આખેઆખું બાળપણ..


અરે યાર એક બહુ સરસ અને વળી થોડો ખરાબ અનુભવ થયો ….જિંદગી તો અનુભવોનો સરવાળો છે ……બાળપણ ….
હા એક નાનકડી નવ મહિનાની બાળકી મારે ઘેર રહી ગયી એની મમ્મી સાથે …આજે એ જતી રહી પણ એની યાદો આજે દરેક જગ્યાએ ડોકાય છે …અમે એની સાથેનો સમય વાગોળીએ છીએ …..એક વિચાર ઝબકી ગયો …શું ખરેખર આપણે બાળપણથી મોટા થઈએ એટલે બાળપણ ખાલી સ્મૃતિમાં જ રહી જાય …બાળપણ અને યુવાની આપણી અંદર હોય છે ..એ આપણને નથી છોડતા પણ ના……. બાળપણ યુવાની આપણી સાથે જીવે છે પણ આપણે એને તરછોડીએ છીએ અને એ રીતે આપણે સાબિત કરવા માંગીએ છીએ કે શારીરિક અને માનસિક રીતે આપણે “મોટા” થઇ ગયા છીએ ….એ બાળકી સાથે ખાલી રસ્તા પર આંટો મારવા ગયી ત્યારે હું એને જુદી જુદી વસ્તુઓ બતાવતી અને કહેતી જો ડીકા આ કબુ….જો આ કુકુ આવ્યું …ચાલો આપણે ભૂ પીએ…ચાલો બાબી ખાવાની ને ???દુદ્ધું પીવાનું ને …
આખેઆખું બાળપણ..અને આપણે જીવી લઈએ છીએ …આપણે ચાવી વાળો વાંદરો અને ઢીંગલીને શણગાર કરીએ છીએ …આપણે પ્લાસ્ટિક ના બોલ અને બેટ રમીએ છીએ ….. ત્યારે અનાયાસે આપણું બાળપણ આપણને આપણી ભીતરમાં અકબંધ સચવાયેલું મળી આવે છે ……અને જો આવું કૈક એકલા કરીએ તો લોકો આપણને પાગલ કહે પણ એક બાળકના અવલંબનની આડશે આપણે બધું કરી શકીએ છીએ ….
એક અજબ વાત પણ જોઈ કે માત્ર હાસ્ય અને રુદન બે જ ભાષા એ જાણે…છતાય એની પેટર્ન દર વખતે બદલી ને સમજાવે …પડવાની બીક લાગે તો પોતાને સ્વયંભુ પ્રેરણાથી સંભાળીને ચઢે …અને પડી જાય તો ય પોતાનું ધ્યેય તો ના જ છોડે …ફરી ઉભું થાય ને ફરી પ્રયત્ન ….જ્યાં સુધી મંઝીલ ના મળે ……..એની પાસે શબ્દોની માયાજાળ નથી હોતી …સાવ સામાન્ય બે પ્રતિક થી પણ એ એક સંદેશ આપે છે …પડીને ઉભા થઇ જાવ ….પણ બાળપણ સાથે એ સંદેશો ભુલાઈ જાય છે …અને આપણે પાડીને જીવતા શીખી જઈએ છીએ …મોટા થઇ ગયા એટલે …..
નિર્મળ મન અને નિર્મળ હાસ્ય ક્યાં વિખૂટું પડી ગયું એ ખબર નથી પડતી ….એને તો આપણે સાથે રાખી શકીએ પણ હરીફાઈ અને પ્રેક્ટીકલ લાઈફના ઓઠા હેઠળ એને કચડી નાખીએ છીએ અને ભૂલે ચુકે કોઈ એવી વ્યક્તિ મળી આવે તો એને પાગલ કહેતા ખચકાતા નથી …..
આપણા છુપાયેલા બાળપણને મરવા ના દઈએ તો કદાચ હતાશા અને અવસાદ આપણી જિંદગીમાં ઓછો ડોકાશે એ સત્ય આપણે સમજી શકીશું ………..??????ક્યારે ???????

Advertisements

One thought on “આખેઆખું બાળપણ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s