હેપ્પી ફ્રેન્ડશીપ ડે …..


કેમ છે દોસ્ત ???
હા દોસ્ત ,
જયારે મેં આસ પાસ ફ્રેન્ડશીપ ડેનો શોરબકોર સાંભળ્યો ને મને વિચાર આવ્યો કે આ દોસ્તી એટલે શું ??? એના કેટલા રૂપ ?? એમાં કેટલા આભાસી ??? કેટલા સાચા ?? કેટલા પાસે ??કેટલા દૂર ?? આજે બધું સમજાતું જાય છે ત્યારે તું મને યાદ આવી ગયો ….તું મારો માંહ્યલો ..અંદર બેસીને મને માર્ગદર્શન આપે છે .હું ખુશ તો તું પણ ખુશ …હું રડું તો તું પણ રડે …હું સુખી તો તું પણ સુખી ..હું દુખી તો તું પણ …પણ હા જયારે હું માર્ગ ભૂલી જાઉં ત્યારે તું તરત કહે ના આ ખોટું ….મને હમેશા સાચે રસ્તે ચાલવા કહે પછી હું ચાલું કે ના ચાલું ….ના ચાલું તો તને કોઈ ફરક ના પડે અને હું ઠોકર ખાઉં તો ઉભો કરવા તરત હાજર ….તને મારે રોજ થેન્ક્સ કહેવું જોઈએ પણ ક્યારેય નથી કહેતો ….અરે તું મને છોડીને ક્યાં જઈશ એવો આત્મવિશ્વાસ આપ્યો છે તે મને ……તે જ મને યાદ કરાવી આપ્યું કે સાચો દોસ્ત કોણ ???અને સાચું દોસ્તીનું રૂપ કયું ???
==લોકો કહે છે દુઃખના સમયમાં જે સાથે રહે તે સાચો દોસ્ત ….પણ હું એ દોસ્તના દુઃખમાં સાથે ઉભો રહ્યો ખરો ???ક્યાંક કોઈક વાર હું જ તેના દુઃખનું કારણ તો નથી બની ગયો ને ???છેલ્લા બે પ્રશ્નો ક્યારેય ઉદભવ્યા હોય અને તમારી પાસે બચાવમાં કોઈ બહાના ના હોય તો તમે એના સાચા દોસ્ત થવાના પ્રયત્ન શરુ કરજો આ ફ્રેન્ડશીપ ડે પર …………..
==જે દોસ્તોને આપણે રોજ મળીએ એમના માટે એક દિવસ કાઢવાનો ???
==ક્યારેક એવું થાય કે એક ગેર સમજ ઉદભવે અને એ સમયે તમારું દોસ્ત તરફ નું વર્તન કેવું છે ??? તે તમારા દોસ્તી તરફના અભિગમનો સ્પષ્ટ ખ્યાલ આપી જાય છે …એમાં કેટલું ઊંડાણ કે કેટલી સચ્ચાઈ હતી !!!!!
એક વ્યક્તિ સંબંધ બગડતાની સાથે સામેની વ્યક્તિ જે ગઈકાલ સુધી તેની દોસ્ત હતી તેના વિરુદ્ધ સતત પ્રચાર કરીને તેને નીચું દેખાડવાની સફળ કોશીશ કર્યા કરે છે …એક તક છોડતો નથી અને બીજી વ્યક્તિ જે મૌન છે કશો જ પ્રતિકાર નથી કરતી …એવું નથી કે એની પાસે કોઈ જવાબ નથી …એવું પણ નથી કે તે બુધ્ધુ છે …એવું પણ નથી કે એને તમારા પ્રત્યે કોઈ જ ફરિયાદ ના હોઈ શકે ….પણ તોય એ ચુપ છે ….એનું કારણ ખબર છે ???
એની દોસ્તી સમય જોઇને રંગ નથી બદલતી….એણે તમને જે સમ્માન સાથે મિત્ર બનાવ્યા એ મિત્ર માટે તેના તરફ ધિક્કાર કે ખોટા વિચાર કરી જ ના શકે …મૈત્રી એની માટે પૂજા છે ….દેવ અને દૈવ રૂઠે તોપણ એ એના માટે ક્યારેય ખોટું નહીં જ વિચારી શકે ……આવી દોસ્તી આપણે ફક્ત બાળપણમાં જ જોઈ છે ..સાચું કહું છું ને ???
આપણે આપણી જરૂરિયાતો મુજબ પ્રેક્ટીકલ થવામાં માનીએ છીએ એટલે દરેક સંબંધો એ રીતે જોડીએ અને ગરજ પૂરી થાય એટલે તોડીએ છીએ …
== ફેસબુક કેમ ભૂલાય ??? એ દોસ્તી નું નવું રૂપ …..બસ જેનો સંદેશ આવે એને પૂછીએ કે આપણે એક શહેર માં છીએ તો આજે સાંજે કીટલી પર ચા પી નાખીએ ???કેટલા હા પાડે છે ??? કેટલાના બહાના આવે છે ???અને કેટલા ખરેખર આવે છે પોતાની ગર્લફ્રેન્ડની નારાજગી વહોરીને …….
======================================================================
દોસ્તી એ એક પવિત્ર રિશ્તો છે …ઘણા મિત્રોને તરછોડી દઈએ પણ તેની કદર, તેની જરૂરત ,એના બહુ દૂર નીકળી ગયા પછી ખબર પડે છે ….થઇ શકે કે એ દોસ્ત ક્યારેય તમને ના મળે અને જયારે તમને ખબર પડે ત્યારે એ આ દુનિયા માં જ ના હોય !!!!!
આ વસ્તુ માત્ર દોસ્તીને નહીં તમારા દરેક સંબંધને એક સરખી જ લાગુ પડે છે …
યાદ રાખજો મનુષ્યનો સૌથી નજીકનો ,સૌથી વફાદાર દોસ્ત તો તે પોતેજ છે …..
હેપ્પી ફ્રેન્ડશીપ ડે …..

Advertisements

4 thoughts on “હેપ્પી ફ્રેન્ડશીપ ડે …..

  1. સાવ સાચી વાત… નિર્દોષ દોસ્તી બાળપણમાં જ હોય છે. મોટા થયા પછી પણ દોસ્તી તો હોય જ છે… પણ ક્યારેક તેમાં સ્વાર્થવૃત્તિ નો પ્રવેશ થઇ જાય છે… પછી એ દોસ્તીનો કોઈ મતલબ નથી રહેતો.

    Like

  2. 1.મૈત્ર્રીના શ્રેષ્ઠ ઉદાહરણ એટલે કર્ણ અને દુર્યોધન અને કૃષ્ણ અને સુદામા ! પેલામાં જ્યારે કૃષ્ણ અને માતા કુંતી કર્ણને પાંડવોના પક્ષમાં આવી જવા દ્રૌપદી સહિત આપવાનું પ્રલોભન આપ છે ત્યારે જવાબમાં કર્ણ કહે છે કે, હું જાણું છું કે દુર્યોધન સાથે અર્થાત કૌરવો સાથે રેહેવાથી મૃત્યુ નિશ્ચિત છે પણ જે વ્યક્તિએ મારું ઘોર અપમાન થઈ રહ્યું હતું ત્યારે મને એક રાજવીનું પદ આપી મૈત્રીનો હાથ લંબાવેલો તેનો દ્રોહ ના થઈ શકે, મને માફ કરો ! આવું જ જ્યારે સુદામાની પત્ની મ્હેણાં ટોણાં મારી સુદામાને દ્વારકા કૃષ્ણ પાસે કંઈક સહાય માંગવા ધકેલે છે ત્યારે કૃષ્ણ સુદામાના આવવાના સમાચાર સાંભળી દ્વાર ઉપર દોડી જઈ પ્રેમ પૂર્વક આલિંગન આપી તાંદુલની પોટલી ઝંટવી પ્રેમથી તાંદુલ આરોગે છે અને સુદામના માંગ્યા સિવાય જ પોરબંદર સુદામના ઘરને મહેલમાં ફેરવી નાખી તમામ સહાય પહોંચાડે છે. મારા મતે કદાચ વિશ્વ ભરના કોઈ સાહિત્યમાં આવી ઉતકૃષ્ઠ મૈત્રીનો ઉલ્લેખ જોવા નહિ મળે ! અસ્તુ !

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s