એ ક્ષણ સૌથી સુંદર છે……!!!


સૌથી સરસ ક્ષણ !!!!!!
આપણને કોઈ એવું કહે કે માત્ર એક એવી સૌથી સુંદર ક્ષણ કહો જે તમારા મનને તરબતર કરી ગયી હોય અને તમારા મનમાં એ પળ હમેશા માટે અંકાઈ ગયી હોય ????
હા માત્ર એક જ ક્ષણ …..
નહીં યાદ આવે ..જલ્દી યાદ નહીં આવે ….બહુ બધી યાદ માંથી એને શોધવી એટલે ઘાસની ગંજીમાંથી સોય શોધવાનું કામ બરાબરને ????? ચાલો તમારી મદદ કરું …કોઈ એવી ક્ષણ જ્યાં તમારા થકી કોઈ તમારું એવું કામ જે કોઈના રડતા ચેહરા પર સ્મિત આપીને જતું રહે …કદાચ તમારા માટે એની કોઈ કિંમત ના હોય પણ બીજાની જિંદગીની એ સૌથી અનમોલ ક્ષણ બની ગયી હોય ………. હવે આ ક્ષણ પણ યાદ તો કરવી પડશે જ ….કેમકે આ પણ જલ્દી યાદ આવે એવી તો નથી જ ….અને જો યાદ ના આવે તો પણ એ જ સૌથી સુંદર ક્ષણ હોય જ્યાં આપણે એને ભૂલી ગયા હોઈએ ….બસ જે ઉપકાર હોય પણ ઉપકાર તરીકે આપણે યાદ ના રાખીએ એ જ ક્ષણ સૌથી સુંદર …..પણ આપણે બહુ સામાન્ય માનવી છીએ સંત કે ભગવાન નથી તેથી આવું નથી કરી શકતા ….પણ છતાય આવું કૈક કરી નાખીએ છીએ કેમકે આપણે સંવેદનશીલ છીએ ……સંવેદનાવિહીન નથી …..કોઈ અત્યંત ક્રૂર દેખાતા વ્યક્તિમાં પણ આ હોય છે જ …..
પણ એક વાત અહીં બીજી પણ કરવી છે …આપણી જિંદગીમાં પણ કોઈકે આવી રીતે આપણા પણ જરૂર ઉપકાર કર્યા હશે …આપણા આંસુ લૂછ્યા હશે …એ વ્યક્તિ આપણો કોઈ સગો પણ નહીં હોય ,એને કોઈ ઓળખાણ પણ નહીં હોય પણ એક ચેહરો એક અવાજ જરૂર હશે …બસ એને નહીં ભૂલવાનો ક્યારેય આ જિંદગીમાં અને એનું ઋણ કદાચ તમે ચુકવવા માંગતા હો તો તમે પણ કોઈ નિસહાયને ગુપચુપ મદદ કરી શકો ને !!!!!
મારી જિંદગીની સૌથી ખરાબ ક્ષણોમાં જેમણે મને સાથ આપ્યો છે એ વ્યક્તિઓનું હું ક્યારેય ઋણ નહીં ભૂલું …એ વ્યક્તિ મારી જિંદગીમાં હમેશા યાદ રહી ગયા છે …..એ ક્ષણ સૌથી સુંદર છે કેમ કે એ ક્ષણે તેઓ મારી સાથે હતા …………….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s