છત્રી ……


છત્રી ……
આજે છાપામાં એક વાક્ય વાંચીને સ્મિત આવી ગયું ચેહરા પર ….
અવનીના પ્રથમ દિવસે યક્ષને યક્ષી યાદ આવે ,
અને મને મારી ખોવાઈ ગયેલી છત્રી યાદ આવે ….
= જ્યોતીન્દ્ર દવે ….
આજકાલ તો આ છત્રીના દિવસો છે …બે મહિના રાજ કરે હો આપણા પર ….પેલી કાળી લાંબા તારની દાદાની લાકડી જેવી લાંબી છતરી તો ગુજારેલા જમાના ની વાત છે …હવે તો સ્મોલ એન્ડ સ્લિક માત્ર પર્સ કે સુટકેસમાં સમાતી છત્રીનો જમાનો છે …પણ કામણગારી છત્રી એવી કન્યા જેવી નાજુક જ હોય છે …જો જોરદાર હવા સાથે વાતો કરતો વરસાદ આવ્યો તો એનો કાગડો …મને છત્રી ના પલટાવાને કાગડો થવો એમ કહે છે જે આજ સુધી સમજાયું નથી …બીજું કોઈ પક્ષી કેમ નહીં ??? પણ અનુમાન છે કે પહેલા છત્રી ફક્ત કાળી જ મળતી અને કાગડાનો રંગ પણ કાળો હતો …અને પ્રદુષણ પણ આટલી હદનું નહોતું એટલે કાગડા ને ચકલીઓ આપણા આંગણામાં અને ચકલી તો જાણે પોતાનું જ ઘર હોય એમ માળા બાંધવાનો વણલખ્યો હક હોય એમ માળિયામાં વસવા લાગતા…..ઈંડામાંથી નીકળતા બચ્ચાનો કલબલાટની મધુરપ હવે ભૂતકાળ થઇ ગયી છે ….
આ છત્રી પર ગુલઝારે સરસ લખ્યું છે : એક અકેલી છત્રીમેં દોનો આધે ભીગે આધે કોરે તુમ્હે છોડ આયી થી …એવું કૈક હતું ….બરાબર યાદ નથી આવતું ..પણ રોમાન્સમાં વરસતા વરસાદે એક છત્રી નીચે ચાલવાની પણ મઝા હતી …..એક જાડો વ્યક્તિ હોય ને એક પાતળો હોય ત્યારે બિચારો પાતળો વ્યક્તિ પલળવાની સજા અનાયાસે પામતો હોય …આપણા બાળકો તો છત્રી ની બહાર જઈને પલળી જાય ને આપણે ખીજાઈ જઈએ પલળવાનું નહીં …….શરદી થઇ જશે …..કેટલું બધું ને ????
સડકને કિનારે એક છત્રી નીચે બેઠેલા મોચીકાકાને છત્રી સાંધવાનાના વધારાના પૈસા મળતા …..રંગબેરંગી છત્રી …પેલી નાનકડી ભૂલકાઓની છત્રી સાત રંગની …એ પહેરી ને સોરી ઓઢીને આપણે રાજા મહારાજાની અદા થી રસ્તા પર જતા …….મને હજીય ગમે મારી ખુબ મોટી છત્રી લઈને મારી અગાસી પર ફરવાનું જયારે વરસાદ પડતો હોય ……એક રોમાન્સ અને એક રોમાંચ લઇને ……
પણ ચોમાસા વગર પણ આપણા જન્મ થી મૃત્યુ સુધી પણ એક અદ્રશ્ય છત્રી યાદ આવી ????
આપણા માતા પિતા અને વડીલો નું છત્ર …આપણા દરેક ગમ…દરેક દુખમાં એમની હુંફનું છત્ર એ આપણી પર એમનું આજીવન ઋણ જ રહેશે …
આપણા કોઈ સાચા મિત્રની દુખના સમયે મળેલું સહાનુભુતિ અને મદદનું છત્ર ….આપણા શિક્ષકોએ આપેલું આપણને જ્ઞાન નું છત્ર ……
અને એ ઋણ ઉતારવાનો પ્રભુ એ આપેલો એક મોકો એક તક ….તમે પણ કોઈના સાચા છત્ર બની શકો ને !!!!!!!!!!!!!!!!!!!!

Advertisements

One thought on “છત્રી ……

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s