ગણપતિ બાપ્પા …..


આજે ગણેશ ચતુર્થીનો શુભ દિવસ છે …..
એક હિંદુ કોઈ પણ શુભ કાર્ય પહેલા જે દેવતાની પૂજા અર્ચના સ્થાપન કરે છે તે દેવ એટલે આપણા ગણપતિ બાપ્પા …..
એના વિષે પ્રચલિત તમામ કથા વાર્તા આપણને ખબર છે ….પણ મને ગણપતિમાં આસ્થા છે …મને હંમેશા એમની મૂર્તિ જોઉં ત્યારે એક વસ્તુ નો ખ્યાલ આવે છે કે વ્યક્તિની બુદ્ધિમતા અને ચાતુર્ય એના દેખાવ કરતા વધારે અસરકારક છે …ગણપતિ એમના કાર્ય અને બુદ્ધિમતાને લીધે સર્વત્ર પૂજ્ય છે …તમે સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિર માં જાવ કે જૈન દહેરાસરમાં કે કોઈ પણ મંદિરમાં સૌથી પહેલા તમને ગણપતિની મૂર્તિની સ્થાપના જોવા મળે …અને આપણા ઘરના પ્રવેશદ્વારે પણ એ હંમેશા આપણું ઘરમાં સ્વાગત કરતા હોય છે …ના જાણે કેટલી આફતોનો અણસાર એ બારસાખે બેસીને હરી લેતા હશે …….જિંદગીના સર્વ સારી બુરી ચીજોને મોટું પેટ (અહીં મન ) રાખી પચાવતા શીખવે છે આ રિદ્ધિ સિદ્ધિના દાતા ….જરૂર પડે ત્યારે પોતાના દાંતને તોડી કલમ બનાવી વેદવ્યાસનું કામ ના અટકાવતા ગણપતિ આપણને વિઘ્નો કેવી રીતે ઓળંગવા તે શીખવે છે …સિદ્ધિ માટે કાર્ય અને કુશળતા સાથે બુદ્ધિમતાનો કેવી રીતે સુભગ સંગમ કરી શકાય તે આપણે આજે સિદ્ધિવિનાયક પાસે શીખીએ …..એ આપણા વિઘ્નહર્તા છે પણ શક્ય હોય તો આપણે પણ કોઈકના દર્દ દુઃખ વહેંચીએ તો !!!!!!
આજે ગણપતિ પાસે સવિનય નમન કરતા કશું માંગવું નથી ….એમની કૃપાનો એહસાસ થતો હોય ત્યારે માંગીને શું કરવું ????? એમની અસીમ કૃપા આમજ વરસતી રહે ……
वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ ,
निर्विघ्न कुरुमेदेव सर्व कार्येषु सर्वदा ……

Advertisements

One thought on “ગણપતિ બાપ્પા …..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s