કાચી સંવેદનાઓ ….


કાચી સંવેદનાઓ ….
આ શબ્દ મને આજે બહુ ગમી ગયો ….આ પહેલા પણ ત્રણ વાર વાંચેલો પણ સ્પંદન પહેલી વાર થયું …કાજલ ઓઝા વૈદ્ય ની નવલકથા “તારા ચેહરા ની લગોલગ” ની પ્રસ્તાવનામાં ….
સંવેદના ….એની સાથે વેદના કેમ જોડાયેલી છે ?? સમ એટલે સરખી ….સરખી વેદનાઓ ….ના …ના ….. આ વેદના તો મીઠી પણ હોય ને થોડી પીડાદાયક પણ હોય ….
પ્રિયના વિચારોમાં આંખોમાં અંજાઈ જતા રાતા તાણા વાણાવાળા રાતોના ઉજાગરાનું સ્થાન શું મોબાઈલના રેડીમેડ એસ એમ એસ લઇ શકશે ???એક સરસ પ્રશ્ન વાંચેલો ફેસબુક પર …આજ કાલ લવમાં રીલેશનશીપ માં કમીટ મેન્ટ થી બ્રેક અપ અને પેચ અપ ..આ બધા વચ્ચેનો સમયનો અંતર ગાળો ઓછો થતો જાય છે .કારણ ??? બસ એટલું જ કે અત્યંત નિકટતા ………
માત્ર છેલ્લે મળેલા ત્યારે બોલાયેલા એક એક શબ્દ હૈયે કોતરાઈ ગયા હોય , આછેરો સ્પર્શ ,થોડા ગભરાહટના ભાવ લીપેલો મોટી મોટી આંખોથી તમને તાકી રહેલો પેલો એક ચેહરો …એને યાદ કરતા કરતા બારી માંથી ઉગેલા ચાંદને તકિયે શીર ટેકવીને તાક્યા કરતો ઉજાગરો ……એ આ રીલેશનશીપ માં શક્ય નથી ….અને જયારે લવ એક રીલેશનશીપ ના હોય ત્યારે ત્યાં કોઈ પેચઅપ કે બ્રેકઅપ સંભવી ના શકે દોસ્ત ………..
ત્યાં સંપૂર્ણપણે પામવાની લાલસા લોલુપતાનો સ્વાંગ સજીને નથી આવતી …ત્યાં માત્ર એક વિશુદ્ધ ભાવના જ્યાં મિલનની આસ તો જીવંત રહે પણ વિયોગમાં પણ પ્રેમની ઉત્કટતામાં કોઈ ઓટ ના વર્તાય ….. આ પ્રેમ સર્વોત્કૃષ્ટ છે …જે આજે ફાસ્ટ ફૂડના ઇન્સ્તંત લવની વ્યાખ્યામાં ક્યાંય ફીટ નથી ..ફેસબુકના વોલ પર સ્ટેટસ અપડેટ એ ઊંડાણને સમાવવા પુરતો અવકાશ નથી ….
પ્રેમ તો એવું એક આકાશ છે જેને તમે તમારી હથેળીની મુઠ્ઠીમાં બાંધી શકો ,તમારી હસ્તરેખામાં ચીતરી શકો ..એ કોરી હથેળીમાં સર્જાતી આંસુની ભીનાશમાં એક ચેહરો જોઈ શકો …. એ હથેળીમાં એક સુખના સૂરજની પ્રેમશાતા બુઝાઈ જાય …..
હા …………………..આ તમામ કાચી સંવેદનાઓ છે ..આંબા પર આવતા પહેલા મોર જેવી મ્હોરતી , નવા રોપેલા છોડ પર પહેલવહેલ ખીલેલી ખીલેલી કળી જેવી , ઈંડાની દીવાલ તોડીને આ દુનિયાના ઉપવનમાં પ્રવેશતા નવા જીવ જેવી ,અમાસના અંધકાર પછી ક્ષણવાર માટે ડોકાઈને સંતાઈ જતા પેલા પાતળા,આછા પીળા બીજના ચંદ્ર જેવી …ધોમધખતા ઉનાળા બાદ આવેલા કાળા વાદળની પહેલી વર્ષની ધાર જેવી કોરી કુંવારી સંવેદના …..
કાચી એટલે કહેવાય કેમકે તે અત્યંત નિર્ભેળ હોય છે ..બિલકુલ બનાવટના પ્રદુષણથી મુક્ત …એકદમ સાચુકલી … તમારું પહેલું મનપસંદ દફતર , પહેલી પેન ,પહેલી સાયકલ , પહેલી બાઈક , પહેલી વાર મળેલું ઇનામ ,પહેલીવાર જે ચેહરો જોઈ હૃદય ધબકાર ચુકી ગયું હોય એ પળ….આવું બીજું બધું ઘણું ….સ્મૃતિની સોનેરી દાબડીમાં સચવાઈને પડેલી છે આ કાચી સંવેદનાઓ ….ક્યારેક વાગોળી જોશો તો સમજાશે કે મોબાઈલના એસ એમ એસ ના જમાનામાં પીળા પડી ગયેલા ,ગડીમાંથી થોડા કપાઈ ગયેલા પાના પર લખાયેલ પ્રેમપત્રની સચ્ચાઈ શાશ્વત છે એમાં કોઈ શક ???????
જુઓ તમારા ચેહરા પર પણ એક સ્મિત રેખા ડોકાઈ ગયી તમારી જાણ બહાર અને મને દેખાઈ ગયી …..

Advertisements

2 thoughts on “કાચી સંવેદનાઓ ….

  1. Reblogged this on અમસ્તી વાતો and commented:
    કાચી એટલે કહેવાય કેમકે તે અત્યંત નિર્ભેળ હોય છે ..બિલકુલ બનાવટના પ્રદુષણથી મુક્ત …એકદમ સાચુકલી … તમારું પહેલું મનપસંદ દફતર , પહેલી પેન ,પહેલી સાયકલ , પહેલી બાઈક , પહેલી વાર મળેલું ઇનામ ,પહેલીવાર જે ચેહરો જોઈ હૃદય ધબકાર ચુકી ગયું હોય એ પળ….આવું બીજું બધું ઘણું ….સ્મૃતિની સોનેરી દાબડીમાં સચવાઈને પડેલી છે આ કાચી સંવેદનાઓ ….

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s