તું કેમ બહાર આવે છે ??


આંસુ …….સેલાઈન વોટર ….
આઈ હેઇટ ટીઅર્સ..પુષ્પા ……અમરપ્રેમ ફિલ્મનો આ મશહૂર ડાયલોગ …આંસુ એ આંખોની ફેક્ટરીમાં બને છે ..અને જયારે દર્દ કે અતિ ખુશીનું ઇંધણ એમાં પડે ત્યારે જેમ આગમાં ઘી નાખતા થાય તેમ આંસુ પાંપણનો ઉંબર ઓળંગીને બહાર ધસી આવે ….
શું કારણ હશે કે દરિયો ય ખારો ને આંસુ પણ ??? કોઈ સંબંધ ખરો ??? જે આંસુ વહાવી નથી શકાતા એ બધા સ્વપ્નની સુરંગમાં થઇ દરિયામાં પહોંચતા હશે ??? દરિયામાં પાણી ખૂટતું નથી તેમ આંખમાં આંસુ પણ નથી ખૂટતા …..મીઠા પાણીનો વીરડો હોય અને ખારા પાણીનો દરિયો ……આંસુ હંમેશા પાંપણોનો બંધ તોડીને ધસી આવે છે પણ દરિયો ક્યારેય મર્યાદા નથી ઓળંગતો ….
આપણી જિંદગીમાં સમાયેલા નવ રસ પૈકીનો એક કરુણ રસને આ આંસુ સાથે સંબંધ બહુ ગાઢ અને હાસ્ય રસ સાથે દૂરના પિતરાઈ જેટલો ખરો ……
કહે છે પુરુષોને આંસુ પાડવામાં પુરુષાતન હરાતું લાગે છે …તેઓ રડતા નથી ….તેઓ બહુ લાગણીશીલ નથી હોતા …મારા માનવા પ્રમાણે આ અર્ધ સત્ય છે ….એક સ્ત્રી અને એક પુરુષનું શરીર અને વ્યક્તિત્વનું બંધારણ સદંતર અલગ જ હોય છે ….માનસિકતા પણ અલગ હોય ….જો સ્ત્રી અને પુરુષ બેઉ રડવા બેસી જાય તો પરિસ્થિતિ કેવી થઇ જાય એની કલ્પના કરો …એક વ્યક્તિ એ લાગણીશીલ હોવું ઘટે અને એક વ્યક્તિએ એ છુપાવવી પડે અને ઓછા લાગણીશીલ થવું પડે તો સંસારનું ગાડું બરાબર ચાલે …મમ્મી લાડ લડાવે અને પિતા ગુસ્સે થાય …લાડથી વ્યક્તિત્વ નિખરે ખરું પણ ગુસ્સાની લગામ પણ હોવી જરૂરી છે ને !!!! સ્ત્રી ઘેર હોય તેથી એની લાગણી દેખાય અને મેહસૂસ કરાય …પિતા બહાર હોય તેથી એને લાગણી બતાવવાનો મોકો ઓછો મળે છે ….એક પુરુષ આખી દુનિયા સાથે ઝઝૂમતો હોય અને પોતાના કુટુંબની બહારના ઝંઝાવાતોથી રક્ષા કરે છે …તેથી તે થોડો રીઢો હોવાનો સંભવ ખરો ….
તમારા તમામ દર્દ જયારે આંસુ વહે ત્યારે ઓછા થાય છે …તમે હળવા થઇ જાઓ છો …જયારે તમે ખુબ ખુશ હોવ ત્યારે આપોઆપ આંસુ બહાર આવી જાય છે ……કહે છે કે સ્ત્રીઓ મગરમચ્છ ના આંસુ વહાવે છે ….પુરુષને બ્લેક મેલ કરે છે …પ્રેમ માં આ સહજ છે પણ હંમેશા સાચું ન જ હોઈ શકે …. સ્ત્રી વધારે લાગણીશીલ હોય છે એટલે આંસુ એના માટે એટલા જ સુલભ હોય છે જેટલા ટાંકી નો નળ ખોલતા પાણી …ના ના આતો મજાક છે …..પણ વહેતા આંસુ એ સાફ હૃદયની નિશાની છે …….આંસુ એ બેબસી લાચારીની પણ ભાષા હોય છે ……
સાચું કહું તો કોઈ લાગણીપૂર્ણ વાર્તા વાંચીને કે કોઈ કરુણ ફિલ્મ જોઇને હું ડૂસકે ડૂસકે રડી લઉં છું પણ ક્યારેક કોઈ મૃત્યુ પામ્યું હોય અને એ વ્યક્તિ માટે જો મને કોઈ લાગણી ના હોય તો હું જરાય રડી નથી શકતી….દુનિયાને દેખાડવા પણ રડી નથી શકતી ……રડવા માટે મારે એકાંત જોઈએ છે …ખુબ મોકળા મને રડી લઉં છું …પણ મારા આંસુ કોઈને દેખાડી શકતી નથી …કદાચ આ મારા સ્વભાવ ની એક ખામી છે ….પણ એક વાર તો લાગે છે કે હું આમ સ્વીકારીને પોતાની જાત સાથે થોડી પ્રમાણિક તો છું !!!
આંસુને પૂછ્યું તું કેમ બહાર આવે છે ??
પલકનો ઉંબર તોડીને વારંવાર …
આંસુ બોલ્યું , દિલમાં દર્દ બહુ ભેગા થયા છે ..
એમને આશ્રય આપવા આજે હું બેઘર થઇ ગયો …
જયારે ખુશી પણ જો મેહમાન બની જાય છે ક્યારેક
એ મેહફીલમાં મારું શું કામ હોઈ શકે ??
એ વિચારીને બહારની દુનિયા માં લટાર મારી લઉં છું …………

Advertisements

One thought on “તું કેમ બહાર આવે છે ??

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s