ગજવું …..


ગજવું …..

કાલે એક નાનકડા છોકરાના શર્ટના ગજવામાંથી નાનકડી લખોટી પડી ગયી …ગબડવા માંડી … છોકરાએ પાછળ દોડીને પકડી લીધી .. મને હસવું આવ્યું .

આપણે આપણા પોશાકના અતિ મહત્વના ભાગની ક્યારેય નોંધ લીધી છે ??? વચ્ચે કારગો પેન્ટમાં બે આંકડામાં હોય એટલા બધા ગજવા રહેતા એવી ફેશન પણ હતી યાદ છે ???

મને લાગે છે આ ગજવાની આપણે બહુ અવગણના કરી છે ..ચાલો જો તમે સ્ત્રી હોવ તો બાળપણનું ફ્રોક યાદ કરો અને હવે જો પુરુષ હો તો તમારા હાફ પેન્ટના બે ઊંડા કાપડના ગજવા અને બુશકોટનું ઉપરનું ગજવું યાદ કરો …હવે એ વસ્તુઓનું લીસ્ટ મનમાં બનાવો જેનું સરનામું તમારું આ ગજવું હતું ….

છોકરીઓ : શીંગ અને ચણા, ખારા બિયાં ,કોકડી રાયણનું પડીકું ,ચણીબોર ,ગોરસ આમલી ને ખાધેલી આમલી ના બિયાં છોલવા માટે ,ખાટ્ટી આમલી ,કુકા ,કોડીયો,ચોટલાની છૂટી ગયેલી રીબીન ,રસ્તામાંથી મળેલું મોતી કે સેફટી પીન , તમારું લીસ્ટ પણ મને દેખાય છે …એની વસ્તુ પણ વધારે છે ને મારી જેમ !!!!

છોકરાઓ : અમે એને ચડ્ડી કહેતા , મારા ભાઈના ખિસ્સામાં લખોટી મુખ્ય હતી …છોલી નાખેલી પેન્સિલના ટુકડા ,નાના પ્લાસ્ટિક બોલ ,સંચો અને ક્યારેક તો જીવતો દેડકો પણ ખરો …….શર્ટના ઉપરના ખિસ્સામાં બોલપેન લીક થાય ત્યારે સ્યાહી થી રંગાઈ જતું ગજવું મમ્મી નો માથાનો દુખાવો બનતું …..

છોકરાઓ હવે તમે ચાલો હવે થોડા મોટા થઇ ગયા …સ્કુલ કોલેજ માં ગયા ને ??? પરીક્ષાની કાપલી પહેલી યાદ આવી !!!અરે મજા હતી એની પણ …યાદ કરો હું પોલ નહીં ખોલું …ગમતી છોકરીને લખેલો પ્રેમપત્ર …પછી વોલેટ આવ્યા બ્રીફ કેસ કે પેન્ટના પાછળના ગજવાના સરનામાં વાળા ….માં બાપ ,ગર્લ ફ્રેન્ડ ,પુત્ર કે પુત્રી નો એક ફોટો હોય ,થોડા વિજિટ કાર્ડ્સ , થોડા ડેબીટ કે ક્રેડીટ કાર્ડ ,ટચુકડી ફોન ડાયરી ,થોડા ગાંધીજીના હસતા ફોટા વાળા રૂપિયા તો ખરા જ …અરે હા મોબાઈલ ફોન રણક્યો તો યાદ આવ્યું કે એનો સરનામું પણ ગજવું પેન્ટનું હોય કે શર્ટનું હોય …એક સરસ પેન ,પેન્ટમાં હાથરૂમાલ અને ગજવા નો સંબંધ ના ભૂલાય …એક બીજી વસ્તુ …ચાવી વાળું કિચેન ….તમારા બધા તાળાની ચાવી એમાં એ બાઈક હોય કે પછી ઘરની હોય …તમારા ઓફીસનું કે કોલેજનું આઈ કાર્ડ ,ડ્રાઈવિંગ લાયસન્સ ,બ્લડ ડોનેશન કાર્ડ કે આઈ ડોનેશન કાર્ડ પણ મળી શકે …

છોકરીઓ તમે મને યાદ છો હો …. મને ખબર છે કે પંજાબી ડ્રેસ કે સાડીને ગજવા ના હોય ,મીડી કે મીની સ્કર્ટમાં ગજવા ના હોય …પેન્ટ ના હોય પણ વસ્તુઓનો સ્ટોર રૂમ થોડો બનાવાય દોસ્ત ???પણ આપણું ગજવું એક ટ્રેન્ડી, સ્ટાઈલીશ પર્સ કે હેન્ડબેગનું રૂપ ધારણ કરી લે છે …..એની અંદર એક નાનું મની પર્સ , કોલેજ ગર્લની નોટ બૂક સાથે એક મીની ફેસ વોશ ,એક કે બે લીપ સ્ટીક ,ફેસ પાવડર ,એક કોમ્બ કે બ્રશ ,એક નાનો અરીસો ….અને તમે જે બીજું રાખતા હો …ફોન ની ડાયરી ,મોબાઈલ ને એવું બધું ……

પેલા બ્લ્યુ કોલર વર્કરના ડેનીમ ના પેન્ટ શર્ટ ના ડઝનબંધ ગજવામાં સમાયેલા હેન્ડી ટૂલ એ ફેક્ટરી માં જોવા અવશ્ય મળે …

આ કપડામાં આવેલા ગજવા એ મકાન જેવા છે અને વસ્તુઓ કાયમી જામી ગયેલા ભાડુઆત જેવા છે ….મકાન જેવા કપડા રોજ ધોવાય ,બદલાય ,સુક્વાય અને ઈસ્ત્રી પણ થાય ….અને ભાડુઆત રોજ નવા મકાનમાં શિફ્ટ થયા કરે લગભગ ભૂલાયા વગર …જો કોઈ વસ્તુ ભૂલાય તો તમને ખબર છે કેવી હાલત થઇ જાય ……જયારે કોઈ ખિસ્સાકાતરું નામનો મોરલો કળા કરી જાય ત્યારે કહેવાય ખિસ્સું કપાયું ….

એક વાત કહું જયારે તમારું ગજવું કાણું થઇ જાય ત્યારે તરત સીવી લેજો મજબુત નહીં તો કોઈ અમુલ્ય અસ્ક્યામત તેમાંથી સરકી જશે ……

ગજવું એક મહામુલી જણસ છે અને એમાં રહેલી વસ્તુઓ તમારા વ્યક્તિત્વની ઓળખાણ છે એ નાં ભૂલતા ……

Advertisements

4 thoughts on “ગજવું …..

 1. અરે આપે ગજને રજ માં સમાવી દીધો – એટલે કે ગજવામાં 🙂

  ગજવું – ઓહ નો, કેટ કેટલી વસ્તુ આજ સુધી આ ગજવાઓમાં ભરી છે, અને તો યે બીજા દિવસે ફરી પાછું શીફ્ટીંગ તો ઉભુ જ હોય !

  લખોટી, ભમરડો (ભમરડાની આરથી ખીસ્સામાં કાણા પડતા અને પછી લખોટી સરી જતી), પેન્સીલ, ખારી શિંગ (અમે ખારા બી નથી કહેતા – ખારા બી કદાચ રાજકોટ કે જામનગરમાં કહે છે), કોકના આંબાની પાડેલી કેરીઓ, ચણી બોર, અરે આ યાદી તો ખૂટી નહીં ખૂટે.

  ગજવું કપાય એટલે કે ફાટે તો તરત જ સાંધી લેવું. એક વાર મને ખબર નહીં અને ફાટેલા ગ વામાંથી મોબાઈલ પડી ગયો, તાબડતોબ નવો ખરીદ્યો (ઉધાર જ વળી, મોબાઈલ વેચનારા અમારા ક્લાયન્ટ છે) થોડી વાર થઈ ત્યાં તો નવો મોબાઈલ ગજવામાંથી સરી જવા લાગ્યો અને ખબર પડી કે જુનો મોબાઈલ ખોવાયો તેનું કારણ આ છીદ્રાળું ગજવું છે. ગજવું તો શું નવે નવા પેન્ટ આવી જાય તેનાથી વધારે કિંમત ફાટેલા ગજવાની ચૂકવવી પડતી હોય છે.

  ગજવું હંમેશા તપાસતા રહેવું જોઈએ – જો ફાટ્યું હોય તો તરત જ મજબૂત સાંધી લેવુ – પણ ફાટેલા ગજવે બહાર જવાનું જોખમ ખેડવા જેવું નથી (અનુભવે કહું છું)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s