આપ કેવા મિજાજી છો ??????


મિજાજ ….
માણસના વ્યક્તિત્વનું એક અનોખું પાસું છે .એક એકલતા જયારે માણસને જિંદગીના અર્થ સમજાવે છે તે તદ્દન નવા હોય છે …એ અર્થને તે કેવી રીતે સમજે છે એમાંથી તેનું સાચું વ્યક્તિત્વ અને એનો મિજાજ પ્રગટ થાય છે …સામાન્ય રીતે આપણે બે પ્રકારે વ્યક્તિને મૂલવીએ છે .ઠંડો મિજાજ અને ગરમમિજાજ ….જલ્દી ગુસ્સે ના થાય તે ઠંડા મિજાજનો અને નાક પર મરચું લટકાવીને ફરે તે ગરમ મિજાજ નો …આમ તો એમાં બહુ બધા પ્રકાર હોય : આશિકમિજાજ ,દિલફેંક મિજાજ ,મનમૌજી મિજાજના ,ફિલોસોફીકલ મિજાજ હોય ,ધાર્મિક મિજાજના કે પછી નાસ્તિકવાદના ચુસ્ત અનુયાયી ….
ખુશમિજાજી એમાં શિરમોર …જે લોકો ખુશમિજાજ હોય એને મળવું સૌને ગમે …આ વ્યક્તિ પોતાના વ્યક્તિગત ગમાઅણગમાના પોસ્ટર હાથમાં લઈને ફરતો નથી . એ વ્યક્તિ પોતાની રીતે પોતાના અવરોધો સામે માર્ગ મેળવે છે …આ લોકોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરો તો ખબર પડે કે એ આપણા જેવા જ છે પણ તેઓ જિંદગીની મુસીબતોનો સામનો કરવામાં માને છે ભાગવામાં નહીં …..
ગરમ મિજાજના વ્યક્તિઓ પારદર્શી હોય છે ..જે હૈયે એ હોઠે …એમનો ગુસ્સો બહુ આયુષ્યવાળો નથી હોતો …બસ એ ક્ષણોમાં એ સચવાઈ જાય તો તેઓને ભૂલ પણ સમજાય છે …માત્ર ગુસ્સાને લીધે ઘણા સંબંધો બનતા બનતા બગડી જાય છે …પણ ઘણી વાર હું આ ગુસ્સાને સાથ આપું છું કેમકે જો નરમદિલ જ રહીએ તો સામે વાળી વ્યક્તિ આપણને ઢીલા પોચા કે બબુચક સમજે છે અને ગમે તેમ બોલે પણ છે …એક વાર ગુસ્સો એમને બીજી વાર એવું કરતા રોકી શકે છે એ પણ સાચું છે …પણ આ ગુસ્સો યથાર્થ હોવો ઘટે ………
ચાલો હવે ઠંડા મિજાજની ઠંડે કલેજે વાત કરીએ !!!!!! માણસનું વિચારશીલ હોવું એ માટેનું મહત્વનું ઘટક છે …વિશાળ વાંચન ,મનન ,અર્થઘટન ,મનોમંથન અને ચિંતન ઉપરાંત યોગ્ય વ્યક્તિ સાથે વિચારવિમર્શ કરવો આ બધું જ એ વ્યક્તિમાં હશે …કદાચ બહુ વાંચન ના હોય પણ તીવ્ર નિરીક્ષણ શક્તિ અને અનુભવ પણ એના મોટા પરિબળ હોઈ શકે છે ….આ બધા ગુણને લીધે કોઈ પરિસ્થિતિ એને જલ્દી વિચલિત કરી શકતી નથી …અને જિંદગીના દરેક જંગ એ આસાનીથી જીતી શકે છે ….આવા લોકો ખુશ મિજાજ તો હોય છે જ પણ બીજા લોકો માટે એક રોલ મોડેલ પણ બની શકે છે ….તો હવે આપ કેવા મિજાજી છો ??????

Advertisements

3 thoughts on “આપ કેવા મિજાજી છો ??????

 1. ઘણીવાર એવું લાગે કે કોઈ પ્રશ્નનો ઉત્તર નથી મળતો. ત્યારે તમારો બ્લોગ વાંચવા આવી પહોચું છું. તમે જે પણ પોસ્ટ મુકો છો તે મને મારા જીવનની ઘણી નજીક લાગે છે. મારા લગભગ બધા જ પ્રશ્નોનું નિરાકરણ અહી મળી જાય છે.

  ધીરે ધીરે તમારી પોસ્ટ મારા જીવનમાં એક રોલ મોડેલ નું સ્થાન લઇ રહી છે, આમ કહીશ તો વધારે પડતું નહિ હોય. તમે જે લખ્યું એ પ્રમાણે કહું તો મારો મિજાજ બધાનું કોમ્બીનેશન છે. ક્યારેક ગુસ્સો, ક્યારેક, શાંત, ક્યારેક આશિક, ક્યારેક ધાર્મિક.(આવો મિજાજ હોય ખરો? 🙂 )

  Like

  1. હા ,પ્રીતિજી…
   આવો મિજાજ એટલે માનવીમાં સંતાયેલ વૈવિધ્ય દરેક વ્યક્તિમાં એ હોય જ છે ઓછાવત્તા અંશે …પણ કેટલુક પ્રમુખત્વ જે બાહ્ય આચારમાં જોવામાં આવે એ રીતે એના વ્યક્તિત્વનું મૂલ્યાંકન થતું હોય છે …પણ હા ક્યારેક એકાંતમાં ભીતરની ખોજ કરશો તો તમને હજી ઘણું બધું મળશે જે કદાચ હજી ખબર ના પણ હોય ….તમને આશ્ચર્ય થશે કે હું ભગવાનમાં માનું છું પણ ક્યારેય મંદિર જતી નથી વાર તહેવાર સિવાય …….બસ એટલું યાદ રાખી લેવાનું કે આપણે આપણી જાત સાથે પ્રમાણિક હોવું ઘટે ..બરાબર ને !!!!

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s