આપણે પહેલા વાત કરી કે આપણી અંદર એક વ્યક્તિ વસે છે જે આપણાથી જુદો હોય છે ….આપણું મન એક એવું એરપોર્ટ છે જ્યાંથી આપણે વિશ્વના કોઈ પણ ખૂણામાં કોઈ વિમાનસવારી વગર કી પાસપોર્ટ કે વિઝા વગર ફરી શકીએ છીએ …એમાં વસ્તુ પણ આપણી કલ્પનાની હોઈ શકે ….
ઉદાહરણ આપું …આપણને જે વ્યક્તિ ગમતી ના હોય તે શીંગડાવાળી પણ કલ્પી શકીએ ..અને જે ખુબ ગમતી હોય એના માથે મુગટ હોય અને એને પાંખો પણ હોઈ શકે …આ બાળકોનું વિશ્વ કેટલું મોહક હોય છે ને !!!! નાની હતી ત્યારે પરીક્ષા આવે અને મમ્મી સુતા હોય તો મને વિચાર આવે કેટલા સુખી છે …એ વખતે બારીમાંથી કોઈ ગાય કે કુતરું જતા જોતી તો એવું વિચારતી …કેટલા સુખી છે ??? ના સ્કુલે જવાનું …અને પછી એવો વિચાર આવે કે જો આ ગાય સાડી પહેરે તો દરજી કેવા કપડા બનાવી શકે ???જો એ સ્કર્ટ કે ફ્રોક પહેરે તો કેવી લાગે ….કુતરું તો આપને શર્ટ પહેરેલું જોઈએ છીએ ને !!! પણ આવું વિચારીને હસવું આવે ….કોઈને કહેતી નહીં …એટલે એટલું જ કે તમે કોઈ પણ વસ્તુ જે વાસ્તવિક જગતમાં શક્ય ના હોય તે મનથી કલ્પી શકો …
આપણા દીકરા કે દીકરી કે પતિ તેમના નિર્ધારિત સમય કરતા કોઈ વખત વધારે મોડા પડે તો આપણે જે વિચારીએ તો મોટા ભાગે અશુભ હોય અને ચિંતાપ્રેરક હોય છે …એવું કેમ ??? પછી આવીને કહે કે કાર્યક્રમ મોડો શરુ થયો ત્યારે વિશ્વાસ બેસે ……રસોઈ કરતી વખતે તમામ કામ નિર્ધારિત રીતે કરતા હોઈએ પણ યંત્રવત ..કશું ખોટું ના થાય પણ મન આજે પેલી સહેલીને મળવા કે કિટ્ટી પાર્ટી માં શું પહેરવું એમાં મગ્ન હોય ….આપણા અર્ધજાગ્રત મનમાં જે પ્રોગ્રામિંગ દરેક ક્રિયા નું કરેલું હોય એ પ્રમાણે દરેક વસ્તુ ભૂલ વગર કરી શકો …શાક માં મીઠું નિર્ધારિત જ પડે …પણ જે આપણે વિચારતા હોઈએ એ આપણું મનોવિશ્વ હોય છે …
ક્યારેક કૈક વણકલ્પ્યું પણ થાય એ ખુબ ખુશી આપનારું હોય કે ખુબ વ્યથિત પણ કરે …ત્યારે તમારી પ્રતિક્રિયા તમારું વ્યક્તિત્વ નક્કી કરે …….
બહુ તૈયારી કરીને ગરબા ગાવા ગયા છીએ …પણ ત્યાં જઈને પગમાં મચકોડ આવી …ત્યારે એવું વિચારીએ કઈ નહીં ચાલો આવ્યા છીએ તો જોઇને જઈએ …પણ ના કાલે સ્કુલ કોલેજ જવાનું છે ,,,દુખે છે ..ચાલો ઘેર …..એ સામાન્ય રીતે થાય છે ……
તમારે તમારા મનને તાલીમ આપવાની તાતી જરૂર હોય છે …..જો તમે એ વસ્તુ કરી શકો તો તમે જે કલ્પના કરો એ વસ્તુ સત્ય હકીકત પણ બની શકે …..હું ત્યારે આઠમા ધોરણમાં હોઈશ …બીજી પરીક્ષા વખતે ઘરમાં લગ્ન હતું …જવું પડ્યું બહારગામ …પરીક્ષાની સવારે પાછા ફર્યા …હમેશા પહેલો જ નંબર આવતો પણ ત્યારે ચાર માર્ક્સ થી બીજો નંબર આવ્યો …..કહો કે હાર મળી હોય એવું લાગ્યું …એક આખાબોલા શિક્ષકે ટોણો પણ માર્યો …ત્યારે ફક્ત એટલું જ કહ્યું સર ,ફાયનલ પરીક્ષા બાકી છે …..મનમાં એક વિચાર આવ્યો …તેણે મને ચાર માર્કસે બીજો નંબર આવ્યો ..હું ચાલીસ માર્ક્સ વધારે લાવીને પ્રથમ આવીશ …અને વાર્ષિક પરીક્ષા માં બરાબર ચાલીસ માર્કસે જ મારો પહેલો નંબર આવ્યો …
તમારા અર્ધજાગ્રત મનની શક્તિઓનો ઉપયોગ વધારી તમે જે જોઈએ એ મેળવવું હોય તે મેળવી શકો ……..ઉપયોગ સાચી રીતે કરો તો ….એ મનની શક્તિ છે જે આપણું મનોવિશ્વ નિર્ધારિત કરે છે …..
આપણું મનોવિશ્વ …(૨)
Advertisements