આ કરવું પણ જરૂરી હતું …..


શિવાની અને અક્ષર આજે કોર્ટરૂમનો દરવાજો ખુલવાની રાહ જોઈ રહ્યા છે …અક્ષર નીચે પગથીયા પર બેઠો છે અને શિવાની સામે લીમડાના ઝાડ નીચે ઉભી છે ..આજે જુદા થવાનું છે …એક હસ્તાક્ષર હવે જિંદગીની દિશા બદલી નાખશે …આજ કોર્ટમાં પાંચ વર્ષ પહેલા બેઉ જણા ભાગીને લગ્ન રજીસ્ટર કરવા આવેલા .
શિવાની બી કોમના ત્રીજા વર્ષમાં અને અક્ષર એમ બી એ કરતો હતો ..કોમન ફ્રેન્ડ હતા ..ગ્રુપ કેન્ટીનમાં બે કલાક અભ્યાસના કલાકો બાદ બેસતું અને પછી ઘેર જવાનું એ ક્રમ …આમતો આ ઓળખાણ ત્રણ વર્ષ જૂની હતી .અક્ષર મોજીલો ,બોલકો ,ભણવામાં તેજસ્વી …..
એક દિવસ એમના ગ્રુપની સુપ્રિયાએ અક્ષરને પ્રપોઝ કર્યું ….અક્ષર એ વખતે વિચારમાં પડી ગયો ..આવું કશું એણે આજ સુધી વિચાર્યું જ નહોતું …સુપ્રિયા ગ્રુપમાં મિત્ર તરીકે જ હતી .એ રાત્રે સુઈ ના શક્યો ..એણે એક વિચાર કર્યો કે જો એ પ્રપોઝ કરવાનું વિચારે તો એ કોણ હશે ??? કોઈ એવી વ્યક્તિ છે ?? જે ખામોશ હોય એણે એના દિલ પર પોતાનું નામ લખ્યું હોય !!! એની આંખ મીચાઈ ગયી તો તેમાં શિવાનીનો ચેહરો દેખાયો ….અરે આ તો શિવાની …..
યાદ આવ્યું .ત્રણ વર્ષથી કેન્ટીનના ખૂણાના ટેબલ પર પોતાના ગ્રુપમાં બેસતી ..ખૂબ ઠરેલ ,ધીર ગંભીર ,વિવેકી અને ઓછાબોલી ..હા તે અચાનક જ પોતાની ડાયરી કાઢી કશું લખતી રહેતી ..અન્યમનસ્ક થઈને …ગ્રુપે એનું નામ જ ડાયરી પડી દીધેલું .એક દિવસ અક્ષરની જોક પર બધા હસતા હતા ..ત્યારે કેન્ટીનની બહાર ઝાડ પર બેઠેલા મોરને જોતી એ કશું ડાયરીમાં લખતી હતી …અક્ષરને મજાક કરવાનું મન થયું …એણે ગુપચુપ એ ડાયરી પોતાની બેગમાં છુપાવી દીધી …બધાએ ખૂબ શોધ ખોળ કરી …બધે જ ..પણ એ ડાયરી ના મળી …શિવાની લગભગ રડવા જેવી થઇ ગયી ..અને ચુપચાપ પાંપણ પર આવી ગયેલા આંસુ લુછીને એ જતી રહી ….
તે રાત્રે અક્ષરે એ ડાયરી વાંચી ..એક એક પાના પર એક જુદી જ શિવાનીનું હૈયું નીતરતું હતું …એની કલ્પનાઓ કેટલી અકલ્પનીય હતી !!! કોઈ પણ માણસને એના પ્રેમમાં પડી જવાનું મન થઇ જાય એવી શિવાની …અને એની જાણ બહાર એ દિવસે શિવાનીનું નામ અક્ષરના હૈયા પર કોતરાઈ ગયું ..અક્ષરની દ્રષ્ટિ જ બદલાઈ ગયી ..પણ આજે સુપ્રિયાના પ્રસ્તાવ પછી એણે શિવાની સમજાવા માંડી ….ખૂબ સાદી સરળ અને સીધી હતી …અને એ બધું એના બોલવા પહેરવેશમાં ઠાંસી ઠાંસીને ભરેલું …
બીજા દિવસે બધા સામે અક્ષરે શિવાની સામે સીધું લગ્ન માટે પ્રસ્તાવ મૂકી જ દીધો …શિવાનીને ડાયરી જયારે અક્ષરે બીજે દિવસે પછી આપેલી એ દિવસે એની આંખોમાં જ પ્રેમ દેખાઈ ગયેલો …શિવાનીને એ પ્રસ્તાવ મંજૂર હતો પણ એના ગર્ભશ્રીમંત પિતાને નહીં ….કેમ કે અક્ષર ઉચ્ચ મધ્યમ વર્ગનો હતો ..આખરે બેઉ જણે ભાગીને લગ્ન કર્યા જેનો શરૂઆતમાં વિરોધ બંને પક્ષે થયો પણ છ મહિના પછી ઘી ના ઠામમાં ઘી પડી ગયું …
ખૂબ મેહનત કરીને અક્ષર આજે શહેરનો અગ્રગણ્ય ઉદ્યોગપતિ ગણાવા માંડેલો .એ સમયના તાલ સાથે તાલ મિલાવવા માંડેલો …ગ્રાન્ડ હોટેલ્સમાં ડીનર ,કોકટેલ પાર્ટી ,બીઝનેસ મીટીંગ એના જીવનના અભિન્ન અંગ બની ગયેલા …અને શિવાની એક પ્રાથમિક શાળાના કે જી સેક્શનમાં શિક્ષક બની ગયેલી …એણે પૈસાની જરૂર નહોતી પણ એણે બાળકો ખૂબ ગમતા …એ શહેરના અનાથાશ્રમમાં પણ સેવા આપતી .એની સાદગી અને વિચારોને કોઈ વસ્તુ સ્પર્શી નહોતી ..અક્ષર સાથે ક્યારેક સાદી પણ ગ્રેસફુલ સાડી પહેરીને જતી પાર્ટી માં ત્યારે સૌનું ધ્યાન તેના પર ખેંચાતું …વિદેશમાં મહિનાના અર્ધા દિવસો વિતાવતા અક્ષર સામે કોઈ ફરિયાદ નહોતી .એનું આ ઠંડા પણું અક્ષરને ખૂંચતું …એણે મોડર્ન પરિવેશમાં પત્નીની ઝંખના હતી ..લડતી ઝગડતી ,સ્ટાઈલીશ ,બોલ્ડ અને બોલકી ….લગ્ન પછી આ ઉચાટ તેના વર્તનમાં દેખાતો ..શિવાની ચુપ જ રહેતી ..એવી જ સારા તેના અક્ષરની જીવનમાં આવી ત્યારે ક્ષણિક પ્રલોભન ટાળી ના શક્યો …શિવાનીની છઠ્ઠી ઇન્દ્રિય તેને બધું સમજાવી ગયી …તેણે શાંતિથી છુટા પડી જવા અક્ષરને કહી દીધું ….તેણે એ પણ કહ્યું કે તેને કોઈ વળતરની જરૂર નથી ..કેમ કે કોઈ પ્રેમનું વળતર પૈસા ના હોય …એના પ્રાથમિક શાળાના બાળકો તેનું જીવન બની જશે ….
કેસ ફાઈલ થઇ ગયો …આજે ચુકાદો હતો ..આજે પણ શિવાની નિ:સ્પૃહ હતી ..તદ્દન નિર્લેપ …જાણે એને ખબર હતી કે અંત આ જ હશે …અક્ષર હવે સદેહે નહીં પણ એની યાદો માં હવે હમેશ સાથે રહેશે …કેમકે યાદોને ભુલાવી ના શકાય ….
અને અક્ષર ……………………
અક્ષર વિચારતો હતો : ખાલી એક કાગળ પર સહી કરવાથી શું એક આખેઆખો મનુષ્ય આપણી જિંદગીમાંથી બહાર નીકળી શકે ખરો ????શું એના નામ સાથે એનું આખા ઘરમાં ઓગળી ગયેલું એનું અસ્તિત્વ ભૂંસી શકાશે ખરું ???ઘરના દરેક ખૂણામાં એની હયાતી પડઘાયા કરે તેનું શું ?? એ અવાજો લુછી શકાશે ???એનો નિસ્વાર્થ પ્રેમ શું હું દિલ માં થી બહાર કાઢી શકીશ ?????? સારા ક્યારેય શિવાની નહીં બની શકે …..કદાચ મારા ઘરમાં આવ્યા પછી શિવાની ની યાદો વધારે તીવ્ર બનશે ……હું શું કરું ??? મારું મન કોને ઝંખે છે ???
અનાયાસે એની આંખ મીંચાઈ ગયી ….અને ફરી વાર એની આંખો સામે શિવાની હતી …..
સડક ક્રોસ કરીને શિવાની નો હાથ ઝાલી તેને પકડી પોતાની કર તરફ ચાલવા માંડ્યો …..શિવાનીના ચેહરા પર સ્મિત હતું ….તેણે કારમાં સીટ બેલ્ટ બાંધતા અક્ષરને કહ્યું : મને ખબર જ હતી …પણ આ કરવું પણ જરૂરી હતું …..

Advertisements

2 thoughts on “આ કરવું પણ જરૂરી હતું …..

  1. ખુબ જ સંવેદનાત્મક. ક્યારેક આપણને લાગે કે આપણી સાથે ખુબ ખરાબ થઇ રહ્યું છે પણ અંતે તો તે આપણા સારા માટે જ થતું હોય છે. કહેવાય છે ને કે જેનો અંત સારો એનું બધું જ સારું…. 🙂

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s