થેંક યુ કહેવાનું મન થાય છે …….


વિશ્વાસ ,વફાદારી એ દરેક સંબંધનો પાયો છે …પણ એક સત્ય છે કે દરેક સંબંધમાં એક ગેરસમજનો પણ અવકાશ છે …અને સંબંધને તરોતાઝા રાખવા એ ગેરસમજનું નિરાકરણ પણ ……સમજદારી એમાં બહુ અગત્યનો ભાગ ભજવે છે …અને એ સમજદારી બેઉ પક્ષે સરખી હોય એ જવલ્લે જ બને છે …કોઈ થોડું વધારે અને કોઈ થોડું ઓછું સમાધાન કરી હોય છે ….ક્યારેક બેઉ પક્ષ પોતાની રીતે સાચા હોય છે અને ક્યારેક બેઉ ખોટા પણ હોય છે …..ક્યાંક કશું ખટકી જાય છે …થોડા ઉપાય છે એના ….બેઉ પક્ષ સામસામે બેસીને ચર્ચા કરી લો …..સાચો અને સાદો છતાય આ અકસીર પણ એટલો જ ….એક મૌન રાખે અને કે બોલી લે આ બીજો ઉપાય …એમાં એક પક્ષના દિલની ભડાસ નીકળી જશે અને બીજાને એ મૌન રહીને પણ સમજાઈ જશે કે ચૂક ક્યાં થઇ ??? દિલની ભડાસ નીકળી ગયા પછી માણસ સાચા અર્થમાં હલકોફૂલ થઇ જાય છે …અને કદાચ હતા એનાથી પણ થોડા નજદીક આવી જવાય છે ….ત્રીજા ઉપાયમાં બેઉ મૌન થઇ જાય, એક સમય પસાર થાય ત્યારે સમય સમજાવી જાય છે કે બેઉ ક્યાં કશું ચુકી ગયા ….પણ હા જયારે સમજાય ત્યારે સ્વીકાર કરી લઈએ તો સંબંધને એક નવી ઊંચાઈ મળે છે …..
ક્યારેક આ ગેરસમજ પછી બેઉ વ્યક્તિ જુદી થઇ જાય તે પણ હિતાવહ છે જયારે એ સંબંધમાં કોઈ સુધારનો અવકાશ ના હોય ….પણ આ ગેરસમજ તો થવી જ જોઈએ કેમકે એ દર વખતે આપણને કૈક નવું શીખવાડી જાય છે …જિંદગીમાં આપણને એક પગથીયે ઉંચે જરૂર ચઢાવે છે …તો એવી તમામ ગેરસમજને થેંક યુ કહેવાનું મન થાય છે …….

Advertisements

2 thoughts on “થેંક યુ કહેવાનું મન થાય છે …….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s