સપના ……


સપના ……
આ શબ્દ સાથે નાનપણથી ઓળખાણ ….પરીઓ સપનામાં આવે …સફેદ પાંખોવાળો ડ્રેસ પહેરીને …..પછી ક્યારેક ડાકણ અને ચુડેલ પણ આવે …ડરી જવાય …પણ બહુ ગમે સપના …જે જાગતા ના કરી શકીએ એ શક્ય કરવાનું સરનામું એટલે સપના ..મારો શોખ સપના ….નાની હતી ત્યારે એવું વિચારતી કે ડોક્ટર બનવાનું …પણ પછી જેમ જેમ દુનિયા જોતી ગયી તેમ તેમ સપના બદલાતા રહ્યા …ત્યાં કોઈ એડમીશન ફી તો હતી નહીં સ્કુલ બદલી નાખવાની …પરીક્ષા વખતે જયારે જાડા જાડા પુસ્તકો ખોલીને બેસું ત્યારે સામે મમ્મી સુતા હોય …ત્યારે વિચાર આવે કેટલા સુખી છે ??? છે કોઈ ટેન્શન ???પણ પછી વિચાર આવે એ લોકો પણ ભણતા હશે ત્યારે આવું જ હશે નહીં …કેટલું વિશાળ છતાય મર્યાદિત હતું આપણું વિચાર ક્ષેત્ર ???? બધું સપના માં પૂરું થઇ જતું ……
પછી આપણે મોટા થયા …અને સપના મિથ્યા છે એવું સમજાવવામાં આવ્યું અને સપના આપણો હાથ છોડી જતા રહ્યા …..એ ગોરી ગોરી પરી હવે સપનામાં નથી આવતી ……છતાય સપના નો પ્રકાર બદલાયો છે …જે છીએ એમાં ખુશી નહીં પણ જે ઉપરની દિશા છે ત્યાં ટોચે પહોંચવાનું સ્વપ્ન …નિરંતર આંખો માં દેખાય છે ….અને એની દોડમાં જિંદગી ભુલાતી જાય છે ..નહીં ???? મને એક સપનું હતું અને હજી છે પણ ત્યાં સુધી પહોંચવાનો માર્ગ નથી ખબર ….મેં જયારે પહેલી વાર્તા લખી ત્યારે એક સપનું પાળ્યું …મારું પણ એક પુસ્તક છપાય …..ઘણી વાર્તાઓ લખી …લોકોની જિંદગીને નવી નજરે જોતા શીખી …જિંદગીનો અર્થ સમજી ….મારી પહેલી વાર્તા એક દૈનિકમાં આવી ત્યારે ખુબ ખુશી થઇ …બીજા દિવસે છાપાની પસ્તીમાં બીજી કોપી શોધવા ગયી …ત્યારે એક વિચાર આવ્યો …કેટકેટલા એહસાસ અને દર્દ અને ખુશીને આપણે લખતી વખતે એક વાર્તામાં જીવીએ અને બીજા દિવસે પસ્તીમાં ……..બસ ત્યાર પછી અચાનક એક વેબ્સાઈટ પર લખવાનું શરુ કર્યું …પછી પોતાના બ્લોગ પણ લખવા માંડ્યા ….કોઈ જાહેરાત વગર …પણ અહીં પસ્તી નથી હોતી …અહીં જેને રસ હોય એ લોકો આપણને વાંચે એ એક સંતોષ મળ્યો … આ બ્લોગ મારી ડાયરી જેનું એક એક પાનું લખાતું જાય અને એક એક પાનું વંચાઈ પણ જાય …..બસ જે સપનું જોયેલું એ કૈક જુદી રીતે સાકાર થઇ ગયું એ વાતનો સંતોષ છે …
લખતી વખતે તંત્રી કે લોકોના રસ નો વિચાર કર્યા વગર એનું સર્ક્યુલેશન શું હશે એના વડે નહીં પણ આપણા વિચાર સીધા વાચક સુધી જવા….બસ આજ કારણ છે કે એક સ્વપ્ન પૂરું થયું જે મેં ધાર્યું નહોતું એ રીતે …….
હું સપનું જોઉં ત્યારે એનો માર્ગ નિર્ધારિત નથી કરતી …સમય સંજોગ પ્રમાણે ધ્યેય ભૂલ્યા વગર નવા માર્ગે ચાલવાનું પણ ગમે છે …નવા અનુભવ મને સારા હોય કે ખરાબ સમૃદ્ધ બનાવે છે ….હું નથી જાણતી કે કોણ મને વાંચે છે પણ મને કોઈ વાંચે છે એ કારણસર લખવાનું મન થાય છે …..
આજે મારા તમામ જાણીતા અજાણ્યા સૌ વાચકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું ……

Advertisements

2 thoughts on “સપના ……

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s