એક આખી જિંદગી…..


સાદગી……સાદગીનો અર્થ શું છે આપણી જિંદગીમાં ????
સાદું જીવન ઉચ્ચ વિચાર …જયારે તમારા વિચાર ઉચ્ચ હોય ત્યારે એ વિચારોને આચારમાં ઉતારવાની કળા પણ હાસલ કરવી પડે છે …અને એ વિચારો જયારે આચારમાં આવે છે ત્યારે તમારી જિંદગીમાંથી ઘણી બધી બાબતો દૂર થતી જાય છે તેથી તમારા વિચાર ભવનમાં ઝાઝી ભીડ રહેતી નથી …મન પર ઓછી ભીડને લીધે એનું વ્યવસ્થાપન સરળતાથી થઇ જાય છે …અને આપણું જીવન સાદું બને છે …..
સાદું ભોજન …અન્ન એવો ઓડકાર …મારી મમ્મી જયારે મને ખાવાનું બનાવતા શીખવાડતી હતી ત્યારે એક વાત જરૂર કહેતી : બેટા રાંધતી વખતે આપણે જે વિચાર કરીએ તે અન્નમાં ભળે અને જે તેને આરોગે તેનામાં પણ એ જ વિચાર આવે છે ….કેટલું સાચું છે આ વિધાન ….જયારે તમે બત્રીસ થાળનો પકવાન રોજ આરોગવાનો શોખ ધરાવો છો ત્યારે રસોડામાં કેટલી વસ્તુઓનો કુંભ મેળો હોય છે ને ??? મસાલા થી માંડીને તમામ વસ્તુ વાસણ બધી વસ્તુ નો …અને એક ભોજન પાછળ વ્યય કરતો સમય જિંદગી માટે વિચાર કરવાનો સમય આપે છે …જુવાની માં તો એ ભોજન આસાનીથી પચી જાય છે ..પણ એની આડઅસરો જુવાની પછી આપણા ટેબલ પર કેટલી બધી દવાઓની બોટલ શણગારતી હોય છે ને !!!! સાદું ભોજન એ સાદા જીવનનું પહેલું પગથીયું છે …..
બીજી સાદગી પોશાક……જેટલી ઓછી ફેશન એટલો ખર્ચ ઓછો …આપણે આપણા જેટલા ખર્ચ કરીએ તેમના પોણા ભાગના ખર્ચ તો લોકો શું કહેશે ??? આપણને પછાત ગણી લેશે એ માનસિક બીક થી કરતા હોઈએ છે …..છોકરાને કોલેજ જવા માટે એક બાઈક નવી લાવવી જ પડશે …એ જીદ કરે છે કે એના બધા મિત્રો પાસે છે …અને તમારું ઘર કોલેજ થી સાયકલ પર માત્ર પાંચ મિનીટ માં પહોંચી શકાય એટલું દૂર હોય તો પણ …. એમાં તમારા મકાન થી માંડીને તમારો લેટેસ્ટ ફેશન સુધીનો ખર્ચ …જો આવા દેખાદેખીના ખર્ચ ઘટાડવાની તાકાત હોય તો બચત વધશે …અને આ જીવન સરળતાથી ચલાવી શકાશે ….લોન ના હપ્તા જેટલા ઓછા ભરવા પડે એટલી મોંઘવારી ઓછી નડે …પણ યાર દુનિયા સાથે ચાલવું પડે છે ……
અને છેલ્લે મકાન ….મારા ફ્લેટની નીચે એક બે માળનો મોટો બંગલો છે …એક વિધવા માં ,એક કાકા ,પતિ પત્ની ,એક નાનો બાળક ……..બસ એટલા જ લોકો રહે છે ….આપણે માત્ર ત્રણ વ્યક્તિ હોય તો પણ બે રૂમ રસોડા ના ફ્લેટ માં ચાલે પણ ઘર તો મોટું જ જોઈએ …આમતો બહુ મેહમાન આવતા ના હોય તો ય એમના નામે એક રૂમ હોવો જોઈએ ….ભગવાન તો મનમાં વસે છે પણ એમનો પણ એક રૂમ જુદો હોય …પ્રત્યેક બાળકનો એક રૂમ જુદો ….સાથે રહેતા ,સુતા ,જમતા બાળકોને લાગણીની હુંફ થી વંચિત કરવામાં આ જુદા રૂમનો કન્સેપ્ટ બહુ મોટો ફાળો હોય છે ……માત્ર શરીર જ નહીં પણ દિલ પણ જુદા રૂમમાં રહેવા માંડે છે …આ સત્ય આપણને વૃદ્ધાશ્રમમાં દાખલ થવું પડે ત્યારે સમજાય છે એ આપણી કમનસીબી છે ….

એક બહુ સરસ વાક્ય વાંચેલું છે :
જન્મ થાય ત્યારે આપણને પહેરાવેલા ઝભલામાં ગજવું નથી હોતું …મરણ પામીએ ત્યારે પણ કફનમાં ગજવું નથી હોતું …
અને આપણે માનવી ગજવામાં ભરવા ધન કમાવામાં એક આખી જિંદગી ખર્ચી નાખીએ છીએ ……..

Advertisements

2 thoughts on “એક આખી જિંદગી…..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s