એ શક્તિ નો અંશ છે ….


પોતાની શરતે જીવવું ….
શું જીવવા માટે શરત હોઈ શકે ???
શું શરતો થી જીવી શકાય ખરું ???
બહુ બધા સવાલો છે …જીવન અને શરત ને શું લાગે વળગે ??? પણ શ્વાસ લેતા રહેવું એ જીવંત હોવાની પહેલી પૂર્વ શરત છે …..હા …હા …હા …હસવું આવી ગયું …આજે આવો સવાલ કેમ આવ્યો ??? મને પોતાને આશ્ચર્ય થયું …કેમકે દિવસની શરૂઆત થાય ત્યારે આપણે જે રીતે દિવસ પૂરો થાય એ નિર્ધારિત કર્યું હોય એ રીતે દિવસ પૂરો થતો જ નથી …
બહુ વિરલા હોય છે એ લોકો જે જીવન પોતાની શરતે જીવી લે છે …પોતાના જીવનની એક લક્ષ્ય નક્કી કરવું …એના માટે માર્ગનિર્ધારણ કરવું ..અને પછી એ રીતે જીવન જીવતા રહેવું …વાંચવામાં ખુબ સહેલી જણાતી આ વાત ખરેખર ખુબ અઘરી છે ….આમાં દુનિયાના સૌ વિઘ્ન તમારા સામે સંપ કરીને ઉપસ્થિત થાય છે ..તમને સતત ગૂંચવતા રહે છે …એ વિઘ્નો તમને થકવી નાખે છે …ત્યારે હાર્યા વગર આગળ વધવું ખુબ અઘરું છે ….સ્વરાજ્ય માટે મહાત્મા ગાંધીજી ની અહિંસક ચળવળ એનું ઉત્તમ ઉદાહરણ છે ….માત્ર સાચું જ બોલીશ ખાલી એક દિવસ માટે આ નિર્ણય કરો ….અને દિવસને અંતે તમને ખબર પડી જશે કે તમને કેટલી બધી વાર જુઠ્ઠું બોલવું પડે છે …હા એ અસત્ય જરા પણ હાનીકારક ના હોય તોય તમે સત્ય કેમ ન બોલી શક્યા એનું કારણ શોધો ….આટલો બધો સમય નથી એમ બોલ્યા ને ??? મને ખબર છે …..
આ વસ્તુ એટલે યાદ આવી કે દરેક મનુષ્યને પોતાનું એક લક્ષ્ય હોય કે એક મંઝીલ હોય ..અને મોટા ભાગના લોકોને પોતાની મંઝીલ તરફ જવા માટે ઘણા લોકોના સાથની જરૂર પડે …ઉચ્ચતમ અભ્યાસ ગુરુ વગર શક્ય ખરો ???? તમે વાંચવા માંગો છો ત્યારે એના માટે એક પુસ્તક જોઈએ ……એ પુસ્તક લખનાર લેખક જોઈએ અને એ લેખકને તમારા વિચારને અનુરૂપ હોય એવી લેખનકળા અને વિચાર હોવો ઘટે …..જોયું ??? એટલે કે એકલા જીવવું પણ શક્ય નથી એના માટે સાથ હોવો જોઈએ ….અને એ પુસ્તક થી એ અભ્યાસી અનુભવ સુધીનું પ્રયાણ લક્ષ્યપ્રાપ્તિ માટે જરૂરી ..ભલે તમે પેલા લેખક સુધી ના પહોંચી શકો પણ પુસ્તક સુધી પ્રવાસ કરવો પડે ….ગાંધીજી ફક્ત એકલા જ હોત હો શું આઝાદી શક્ય હતી ??? તેમને દેશનું સમર્થન મળ્યું એટલે એ સફળ બન્યું … અન્ના હઝારેની ચળવળને લોક સમર્થન મળ્યું ત્યારે સરકાર નમતું ઝોખવા મજબૂર થઇ ….આવા વિરલ લોકો ક્યારેક પાગલ કે ધૂની કહેવાય ….સફળ થાય તો દુનિયા તેમના ગુણ ગાય …અને નિષ્ફળ જાય તોય એમને નિષ્ફળતાનો વસવસો ના હોય …
પણ એવા લોકોની ધૂન ની પરિપૂર્તિ કરનાર લોકોને ક્યારેય યાદ કર્યા છે ??? તમારા વિશાળ આલીશાન ઘરને કેટલાક મજદૂરોએ પોતાના ખૂન પસીના થી બાંધ્યું હશે …એમને ક્યારેય યાદ નથી કરતા ….તમારા ઘરમાં એક માં કે પત્ની હોય તો તેમને આજે એક નવી નજર થી માત્ર એક વાર જુઓ એ ગુઝારીશ છે ….
તમે તમારા લક્ષ્ય પ્રાપ્તિ માટે બહાર જાવ ત્યારે તમારી ચા થી રાતની પથારી તૈયાર રાખનાર એ વ્યક્તિ ઘરની ચાર દીવાલમાં રહે છે …તમારું જીવન ક્યાંક પણ અટકવા દેતી નથી …એને કેટલીય મુશ્કેલી નહિ આવતી હોય ….ઘઉંનો લોટ ખલાસ થઇ ગયો …આજે વીજળી પણ નથી …ત્યારે પડોસમાંથી એક નાની તપેલી લોટ ઉધાર લઇ આવશે કે તાત્કાલિક જઈને ઘંટીથી લઇ આવશે પણ તમારું ટીફીન તો સમયસર મળી જશે ….દીકરાને તાવ આવ્યો હોય તો ડોક્ટરની વિજિટ લઇ આવશે અને તોપણ તમારું રાત્રી નું ખાણું સમયસર મળી જાય છે ……શું એ સ્ત્રીને પોતાની કોઈ અભિલાષા નહીં હોય ???હશે જ ને ??/ પણ એ તમારા માટે તેમને ભૂલીને જીવતી રહી છે …ક્યારેક પૂછી જોજો …પોતાની શરત એ જ છે કે હું સૌનું ધ્યાન રાખીશ …..
આ સ્ત્રી એ શક્તિ નવદુર્ગાનું સ્વરૂપ છે …પોતાનું જીવ નું જોખમ ભૂલીને સંતાનને જનમ આપનારી ,પાળનારી …અને સૌનું કલ્યાણ કરનારી એ જનની નું સમ્માન કરવાનો આ નવરાત્રીના પ્રથમ દિવસ થી વધારે રૂડો અવસર કયો હોઈ શકે ???????? હા એ માં બહેન કે પત્ની પણ એ શક્તિ નો અંશ છે ….

Advertisements

One thought on “એ શક્તિ નો અંશ છે ….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s