લાચારી અને બેબસી….


ક્યારેય તમે બેબસી કે લાચારીનો અનુભવ કર્યો છે ??? લાચારી એ દરેક વ્યક્તિની જિંદગીનો એક ભાગ હોઈ શકે છે …અને હોય જ છે …ક્યારેક સંજોગો સામે લાચારી ક્યારેક આર્થિક લાચારી તો ક્યારેક માનસિક લાચારી ……..
ઘણી વાર એક વ્યક્તિ પોતાના તમામ સંજોગો સામે બહાદુરીથી ઝઝૂમી લે છે …પણ પોતાના કોઈક એક લાડકા વ્યક્તિ જયારે લાચાર હોય ત્યારે તે બેબસ થઇ જાય છે …કાલે એવી જ એક પરિસ્થિતિ મારી સામે આવી ગયી …મારી દીકરીની પરીક્ષા હતી …પહેલો ટેસ્ટ …એને એ વિષય થોડો અઘરો લાગતો હતો ….મારા શિક્ષણ અને વિચારોથી તે ક્યારેય પરીક્ષાથી ગભરાઈ નહોતી …દસમું ધોરણ, બારમું ધોરણ , ગ્રેજ્યુએશન તેની પરીક્ષા હોય કે પરિણામ તે હંમેશા નિશ્ચીંત રહેતી ….મને હિંમત આપતી કે મમ્મી જોજે હું આટલા ટકા લાવીશ જ …એ બહુ તેજસ્વી તો ના કહી શકાય પણ ફર્સ્ટ ક્લાસ વિદ્યાર્થી તો ખરી જ …કાલે એ મારી પાસે આવીને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી ……મેં એને ખુબ આશ્વાસન આપ્યું કે હજી તો આખું વર્ષ બાકી છે …તે ખુબ મેહનત કરી છે …અમને ખબર છે …હવે તારું પેપર સારું ના જાય તો પણ અમે તને કશું નહીં કહીએ …અમે ક્યારેય તારા પર કોઈ દબાણ નથી કર્યું તો તું કેમ રડે છે ??? મેં એને તાત્કાલિક તો ચોપડા છોડાવી દીધા …વાતો કરી …એને યુ ટ્યુબ પર એના મનપસંદ ગીતો જોવા બેસાડી …પણ એનું રડવાનું રોકાતું નહોતું …..એ લાચારી અને બેબસી મેં ક્યારેય નહોતી અનુભવી …હું ખુબ ખરાબ સંજોગ માંથી પસાર થઇ પણ મારી માનસિક હિંમત મને હમેશ ટકાવી રાખતી ..હું લાચાર થઈને રડતી નહીં ….પણ આજે મારા શબ્દો મને ઓછા વજનદાર લગતા હતા …
મારું સત્ય ફક્ત મારા પુરતું છે …એ બીજા માટે કદાચ અસરકારક ના પણ હોઈ શકે …..અને એ પણ મારી દીકરી જે મારા જીવનની સાક્ષી છે તેને અસર ના થઇ …આખરે એને મેં પડોસીને ત્યાં મોકલી …એ બેન ભલા છે …તેમણે તરત એને પૂછ્યું અને પોતાની સાથે બેસાડીને અલક મલક ની વાતો કરી …ટી વી જોયું …અને બે કલાકે એ ફ્રેશ થઇ ગયી ત્યારે મારા જીવમાં જીવ આવ્યો ……
આપણા મોટા ભાગના ડર કાલ્પનિક હોય છે …એમાંના કોઈ ભાગ્યે જ સાચા પડે છે ..તો પણ આપણે કેવી સ્થિતિ માંથી પસાર થતા હોઈએ છીએ ને ??? સાંજે એણે કહ્યું મમ્મી થીયરી નહોતી પૂછાઈ અને પેપર સારું ગયું ….મને માર્ક્સની નહીં પણ એની મનોસ્થિતિની ચિંતા હતી …કે ક્યાંક એને આવી વ્યર્થ ચિંતા કરવાની આદત ના પડી જાય …એ ખોટું છે ….
પણ એક વસ્તુ કાલે મેં મેહસૂસ કરી …કે ગમે તેટલા મજબૂત હોઈએ પણ આવી લાચારી અને બેબસી બીજા માટે કોઈક વાર આપણને વિચારતા જરૂર કરી મુકે છે …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s