ઘણી અધુરપ લાગે છે …..


શબ્દ ….
શબ્દ ભંડોળ …..વાણી સાથે જોડાયેલો એક અદ્ભુત વિલાસ એટલે શબ્દ વૈભવ …..અને વૈભવ માટે જોઈએ ઘણું બધું શબ્દ ધન ….બસ આ બજારમાં મળતું નથી ,મોલ માં પેક થઈને વેચાતું નથી ….આ તો કાન અને મોં ના રસ્તે અવરજવર કર્યા કરે અને આ નાનકડું મગજ એની હાર્ડ ડિસ્ક પર એને નોંધ્યા કરે ….શબ્દો તો વય સાથે વધ્યા જ કરે …અને દરેક શબ્દ એક ભાષાની ઓળખાણ બનતો રહે …શબ્દને નવા નવા કપડા નો પણ શોખ ….વાતચીત , કવિતા ,વાર્તા અને ઘણું બધું …એને ક્યારેક કાગળો પર સંતાઈ રહેવું ગમે અને ક્યારેક તે અવાજ બની આકાશને ભરતા રહે …..
પણ નથી આવડતો એ વસ્તુ છે કે શબ્દો નો સાચો ઉપયોગ …દરેક શબ્દ નો એક ભાવ હોય છે અને દરેક પરિસ્થિતિની એક ભિન્ન ભાતીગળ પોત ….અને એક પરિસ્થિતિ માં પણ એક અવાજનો લય તેનું મહત્વ સિદ્ધ કરે ….જો કોઈ ખુબ આનંદના સમાચાર મળે તો સાહજિક જે ઉચ્ચારણ થાય તેની સાથે આપણા હાવભાવ પણ ભળે છે અને એ શબ્દ વધારે વજનદાર બને છે ….ઓહ માય ગૂડનેસ …આખરે ઇન્ડિયા જીતી ગયું …વાઉ ઊઊઊઊઊઊઉ…અને એ વખતે તમારી આંખમાંથી ટપકી ગયેલા અનર્ગળ આંસુ …!!!! ખુબ ઓછું બોલનારના શબ્દો માં ઘણું વજન હોય …કેમકે દરેક કાન એને બહુ ધ્યાન થી સાંભળે છે …એક શબ્દનો સાચો ઉપયોગ કરનાર વ્યક્તિ ખુબ સારો વક્તા બને છે …અને જો એના વચન અને કર્મમાં એકરૂપતા હોય તો સોનામાં સુગંધ ભળે છે ..અને એ વસ્તુ એની વાણી માં વ્યક્ત થતી હોય છે …
તમે જેટલી ભાષા જાણતા હોવ એમાં ખુબ સુદૃઢ ઉપયોગ સાથે ક્યાં અને ક્યારે એ શબ્દનો ઉપયોગ થાય ત્યારે તમારી જાણકારી પૂરી થાય … મને ગુજરાતી અને હિન્દી લગભગ એક સરખી અને સહજ રીતે વાંચતા ,લખતા અને બોલતા આવડે …પણ હિન્દી માં ઉર્દુ નો સુંદર ઉપયોગ કરવાનું મન થાય ત્યારે આ વસ્તુ અનુભવાય ….એ વખતે ઉર્દુ નો અર્થ જાણવો જરૂરી થાય …જયારે હું હિન્દી બોલું ત્યારે લોકો ને ખ્યાલ પણ નથી આવ્યો આજ સુધી કે હું ગુજરાતી માધ્યમમાં ભણેલી એક શુદ્ધ ગુજરાતી વ્યક્તિ છું ….અને ગુજરાતીમાં મારી ભાષા થોડી ક ઉપર હોય છે ખાસ કરીને કૈક લખતી વખતે ….
એક શબ્દ લખતા પહેલા હજાર શબ્દો નું જ્ઞાન જરૂરી ..અને પાંચ વાક્ય લખતા પહેલા પાંચ હજાર વાક્યનું વાંચન જરૂરી …આડી ઉભી ચાવી ભરતા પણ એ સમૃદ્ધ થતું જોવાયું છે ….અને આવી વ્યક્તિઓ ઓછાબોલી હોય એ સહજ હોઈ શકે ……
હું હમેશા કહું છું …મને મળવું હોય તો હું મારા બ્લોગ પર સારી રીતે મળું છું ….બોલતી વખતે શબ્દો સુઝતા નથી જલ્દી ….
શબ્દો મારો પહેલો પ્રેમ અને કદાચ આખરી પણ …શબ્દ મારી ઓળખાણ …જુઓ ને અહીં જે શબ્દો લખ્યા એમાં કોઈ ડીક્ષનરી માં શોધવા પડે એવા નથી ….અને એ સમુચિત રીતે વપરાયા છે એ વાચક નક્કી કરશે …છતાય મને અહીં ઘણી અધુરપ લાગે છે …..

Advertisements

2 thoughts on “ઘણી અધુરપ લાગે છે …..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s