હમ જો ચલને લગે …


ક્યારેક એકલા એકલા બેઠા અચાનક તમે કૈક એવું સાંભળો છો કે તમારી સ્મૃતિઓ સળવળીને ઉભી થાય છે અને તમને એવું લાગે છે કે તમારી જીવનની કેટલીક ક્ષણો એવી છે જે તમે હમણાં જ સાંભળી ….
મને રેડીઓ સાંભળવો બહુ ગમે …લખવા પછીનું મારું એક અત્યંત જરૂરી હોય એવું કોઈક ……એક દિવસ સાંજના સમયે એક સ્ટેશન પર એક ગીત વાગ્યું …
હમ જો ચલને લગે ચલને લગે હૈ એ રાસ્તે…….
આ મારું ખુબ ગમતું ગીત છે ….અને મને યાદ આવી ગયું …જે રીતે આ ગીત ફિલ્માવાયું છે એવી જ કેટલીય પળો હું મારી જીવનમાં જીવી ચુકી છું ….અને કદાચ એ રીતે જીવવું એ લાગણીને શબ્દમાં ના સમજાવી શકાય …ભારતના પૂર્વ ઇશાન ખૂણા સિવાય હું લગભગ આખું ભારત ફરી ચુકી છું ….ક્યારેક પેકેજ ટુર માં તો ક્યારેક એકલા જ …લગભગ દરેક રાજ્યને મેં બારી માંથી નિહાળ્યું છે ….એક આછેરી ઝલક જોયી છે ને માણી છે …અમે ત્રણ વ્યક્તિ ત્રણ થેલા ખભે મુકીને નીકળી પડીએ …બસ જવાના દિવસનું રીઝર્વેશન અને પાછા વળવાનું રીઝર્વેશન સાચવી લેવાનું અને પંદરેક કે વીસ દિવસ બસ ફર્યા કરવાનું વણઝારાની જેમ …જયપુરના રસ્તા પર એક ખુમચા પર મિર્ચી વડા ખાવાના હોય કે પછી અંબર કિલ્લાનો ઈતિહાસ જોવાનો હોય …પગ રીક્ષામાં બેસીને શહેર ની ગલીયોમાં ફર્યા કરવાનું હેતુ વગર ..હરિદ્વાર ગંગા કિનારે ત્રણ કલાક બસ નદીને જોતા બેસી રહ્યા હોઈએ …કે ત્રણ કલાક ના રસ્તે બસ માં બેસીને દેવપ્રયાગમાં અલકનંદા અને ભાગીરથી ના સંગમ પર એને ગંગા બનીને આગળ જતા જોઈ રહેવું ….દિલ્હીના અને કોલકાતા મેટ્રો સ્ટેશન પર એક જગ્યાએ થી બેસવાનું અને છેલ્લા સ્ટેશન સુધી જઈને ત્યાંથી પાછા મેટ્રો માં બેસી ને આવવાનું ……ચાર દિવસ દિલ્હી માં ફરતા આગ્રા ને મથુરા વૃંદાવન પણ થઇ જાય … દાર્જીલિંગ ના ટેક્ષી સ્ટેન્ડ થી અચાનક ગંગટોક ફરીને પાછા રીઝર્વેશનના દિવસે જલપાઈગુડી જઈ નિર્ધારિત ટ્રેન માં કોલકાતા …બોડાબાઝાર થી હાવરા સ્ટેશન સુધી હાવરા બ્રીઝ પર પગપાળા ચાલતા જવાની મઝા …અને બ્રીઝની વચ્ચોવચ ઉભા રહીને ગંગોત્રીની ગંગા થી આ ગંગાસાગર બનવા જતી ગંગાનું એક એહસાસ ને માનસપટ પર ચીતરી દેવો ….બિહાર ના ચાર ઘર વચ્ચે તળાવ અને એમાં ખીલેલા ગુલાબી કમળો જોયા કરવા ટ્રેન ની બારી માંથી …..કદાચ એક ફિલ્મ કરતા પણ રોમાંચક હતું …જિંદગીએ કેટલીય આટલી સરસ પળો આપી છે મને એ માટે પ્રભુ નો આભાર માનવાનું મન થાય છે …………………
હમ જો ચલને લગે ચલને લગે હૈ એ રાસ્તે ,
હં ….મંઝીલ સે બેહતર લગને લગે હૈ એ રાસ્તે …
હં …..
ખો જાયે હમ હો જાયે હમ યું લાપતા …
હા …
મિલો ચાલે જાના કહાં ના હો પતા …..
હમ જો ચલને લગે …ચલને લગે હૈ એ રાસ્તે ……

Advertisements

One thought on “હમ જો ચલને લગે …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s