પુલ બાંધો …દીવાલ નહિ …..


બે પેઢી વચ્ચેનું અંતર ……
આદમ અને ઈવના સમયથી ચાલ્યું આવે છે …અને કદાચ માણસ ચંદ્ર પર વસાહતમાં રહેવા જશે તો પણ ચાલુ જ રહેશે ……આપણને ફરિયાદ કે આપણા માં બાપ
આપણને સમજતા નહોતા,આપણા સંતાનો કહે છે આપણે એમને સમજતા નથી …..જો બધું સમજી જવાય તો જીવવાની મજા કેવી રીતે આવશે ??? બોલો ….હવે છે ને આપણે દીવાલ ચણીએ
છીએ ..પુલો બાંધતા ભૂલી ગયા છે …ફ્લાય ઓવર બાંધીએ છીએ ..એક રસ્તા પર બીજો રસ્તો …અંતર ઉપર નીચે હોય કે આગળ પાછળ ..પણ એના પર પુલ નથી હોતો …..આજની પેઢીને બહુ નજીક થી જોઈ છે ..મને એ મારા દાદાની પેઢી કરતા નિખાલસ લાગી છે …એ છુપાવવામાં નથી માનતી …એ બધું જાહેર માં કરે છે …બસ આપણી વિચારધારા એને પચાવતી નથી …..આપણને મોબાઈલ પર ચીટકી રહેતી એ પેઢી પર ગુસ્સો આવે એ સ્વાભાવિક છે પણ મને વિચાર આવે છે કે મારી બહેનપણી હોય કે પડોસમાં વસતી પેલી નીના પ્રજાપતિ …એની સાથે મારો કોઈ સંપર્ક નથી …ફક્ત યાદો જ છે ….ગણિતના ખોટા દાખલા ગણવા કરતા ઇન્ટરનેટ પર મેલ કરીને સોલ્યુશન મોકલવું કેટલું અદ્ભુત છે ….કદાચ આપણા પાડોશીનું નામ નથી જાણતા પણ એમના દ્વારા થતી સાચી ખોટી પંચાતમાંથી આ લોકો મુક્ત છે ….એ લોકો મો પર કહી શકે છે તેથી દુખ લાગે છે પણ મનમાં દ્વિધાની વચ્ચે કમને જીવવાની સજા નથી થતી …..એ લોકોને સમજવા હોય તો દીકરીની જેમ મીની કે જીન્સ પહેરીને કે થ્રી ફોર્થ પર સ્લીવલેસ ટી શર્ટ પહેરીને નહિ એમના મનોજગત સાથે સેતુ બાંધો…એમની જેમ વિચારતા શીખશો તો કદાચ એમની સમસ્યા સમજાશે ..અને તમારો અનુભવ એમની ગુંચ ઉકેલવામાં મદદ કરશે …એમનો વિશ્વાસ જીતી શકશો …બાપ અને દીકરો સાથે બેસીને શરાબ પીએ એમાં નહીં પણ બેઉ પેઢી તેમના અનુભવોને ભોજન ના ટેબલ પર ચર્ચા કરશે તો આ અંતર પર પૂલ બંધાશે ….
મને સૌથી વધારે નવી પેઢી ની વિચાર સરણી કોની પાસે થી શીખવા મળે છે કહું ??? મારા એક નાનકડા સાત વર્ષના ફ્રેન્ડ પાસે થી …નિખાલસતાથી એ બધું કહે મને …એ પરથી ખ્યાલ આવે કે આ ઉમરે છોકરાની સમજ આપણી પેઢી કરતા ઘણી પુખ્ત છે …મને એને રમી રમવા કહ્યું …મને ના આવડે ..તો હાથ ખેંચીને બેસાડી ..એનું અર્ધું પર્ધુ જ્ઞાન હતું પણ મને શીખવે …વાત ખોટી હતી કે તે પત્તા રમે એ પણ પૈસાની જગ્યા પર પાના થી પણ એ બાળકને એમાં અજુગતું નહોતું લાગ્યું …અને જીજ્ઞાસાની સરહદ પર એ સારું બુરું વિચારતો જ નહોતો …..બસ અહીં જ એને સમજ આપી શકાય …પણ એની સાથે રમવા બેસવું પડે ….
આપણી પેઢી કરતા નવી પેઢી ટેકનોલોજીના વરદાન સાથે જન્મી છે …એની પાસે થી શીખવાની મજા આવે છે …..અને હું ફરી બાળક બની વિનાસંકોચે શીખું ત્યારે મારી ઉંમર મને નાની લાગે છે માનસિક રીતે …..
બસ પુલ બાંધો …દીવાલ નહિ …..

Advertisements

One thought on “પુલ બાંધો …દીવાલ નહિ …..

  1. સાચી અને સીધી વાત છે. પુલ બાંધીશું તો જ સંબંધ સચવાશે અને જળવાશે. નહીતર જેમ અત્યારે જૂની પેઢી અને નવી પેઢી વચ્ચે થઇ રહ્યું છે એમ દીવાલ ચણાતી જ જશે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s