વાત નાની છે


હાસ્ય અને વેદના …
એક સિક્કાની બે બાજુ છે ….ગઈ કાલે એક સરસ વાત વાંચી ……યાદ નથી આવતું પણ એક મેગેઝીનના એક ખૂણે લખાયેલી નાનકડી વાત …મારા મનને સ્પર્શી ગયી ….એક ડોક્ટરને દવાએ જિંદગીને જીવવાની જડી બુટ્ટી બતાવી …આપણે બીમાર પડીએ ત્યારે કડવી દવા લઈએ છીએ …બહુ કડવી હોય એટલે ગળામાં ઊંડે મુકીને પાણી સાથે ગળી જઈએ …અંદર જઈને રોગને મારે ……અને ક્યારેક આપણે એક સરસ ચોકલેટ ખાઈએ ત્યારે જીભ પર ક્યાંય સુધી રાખી એના સ્વાદને મમળાવતા રહીએ …એની મીઠાશને માણીએ……….
બસ સુખ અને દુખને પણ એમ જ બનાવીએ …દુઃખને આપણને ગળે ઊંડી ખાઈમાં મૂકી ને પળભર માં ગળી કેમ નથી જતા ???? અને સુખની પળોને મીઠી યાદોને ચોકલેટની જેમ કેમ મમળાવતા કેમ નથી ….આપણે ઊંધું કરીએ છીએ કડવી વાતને મમળાવીએ છીએ ને ગળી વાતને ઊંડે મૂકી વિસરી જઈએ છીએ …..
બસ ઉલટું કરતા શીખીએ તો જીવન જીવવાનું સરળ બની જાય ………
આ વાત મને સ્પર્શી ગયી …સાચી વાત છે ……દસ દિવસ પહેલા હું બીમાર હતી અને મને હોસ્પિટલમાં દાખલ કરી …દવા ઇન્જેક્શન એમનું કામ કરતા હતા અને હું આરામ થી ઊંઘતી રહી …થોડી સ્વસ્થ થઇ તો રાત્રે એક ચેનલ પર 3 idiots ફિલ્મ આવતી હતી …આખી ફિલ્મ જોઈ …કદાચ ભૂલી ગયી હું ક્યાં છું ??? પણ હા મારા દર્દ …બોટલની દુખતી સોઈ મને રેંચોગીરીમાં યાદ ના આવી …પછી વિચાર્યું કે એક મોકળાશ થોડી વેદના સાથે આવી પણ કેટલીક સુંદર યાદ મૂકી ગયી ….તન બીમાર હતું પણ મન તદ્દન સ્વસ્થ હતું …બીજે દિવસે સવારે રજા મળી ગયી ……..દુઃખને ઊંડી ખાઈ માં મૂકી ચોકલેટને મમળાવતા રહેવાનો મર્મ મને આ વાંચતા પહેલા જ સમજાઈ ચુક્યો હતો ….
વાત નાની છે પણ સાચી છે …..

Advertisements

2 thoughts on “વાત નાની છે

  1. વાત નાની છે પણ સાચી છે –

    જો કે મન એવું અવળચંડુ છે કે તે અડધો ખાલી ભરેલો ગ્લાસ જુવે છે. દુ:ખના સંસ્કાર તે એટલા બધા ઉંડે સુધી ગ્રહણ કરી લે છે કે સહેલાઈથી પ્રાપ્ત કરી શકાતું સુખ માણી શકાતું નથી.

    વાસ્તવિક રીતે મનુષ્યની જરૂરીયાત બહુ ઓછી છે. બે ટંક પૌષ્ટિક ભોજન, સરેરાશ તંદુરસ્ત શરીર, ક્યાંક જઈ શકાય અને ઘરે કોઈ મહેમાન આવે તો તેને સાચવી શકાય તેટલા પૈસા, રહેવા માટે હવા ઉજાસ વાળું ઘર, થોડાક સારા અને લાગણીશીલ મિત્રો વગેરે વગેરે અને આરામથી આનંદપૂર્વક જીવી શકાય – પણ આપણે તો બીજા કરતા વધારે સુખી થવું છે અથવા તો ભુતકાળના દુ:ખે દુ:ખી થવું છે – આ બધા મનોવિકાર છે તેમાંથી બહાર તો મનને કેળવણી આપવાથી જ નીકળી શકાય.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s