સોરી …સોરી …..


સોરી …સોરી …..આ શબ્દનો ઉપયોગ આપણે કેટલી બધી વાર કરીએ છીએ કેમ ??? સોરી એટલે સિમ્પલ : હું આ બાબતે ખુબ દિલગીર છું …મને ખુબ દુઃખ થયું … ક્યારેક આ શબ્દો ઉચ્ચારવા ખાતર ઉચ્ચારવામાં આવે છે કે ક્યારેક ખરેખર દિલથી સાચી લાગણીથી ….પ્રેમની જેમ આ બે અક્ષરનો શબ્દ જાદુઈ હોય છે …..ખરેખર આ સોરી શબ્દથી દુઃખ ઓછું થાય છે ??? ના દુઃખની માનસિક લાગણી ઓછી થાય છે …લાગે છે કે આપણી પાસે કોઈ એવી વ્યક્તિ છે કે જેને આપણી પરવા છે ..એને આપણા દુઃખ કે સુખથી ફરક પડે છે …અને આ માનસિક સંતોષ આપણા દુઃખની લાગણીને થોડી ટૂંકાવી દે છે …..અને કહે છે ને કે સુખ અને દુઃખ એ બેઉ મનની પરિસ્થિતિ છે તો આ મનની પરિસ્થિતિ જ બદલાય છે …તેથી આપણે દુઃખને થોડા સમય પછી ભૂલી પણ શકીએ છે …
આ બધી સમસ્યાના ઉકેલ આપણી અંદર જ હોવા છતાય કોઈક આવે છે આપણા મનના કમાડ ખોલે છે …ખભે હાથ મુકે છે ત્યારે આપણે આપણા દુઃખને ભૂલીએ છીએ ….
કોઈક વ્યક્તિ એવી પણ હોય છે કે તે ક્યારેય કશું જ કહેતી નથી …એને દુઃખ હોય તોય નહીં …પણ તોય એ સ્વસ્થ થઇ જતી હોય તેનું કારણ કે એને પોતાના દુઃખનું નિવારણ અંદર થી મળી જાય છે …જયારે કોઈ અમંગળ પ્રસંગ હોય ત્યારે જે વડીલ હોય ને તે સ્વસ્થ વહેલા થઇ જાય છે કેમ કે એમની પાસે અનુભવનું ભાથું હોય છે …એમણે જીવનની તડકી છાંયડી જોઈ હોય છે …અને એ વડીલ એ પણ જાણતા હોય છે કે જો એ તૂટી જશે તો નાના હોય તેને હિંમત કોણ આપશે ???
જયારે આપણને લાગે કે સમી વ્યક્તિને આપણી કોઈ વાત થી દુઃખ થયું છે તો એને સોરી કહો …પણ જો તમે એ વ્યક્તિને તેના ભલા માટે કૈક કહ્યું છે તો સોરી ના કહો સમજાવો …..
ઘણી વાર એમ પણ થાય છે કે એક સામાન્ય વાત ચર્ચામાં ને ચર્ચા માં ખુબ લાંબી ખેંચાઈ જાય છે અને તેમાંથી કદાચ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનતો લાગે તો વાત અટકાવી સોરી કહી દો …જેથી એ ચર્ચા તમારા સંબંધો પર હાવી થઇ એને બગાડી ના દે …..
અને ક્યારેક તમને કોઈ વ્યક્તિના માત્ર અહંને પોષવા ખાતર પણ સોરી કહેવું પડતું હોય …એમાં ખુબ મોટા લોકો જે હોદ્દા ,જ્ઞાન કે ઉંમરમાં તમારાથી મોટા હોય છે …..તેમને એવું લાગે કે માત્ર તેમના હોદ્દા ,જ્ઞાન કે ઉંમરને લીધે અનુભવ ને લીધે તેઓ ખોટા ના જ હોઈ શકે એમ લાગે છે …પણ જયારે એવા લોકોને તમે સાચા હોવા છતાય સોરી કહો છો ત્યારે તમારા સંબંધ થોડા નબળા પડે છે …….
સોરી દિલ થી કહેવાની વસ્તુ છે …તો જ એ અસરકારક હોય છે …..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s