પરિપક્વતા …ગંભીરતા ……


પરિપક્વતા …ગંભીરતા ……
આ બેઉ વસ્તુ આપણી જિંદગીમાં વીતતા વર્ષો સાથે અને મળતા અનુભવો સાથે આવે છે …આપણી બાલ્યાવસ્થામાં આ બેઉ વસ્તુથી આપણને છેટું હોય પણ …આ દુનિયા ના અનુભવો ધીરે ધીરે અજાણપણે આપણી પાસેથી આપણી નિર્દોષતાને નિર્ભેળ હાસ્ય છીનવતા રહે છે …
બસ આ સ્થિતિને આપણે પરિપક્વતા અને ગંભીરતાનું રૂપાળું નામ આપી દઈએ છીએ ……
એક સરસ મેસેજ આવ્યો મારી પાસે …
જે વસ્તુઓથી આપણું દિલ પહેલા તૂટી જતું હતું એને જયારે આપણે જિંદગીએ કરેલી મજાક સમજીને હસી શકવા માટે સમર્થ થઈએ એને કદાચ પરિપક્વતા કહી શકાય …..
કેટલું સાચું છે નહીં !!!!!!!! પણ કેટલી બધી વાર આપણે દિલ સાથે સમજુતી કરવી પડે છે …આપણું દિલ કેટલી વાર તોડવું પડે છે …કેટલા દર્દમાંથી પસાર થવું પડે છે …અને આપણી નિષ્ફળતાનો સ્વીકાર કરવું પડે છે ……અને ત્યારે આપણે શીખીએ છીએ કે આ બધી વસ્તુ ને એક જોક તરીકે લઇ શકીએ ….
મને એમાં એક સોનેરી વાત દેખાય છે …કે આટલી બધી હતાશા …નિષ્ફળતા ….મંઝીલ ના મળવાની નિરાશા છતાય આપણે જિંદગીમાંથી શ્રદ્ધા ગુમાવતા નથી …અને જીવવાનું છોડતા નથી ….અને એટલે જ જિંદગી જીવવા જેવી નથી એ નકારાત્મક લાગણી થોડી વાર આવીને જતી રહે છે …અને આપણે ઉભા થઈને ચાલવા માંડીએ છીએ …….
જિંદગી હમેશા બધી પરિસ્થિતિઓ થી ઉપર છે …એને પરિસ્થિતિ સાથે કોઈ લાગતું વળગતું નથી …અને લગભગ ઘણા બધા સંજોગો આપણી તકદીર નહીં પણ આપણા ખોટા નિર્ણયો થી ઉદભવેલા હોય છે અને એને આપણે ખોટી રીતે હેન્ડલ કરીએ એ પણ એક કારણ ખરું …….
આપણી છત્રી વાવાઝોડામાં કાગડો થઇ જાય એ આપણા હાથની વાત નથી પણ એ તૂટેલી છત્રી રીપેર ના કરાવીએ કે નવી છત્રી ના ખરીદીએ એ ના ચાલે ….વાવાઝોડામાંથી પસાર થવા રેનકોટ પહેરવો પડે અને છત્રી ના ચાલે આ સબક શીખીએ એને પરિપક્વતા કહેવાય ……

Advertisements

2 thoughts on “પરિપક્વતા …ગંભીરતા ……

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s