ચીજોનું શોપિંગ કરીએ , ચાલો આજે કોઈ જુના મિત્રને ત્યાં જઈને જૂની વાતોને વાગોળીએ ,ચાલો ડી વી ડી પર કોમેડી મુવી જોઈએ ,ચાલો આજે હોટેલમાં ખાવા જઈએ ,ચાલો હવે ધંધો નોકરી બંધ રાખીને બે દિવસ સાપુતારા ,આબુ કે માથેરાન જઈએ …..આ બધા તો વિકલ્પો છે બ્રેક જોઈએ તેવા કંટાળા આવે ત્યારે ……
આનું કારણ જે સાચું છે તે એ છે કે તમે જો કોઈ કામ કરો છો તે સંપૂર્ણ રસપૂર્વક નથી કરતા …..કરવું પડે છે અને ચાલે એમ નથી એટલે કરો છો ….કબાટની સફાઈ કરતા હોઈએ ત્યારે ખૂણે થી એક જૂની ડાયરી હાથ લાગે છે …એમાં પહેલા પાનાઓ પર થોડી જુવાની ના જોશમાં લખેલી કે ક્યાંક થી ઉતારો કરેલી શાયરીઓ જરૂર મળશે …અને એ કેવી રીતે કેવા સંજોગોમાં લખેલી એ યાદ આવશે …પાછળ ક્યાંક હિસાબો લખેલા હશે ….એ વખતની કિંમતો વાંચવાની મજા આવશે …….પેલી શાયરી વાંચતી વખતે પોળમાં સામેના ઘરની બાજુ માં રહેતી છોકરી કે છોકરો આપણા સ્કુલ જતી વખતે ખાસ બારી માં બહાનું કાઢીને ઉભા રહેતા કે કચરો નાખવા આવતા એ પણ યાદ આવશે અને આપણી મુખરેખાઓ હાસ્યથી છલકાતી જશે …..
રાત્રે ફૂટપાથની છેડે મુકેલા કોર્પોરેશનના બાંકડા પર ટી વી નો શો છોડી સજોડે બેસીને અવરજવરને ચુપચાપ નિહાળતા બેસી રહો ….અમારે વડોદરામાં તો લોકો ફૂટપાથ પર જ બેસી ને અડ્ડો જમાવે છે …….એક દિવસ કામવાળીને જાતે સામે થી રજા આપી દો અને ઘરકામ કરી જુઓ …..જૂની સાડી પહેરીને શાક લેવા જાઓ ….ઉમર પચપનકી ભલે હો દિલ બચપન નું બનાવીને બાળકો જોડે લૂડો કે વિડીઓ ગેમ રમી જુઓ ….જુના ફોટાઓના આલ્બમ તો હજીય સૌનો ફેવરીટ ટાઈમ પાસ …પોતાને જોઇને હસવાની મજા જ ઓર છે …એમાં લગ્ન વખતે કેવા લલ્લુ લાગીએ છીએ એ જોવાની આપણા બાળકોને અને પૌત્ર/પૌત્રીને બહુ જ મજા આવે હો ………
આપણો બ્રેક આપણી પાસે છે જ …પણ આ તો એવું ને બગલમાં છોરું ને ગામમાં ઢંઢેરો ……..
મારી જ વાત કરું …બે દિવસ થી તાવ આવતો હતો ….દીકરીનું વેકેશન હજી પૂરું નહોતું થયું એટલે પુરા બે દિવસ ફક્ત પલંગ પર સુઈને કાઢ્યા …સાચું કહું બહુ મજા આવી ….ક્યારેક આપણને પણ બધાની જેમ તૈયાર બધું મળે …પાણી પણ હાથમાં જ મળે …ચા તૈયાર હોય ….ત્યારે લાગે કે બીમારી પણ આશીર્વાદ સમી લાગે ….છે ને બ્રેક મજાનો !!!!!!

Advertisements

2 thoughts on “મારે બ્રેક જોઈએ છે …..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s