મૌન ને આભુષણ બનાવો ……..


મૌન ………
ખામોશી …..નિશબ્દતા …..
કદાચ દુનિયાની સૌથી મજબુત સ્થિતિ છે …મૌન રહેવું …..બહુ મુશ્કેલ છે …પણ જરૂરી પણ …આનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો એ બહુ જ ઓછા લોકો જાણે
છે …પણ જેને એ આવડે છે એના એક એક શબ્દ અમુલ્ય છે …
સૌથી દુષ્કર છે જયારે કોઈ આપણી આલોચના આપણી સામે જ જાહેર માં કરે ….આપણા પર કોઈ દોષારોપણ કરે અને આપણે ચુપ રહીએ એ ખુબ મુશ્કેલ છે ..આપણા ખોટેખોટા વખાણ થતા હોય ત્યારે આપણે એ ગેરસમજ દૂર કરવા કોઈ વાર પ્રયત્ન કર્યો છે ??? ના એ ચાલે …પણ સાચી આલોચના થતી હોય તોય આપણને ના ગમે !!!! હા આ સ્થિતિ માનવસહજ છે ….જયારે સુખમાં હોઈએ ત્યારે એને ખુબ ગાઈ વગાડીને કહીએ છીએ
અને દુઃખ હોય તોય કરુણામય સિતારના તાર છેડીને રાગ વિષાદનો આલાપ કરીએ છીએ …પણ બેઉ સ્થિતિ માં મૌન રહે એ માનવ મુઠી ઊંચેરો કહી શકાય …મને શાંત રહેવું મૌન રહેવું બહુ ગમે …..પણ મારું મન ક્યારેય શાંત કે મૌન ના હોય …જે દ્રષ્ટિ જુએ એનું મનોમંથન સતત ચાલ્યા જ કરે ….એમાં પણ પક્ષ વિપક્ષ હોય અને સ્વસ્થ ચર્ચાને પૂરો અવકાશ મળે …આ સેમેસ્ટરમાં કોઈ જીત હાર કે ગ્રેડેશન નહીં પણ હા એક પગથીયું ઉંચે જવાની પરીક્ષા હોય …
મારા મિત્રોની એક ફરિયાદ કે હું ક્યારેય ફોન કરતી નથી ….પણ મને રૂબરૂ મળવામાં જે મજા આવે એ ફોન પર નથી આવતી …ફોન પર આડીઅવળી વાત નહિ, મુદ્દાસર વાત …અને પાંચ મિનીટ પછી બોલવાનો કંટાળો આવે ..ફક્ત હા ના અંહ …બસ ..પણ એ જ વખતે જે સાંભળવાનું એ ખુબ ધ્યાન થી સાંભળવાનું …..
જો તમે એ સારા શ્રોતા બનો તો મુશ્કેલીઓ ના ઉપાયો લોકોને સાંભળવામાંથી મળી આવે છે …કેમ કે દરેક વ્યક્તિ કોઈક તબક્કે તો સરખા જ અનુભવો ધરાવે છે …..મારું મૌન બહુ અકળ છે …ગુસ્સામાં તો હું મૌન જ રહું છું …થોડી વાર પછી જયારે મને લાગે કે મારી ભૂલ છે તો તરત માફી માંગી લેવાની …….
જયારે કોઈ વસ્તુ ખુબ ગમે તો તેના સાચા વખાણ કરવા જ કરવા …સામે વાળી વ્યક્તિએ ખુબ મેહનત કરી છે અને એ પ્રશંસાની હકદાર છે ત્યારે બોલવું એને માટે પ્રોત્સાહક હોય …ત્યાં મૌન છોડો …..ક્યારેક મૌન રહેવાથી આપણી મૂર્ખતા કે અજ્ઞાન પણ ઢંકાઈ જાય છે ……
જયારે હું પ્રકૃતિને ખુબ સુંદર સ્વરૂપે જોઉં છું …પહાડો માં , લહેરાતા ખેતરોમાં …કે બાળકના હાસ્ય માં ત્યારે મારું મૌન આંખમાંથી પણ વરસે છે ……
મૌન રહો તો ભગવાનનો અવાજ પણ સંભળાય છે ભીતર માં ….ઓમ….ઓમ …….
મૌન ને આભુષણ બનાવો ……..

2 thoughts on “મૌન ને આભુષણ બનાવો ……..

Leave a comment