એનું નામ અદીરા…..


એની ઉંમર સોળ વર્ષ …એક ડાન્સ અને ગીત સ્પર્ધાની ક્વાર્ટર ફાયનલના રાઉન્ડમાંથી હારીને જઈ રહી છે … એનું નામ અદીરા…..એના સ્પર્ધામાંથી જતી વખતના આ શબ્દો :
“મને નિર્ણાયકોએ જે ટીપ્સ અને સલાહ આપી છે ,જે મારી ખામી કહી છે ,મારી હાર ના કારણો કહ્યા છે તે હું યાદ રાખીને મારું નૃત્ય સુધારીશ …..અને હજી તો આ મારી કારકિર્દીનું પહેલું પગથીયું છે …ત્યાં જ મને સરોજખાન જેવા નિર્ણાયક મળ્યા …હજી મારી ઉંમર સોળ જ વર્ષ છે ..અને મારી સામે આખી જિંદગી પડી છે …..અબ કે મૈં જબ આઉંગી તો સબકો ફાડ ડાલુંગી……”
તેણે અને તેના સાથી ગાયકે રડ્યા વગર હસતા હસતા વિદાય લીધી ….
કાલે ડી ડી પર એક રીયાલીટી શો જોયો ત્યારે એ છોકરી પર વારી ગયી …….આ સ્પીરીટ હોય તો એ જીતે કે ના જીતે પણ એને જિંદગી સાથે નો પ્રેમ અકબંધ રહે જ રહે ….એનું નૃત્ય મને બહુ ગમે …જેવું સંગીત ચાલુ થાય અને એક વીજળી સ્ટેજ પર આમ તેમ દોડતી હોય એવું લાગે …સંગીતની થાપથી તે આગળ દોડતી હોય …એ પોતાની અંદરથી સ્ફૂરણાથી નૃત્ય કર્યા જ કરે …એ પોતાના નૃત્યને જીવતી લાગે …એને જોઈએ ત્યારે નૃત્યની બારીકી જોવાની ભૂલી જ જવાય …..
મને વિચાર આવ્યો …કે સંગીત સાથે ચૂક થવાના કારણે એ હારી ગયી …પણ જયારે મોર નૃત્ય કરે છે ત્યારે શું સંગીત હોય છે ??…એની મગ્નતા જ એના નૃત્યને સૌન્દર્ય બક્ષે છે …કોયલ ગાય છે ત્યારે શું કોઈ સાઝ વાગે છે ???તોય એ બેસૂરી ક્યારેય નથી લાગી …..સંગીત તો આત્માનો અવાજ હોય એને છંદ ,તાલ ,થાપમાં બાંધીએ તો તેનું નૈસર્ગિક સૌન્દર્ય ઓજપાતું હોય એવું લાગે નહીં ????સહજ વહેતા ઝરણાનું ગાન અને નૃત્ય એટલે તો સુંદર હોય છે અને એટલે જ તો એ આપણા હૃદયને સ્પર્શી જાય છે …
આવા નૈસર્ગિક કળા ધરાવતા લોકો સ્પર્ધાના નિયમોને આ જ કારણે કદાચ પુરા કરીને વિજેતા બની નથી શકતા ..અને એ જો પોતાને બાંધે તો સૌન્દર્ય ખોઈ બેસે છે …..એવું જ કવિઓકે લેખકોનું હોય છે …કળા એટલે જ ઉદ્દાત હોય છે અને એની નિશ્રામાં આપણને માનસિક શાંતિ લાગે છે ….
તમને જો સમય હોય તો યુ ટ્યુબ પર ફિલ્મ સુર ના તમામ ગીતો જરૂર જોજો …એમાં એક ગીત છે :
દિલમેં જાગી ધડકન જૈસે પહેલા પહેલા સાવન ….એમાં નાયિકા બસ આ જ મૂડ ને ઉજાગર કરે છે ……એ ફિલ્મ નિષ્ફળ ગયી પણ એનું નૈસર્ગિક સૌન્દર્ય તો એના ગીતો છે …..

Advertisements

4 thoughts on “એનું નામ અદીરા…..

 1. સુર ફિલ્મનું આ ગીત તો મને પણ ખુબ જ ગમે છે.
  કોઈ પણ બંધન કે મર્યાદા વગર પોતાની કલાને સજાવવામાં આવે તો એનો નિખાર કંઈક અલગ જ હોય છે. કારણ કે એ વ્યક્તિ ની અંદરથી જન્મતી હોય છે.

  Like

 2. હરીફાઈ / પરીક્ષા / રેન્ક / મેરીટ જ્યાં હોય ત્યાં અનેક લોકો એક વિષય પર પોતાની રજૂઆત કરવાના અને નિર્ણાયકો સ્પર્ધકોની રજૂઆતને આધારે નિર્ણય આપવાના. એવું જરૂરી નથી કે પ્રેક્ષકો અને નિર્ણાયકો સહમત હોય. મુખ્ય વાત છે રજૂઆત વખતે સ્પર્ધકને આનંદ આવ્યો કે નહી? અને કદાચ કોઈ સ્પર્ધકને ઓછી મેરીટ આપવી પડી હોય તો તે વખતે નીર્ણાયકને દુ:ખ થયું કે નહીં?

  સ્પર્ધકને ટ્રોફી મળી કે ન મળી તે મહત્વનું નથી પણ તેને નીર્ણાયકના અને પ્રેક્ષકોના દિલમાં સ્થાન મળ્યું કે નહીં તે અગત્યનું છે.

  બીજી મહત્વની વાત છે કે સર્વ સ્પર્ધકોએ એકબીજાને દુશ્મન નહીં પણ મિત્ર સમજવા જોઈએ અને જે હારે તેણે ખેલદીલી પૂર્વક જીતનારને અભીનંદન આપવા જોઈએ.

  આ જીવન એક અનંત ઉત્સવ છે. જેટલું જીવીએ આનંદથી જીવીએ. જિંદગી જિંદાદીલીથી જીવવાની હોય – તેમાં નીરાશા / હતાશા આવે તો યે તેને ખંખેરી નાખીને ફરી પાછું ખુમારી પૂર્વક બેઠા થવું તેનું નામ યથાર્થ જિંદગી.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s