ખુબ સરસ વરસાદ હતો…


કાલે ખુબ સરસ વરસાદ હતો …સરસ એટલે વરસાદને હું જે સ્વરૂપે પસંદ કરું છું એ સ્વરૂપે …..બિલકુલ નીરવ બસ બુંદ બુંદ બનીને જાણે ગણી ગણીને વાદળ વરસાવતો હોય એવો વરસાદ …જોઈએ તો દેખાય અને બહાર જઈએ તો કોમળ સ્પર્શે ભીંજવે તેવો વરસાદ …..એમાં ભીંજાઈએ તો લાગે એ તન કરતા વધુ મનને ભીંજવે એવો વરસાદ …..ફોરાં ફોરાં બનીને વાદળની ચારણીથી ચળાતો વરસાદ …એમાં કાબર કલબલ કરીને વાતાવરણ ભરી મુકતી હતી …અને એ જયારે પાળી પર ચાલે તો લાગે કોઈ ટોપની મોડેલ કેટવોક કરતી હોય ….થોડા કબુતર પણ પોતાની પંખો ખંખેરતા હોય …ક્યાંક પોપટ પોતાની પ્રેમ કહાની કહેતો હોય …અને હા પેલી કોયલને પણ રાગ મેઘ મલ્હાર ગાવાનું મન થઇ જાય …..ના ધૂપ હોય ના છાંય ….વાદળો કાળા શ્યામ નહીં પણ થોડા શ્વેત વર્ણી હોય અને જાણે પ્રકૃતિમાં ચળાઈને સાક્ષાત પ્રેમ વરસતો હોય …..બસ એવો વરસાદ હતો …..
એવા પ્રેમને નિતાંત એકાંતમાં જ માણવાની મજા હોય ….ત્યારે પ્રકૃતિ સાથે સંવાદ રચાતો હોય …એમાં કવિતાઓ તરતી હોય કાગળની હોડી બની …..એમાં બચપણ પણ આવીને નાચી જાય અને યુવાન વયનો મન મોર કળા કરતો હોય ….મારા ઘરની બહાર વિશાળ અગાસી પર નાનકડી છત્રી કૈક એવી રીતે ઓઢી કે થોડું પલળાય પણ ખરું છતાય જાણે કોરે કોરા ….ક્યાંય સુધી એકીટશે આ સમાધિમાં નિમગ્ન રહી ………..કૈક આવો જ હોય અલૌકિક આનંદ અનાયાસે મળી જાય …કહેતો જાય હું છું અહીં જ ભીતરમાં ……..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s