એક દિવસ એકલા એકલા ……..


એક દિવસ એકલા એકલા ……..
આજે સુરભી ઘરમાં એકલી છે …પપ્પા મમ્મી સુરત ગયા છે …ભાઈ કાલે જ હોસ્ટેલ પાછો ગયો ..પડોસમાં રાધાઆંટીને કાલે તેની દીકરીને ત્યાં પૂણે જવું પડ્યું ….સાતમાં માળે પેન્ટ હાઉસમાં તે એકલી છે …આજે એને ઓફીસ પણ નથી જવાનું ….બહાર વરસાદ પડી રહ્યો છે …ધીમો ધીમો ….
આજે સુરભીને પહેલી વાર લાગ્યું કે તે આજે ખરેખર એકલી જ છે …બે મહિના પહેલાસુસ્મિતથી સ્નેહભંગ એટલે કે આજના જમાનાનો બ્રેક અપ થયા પછી તેણે પોતાનું તમામ ધ્યાન કારકિર્દી પર કેન્દ્રિત કરી દીધું …સાંજના વર્ગ માં ઇન્ટરનેશનલ એકાઉન્ટ્સમાં ડિગ્રી કરે છે …આજે તો તેમાં પણ રજા…સવારે નોકરી પર ગયા પછી ઘેર આવતા આઠ વાગી જતા ….હવે જુદા પડવાનું દર્દ થોડું હળવું થયું છે ….નિત્યક્રમથી પરવારી ત્યાંતો કામવાળી બાઈ આવી ગયી …બધું કામ પતાવી કલાક પછી પછી ગયી ….તેણે ફ્રીઝમાંથી શાક કાઢી રોટલીનો લોટ બાંધ્યો ….ત્યારે બધા વાસણો,ફ્રીઝ ,ટી વી બધું એને એક અલગ જ અંદાઝમાં મળતા હોય એવું લાગ્યું …તે વસ્તુઓ જે સમયે ઘેર આવેલી ત્યારનો સમય ,એની દીવાનગી ….તેણે હળવે થી તમામ વસ્તુને સાફ કરવા માંડી …ત્યારે લાગ્યું જાણે બધા તેના સ્પર્શથી ખુશ થઇ તેણે થેંક યુ કહી રહ્યા છે …તેણે બારી પરદા , સોફા બધું આજે જીવંત લાગતું હતું …બહુ દિવસે થોડો વરસાદ રોકાયો એટલે તે અગાસીના હિંચકે જઈને બેઠી……
એક કાબર ભીંજાતી ભીંજાતી આવીને બારી પર બેઠી ….એક કબુતર પણ ત્યાં રેલીંગ પર વિસામો કરીને ઉડી ગયું ….આકાશમાં પોપટ ઉડીને જતા હતા …વાદળોની દોડાદોડ જોઈ …ત્યાં મોબાઈલ રણક્યો …મમ્મી હતી …ફિકર હતી એને દીકરીની …..
બાર વાગ્યા ….તેણે કબાટ સાફ કરવા માંડ્યો ત્યાં મમ્મી પપ્પાના લગ્નનું આલ્બમ હાથમાં આવ્યું ..અને પછીતો બધા ફોટા લઈને તે બેઠી ….સમયની એક એક પળ જે એ કાગળ પર કેદ હતી અત્યારે માનસપટ જીવંત હતી …કેટલાક ફોટા જોઈ જુના સંબંધો યાદ આવી ગયા …તેમના વિષે વિચારો આવ્યા …બચપણની દિવાળી પિતરાઈભાઈ બેનો સાથે …માથેરાનના વેકેશન અને ઘણું બધું જેને સમેટવા આ દિવસનો પનો તેને ટૂંકો પડવાનો હતો …પાંચ વાગ્યે ચા પીધી …અને સાંજ માટે સેન્ડવીચની તૈયારી કરી …
એના હાથમાં આવી ગયી એ તમામ ભેટો જે તેને સુસ્મીતે આપી હતી ….તેના થોડા ફોટા પણ હતા …એક એક ભેટ સાથે જોડાયેલો સમય પણ સાથે જીવી ઉઠતો …આપણે ક્યાં માણસોના સ્પર્શ ભૂસી શકીએ છીએ …અને નામ ભૂસી નાખવાનો પણ એક ડોળ જ હોય છે ….સમયને કોઈક છેડે તો બધા સામે મળી જાય છે …બસ આજે સુરભી માટે પણ આવું જ થયું ….સેન્ડવીચ પર ચીઝ લગાડતા વિચારતી હતી કે શું બધો વાંક સુસ્મિતનો જ હતો ??? પોતાની જીદ પણ ઓછી નહોતી ….સુસ્મીતે તો ફક્ત તેને સગાઇ કરવા કહેલું અને લગ્ન તેની ઈચ્છા હોય તો …પણ પ્રમોશન માટે થઈને તેણે કારકિર્દી માટે થઈને તેણે રસ્તો જુદો કરી લીધો …સુસ્મીતે તો કહ્યું પણ ખરું કે તે રાહ જોશે પણ તોર માં તેણે કહી દીધું કે તે રાહ ના જુએ …….
કદાચ આ એકાંતમાં એને એ મોકો મળ્યો કે તેણે જિંદગીમાં શું ગુમાવ્યું ???? એક ઘર કહી શકાય તેનો પોતીકો સ્પર્શ ,માં નો પ્રેમ જે બંધન લાગતો હતો , અને તેનો પહેલો પ્રેમ સુસ્મિત ….તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી ત્યારે ઘડિયાળમાં અગિયાર વાગ્યા હતા રાત્રીના ……
તેણે બેડના છેડેનો ટેબલ લેમ્પ ચાલુ કર્યો અને સુસ્મિતને મોબાઈલ જોડ્યો …સામે થી એક એજ હુંફાળો અવાજ …હેલો !! સુરભી ……તું !!???

6 thoughts on “એક દિવસ એકલા એકલા ……..

    1. shitalben, darek paristhitinu nirman ek hetusar thayu hoy chhe …koikna aavvathi jindagi badlay chhe ane chalya javathi thodo samay atke pan chhe ..pan ethi aapnu bhagy atkatu nathi kadach aapana koi hetuni paripurnata mate ek vyaktinu javu aavashyak hoy chhe je bhale dukhad hoy pan eni aagal josho to kadach jindagino behtar hetu najare jarur padshe ..bas hatasha khankheri nakho ane aagad vadho ..aa jindagi kharekhar jivvane layak chhe …je thay chhe te sara mate j hoy chhe ….mari jindagino aa anubhav chhe ..bhangi padi hou pan chhatay samay kahe chhe e pelu dukh mara sukh mate nirmayu hatu …hatasha khankheri nakho ane aagal vadho ….
      sambandhonu svarup kadach badlay pan ek dost tarike pan tame ene fon to karo ek vakhat ..ek dost tarike tamari jindagima jivant rakho …..

      Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s