યાદ એક સોનેરી પાનું તમારા ભૂતકાળનું ….


ચાલો આજે એક ઉખાણું પૂછું ??? આ ખરેખર ઉખાણું તો નથી પણ એવી કઈ વસ્તુ છે આપણા સૌના પાસે કે જે આપણા વર્તમાન કે ભવિષ્ય સાથે કોઈ લેવા દેવા ધરાવતી નથી ….એટલે કે સીધે સીધી …પણ આપણા વર્તમાન અને ભવિષ્યમાં એ અસર કરે છે અવશ્ય ….એ છે આપણી યાદ …મગજના ઇડીયટ બોક્ષમાં તેનું ખાસ સ્થાન છે …બાળપણથી અત્યાર સુધીનો તમામ સમય એમાં સચવાઈને રહે છે …એને કાટ નથી લાગતો …એ વખત આવ્યે હમેશા તાજી જ લાગે છે …એમાં ફૂલ હોય તો કાંટા પણ હોય છે …ફૂલોની સુવાસ ડાયરીના એ પાના પર વર્ષો પછી પણ અકબંધ મળી આવે …..એમાં કેટલા બધા લોકો જરાય સંકડાશની ફરિયાદ વગર રહેતા હશે ….ત્યાં કોઈ ભાડું નહિ ને એ મકાનની માલિકી પણ બીજા પાસે હોય છે …હિસ્સેદારીમાં આખો કારોબાર હોય ….એ યાદો …ક્યારેક કબરમાં પોઢેલી મળે …તો ક્યાંક તસ્વીરમાં ડોકાતી હોય ..એ પ્રેમ ની હોય તો તકરારની પણ હોય …..એ કોઈ પણ જગ્યાએ વગર પાસપોર્ટ વિઝા સાથે સફર કરે છે ….એ ક્યારેક આપણને ચોધાર આંસુ એ રડાવે છે અને ક્યારેક ખડખડાટ એકલામાં હસાવે છે ….એ યાદ એ વ્યક્તિને એ સમયમાં જ રજુ કરે છે ….એ આપણો સૌથી મોંઘેરો ખજાનો છે …એને કોઈ લુટી શકતું નથી …ધ્વસ્ત કરી શકતું નથી ….
મારી એક કવિતા વધારે કહેશે આ વિષે :::

યાદ એક બગીચો હોઈ શકે ,
સુગંધિત પુષ્પો સાથે એમાં ક્યાંક કાંટા પણ વાગે ….
યાદ એક સોનેરી પાનું તમારા ભૂતકાળનું ….
જ્યાં જઈને તમે વિછોયેલાને મળી જાઓ છો ….
યાદ એક કબ્રસ્તાન પણ છે ,
જ્યાં તમને અણગમતી સ્મૃતિઓ દટાઈને સુતી હોય …..
યાદ જ્યાં એક જણ બીજા જણને નિર્વિઘ્ને મળી જતો હોય …..
યાદો જીવાડે છે ,યાદો મારી નાખે છે ,
યાદો આંખના ઝરૂખામાંથી ક્યારેક વહી જાય છે ,
યાદો ક્યારેક એકલા બેઠા હોઈએ
ત્યારે હસાવી જાય છે ……
આખી દુનિયા મને છોડી જાય જયારે
મને યાદો મારી અંગત સખી બની
મારા વિશ્વાસને જીવાડી જાય છે…..
કેમકે સુખદ સ્મૃતિ મને મળી ગયેલી અનાયાસે ,
એ મારો શ્વાસ બની જાય છે …..

Advertisements

4 thoughts on “યાદ એક સોનેરી પાનું તમારા ભૂતકાળનું ….

  1. યાદો.. માણસનો પીછો ક્યારેય છોડતી નથી. ખટમીઠી, કે તીખીતુરી, કે સારી ખરાબ… યાદો તો માત્ર યાદો જ હોય છે. જે તમને કંઈક સારું કે ક્યારેક કઈ ખરાબ પણ શીખવાડી જાય છે.

    હા, આજે તમારી પોસ્ટ વાંચીને હૃદયનો એક ખૂણો ભીનો થઇ ગયો.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s