આપણું મનોજગત ….


બે દિવસથી એક નવલકથા વાંચતી હતી …મારે માટે નવલકથા વાંચવી એટલે એવરેસ્ટ ચઢ્યા જેટલું મુશ્કેલ કામ …ત્રણસો ચારસો પાનાંમાં એક જ કથાને વિવિધ વળાંકોથી વાંચ્યા કરવી એ કદાચ મારો સ્વભાવ જ નથી …ટૂંકી વાર્તા ખુબ ગમે …પણ અચાનક લાયબ્રેરીમાંથી લાવેલી એક નવલકથાના પાના ફેરવતા વાંચવાનું શરુ કર્યું …ત્યારે મારા મનમાં આ વિચાર ઉદ્ભવ્યો …..
આપણું મનોવિશ્વ …આપણું મનોજગત ….
એ કથા વાંચતી વખતે એમાં નીરુપાયેલા પાત્રોના વર્ણન ..એ જગ્યાનું કાલ્પનિક વર્ણન જાણે આંખો સામે જીવંત થતા હોય છે …આપણે બીજી વ્યક્તિ માટે ચોપડી વાંચતા દેખાતા હોઈએ પણ આપણે એક નવા વિશ્વમાં મહાલતા હોઈએ છીએ ..અને એ પણ લેખક જે સર્જન કરે છે એમાં …કેટલી જગ્યા એ આપણું મન જતું રહે છે ….
એ નવલકથા આપણી ગુજરાતી ખ્યાતનામ લેખિકા કાજલ ઓઝા વૈદ્ય ની “મૌન રાગ” હતી …આમ પણ મૌન શબ્દ મને આકર્ષે છે એટલે એ વાંચી …
આ વિચાર મને તેની કથાવસ્તુ માંથી જ આવ્યો કે દરેક વ્યક્તિની અંદર બે વ્યક્તિત્વ જીવે છે …એક તો જે એ છે એ વ્યક્તિ અને બીજું એનું મનોજગત …..જયારે તમે કોઈ ચિત્ર દોરો છો ત્યારે એક કલ્પનાને જીવો છો અને એને કેનવાસ પર તાદ્રશ કરી દો છો …એ વ્યક્તિત્વ તમારા રોજબરોજ ના જીવન થી અલગ હોય છે …જયારે તમે ચા પણ પિતા હોવ ત્યારે તમે છાપું વાંચો કે ટીવી જુઓ તો તમારું મન તમારી ચા માં નહીં એ ક્રિયા કરતા વધારે તમારી બીજી પ્રવૃત્તિ માં ગૂંચવાયેલું હોય છે …તમે કવિતા કે વાર્તા વાંચો કે લખો ત્યારે તમે તમારા માનસપટ પર દેખાતા ચિત્રોને સજીવ કરો છો …અને એ વ્યક્તિ કોઈ હિના ,રેખા ,રમેશ ,નાગેશ કે બીજું કોઈ નહીં પણ તમારી અંદર છુપાયેલી તમારી સર્જનાત્મકતાનો આયનો હોય છે ….
સાત ખૂન માફ …..આ ફિલ્મનું એક દ્રશ્ય યાદ આવે છે …ઈરફાનખાન એક ઉત્કૃષ્ટ શાયર છે અને એની શાયરીઓ પર ફિદા થઈને પ્રિયંકા એની સાથે નિકાહ કરે છે ..પણ પતિ તરીકે જયારે એ શયનખંડમાં જાય છે ત્યારે તે પ્રિયંકાને અમાનુષી રીતે મારે છે …અને તેને તો જ આનંદ મળે એમ કહે છે …આમ જેને અંગ્રેજી માં જેને સ્પ્લીટ પર્સનાલીટી કહે છે એ આમાં બહુ સ્પષ્ટ જોવા મળે છે …
નવલકથાની નાયિકા પોતાના પહેલા પ્રેમને હૃદયમાં ભંડારીને જિંદગીને એક સમાધાન તરીકે સ્વીકારીને પતિ સાથે રહે છે …પણ એ પોતાના મનોભાવોને હમેશા ડાયરી અને પુસ્તકમાં વ્યક્ત કરતી રહે છે જે તેના ભૂતકાળ સાથે તેને જોડે છે …પતિ પ્રેક્ટીકલ છે …એને આ બધું જયારે તે રાષ્ટ્રીય એવોર્ડ મેળવે છે તો પસંદ નથી પડતું …એનો પુરુષ તરીકે અહં પ્રગટ થાય છે અને ત્યારે એ સ્ત્રી માનસિક સંતુલન ગુમાવે છે …એ ગમે ત્યારે એની ભૂતકાળ ની જિંદગી ના કોઈ પણ ફેઝમાં જવા લાગે છે ….એટલે દિલ માં ભરેલી વાતો ક્યારેક તો જો બહુ જ દબાણ થાય ત્યારે ઉછળીને બહાર આવે અને ખુબ ગંભીર પ્રશ્નો સર્જી શકે …અને આ વાત સર્જનાત્મક વ્યક્તિઓ સાથે ક્યારેક તો થાય છે …કે જિંદગીના મુખ્ય પ્રવાહ માં રહેવું કે ચીલો ચાતરવો ??????
જોકે મારા થી એ ઉત્તરાર્ધ ખુબ લંબાતો હતો એ બાબત સહન ના થતા ..મેં છેલ્લે પાને અંત વાંચી લીધો …….. …
હું મારા વર્ણનોમાં ખુબ ગંભીર હોઉં છું એ જો હકીકત છે તો સાચી તો છે જ …પણ મારી ડે ટુ ડે લાઈફમાં હું ખુબ હસતી અને ગમ્મત કરતી વ્યક્તિ છું …અને મને એવી રીતે જીવવું ગમે છે ….

Advertisements

One thought on “આપણું મનોજગત ….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s