વિજયનું પર્વ


વિજયાદશમી …..બુરાઈ પર અચ્છાઈના વિજયનું પર્વ …રાવણદહનનો દિવસ …રામના વિજયનો દિવસ …સીતાની કેદ મુક્તિનો દિવસ …
નવરાત્રીમાં માં દુર્ગા દ્વારા અસુરોના હનન પછી આ વિજય પર્વ …..
કહે છે રાવણને દસ માથા હતા …આ એક પ્રતિક છે …રાવણના જ્ઞાનનું …રાવણ પાસે એક સામાન્ય વ્યક્તિ કરતા દસ ગણું જ્ઞાન વધારે હતું ..તેની બુદ્ધિ ખરેખર ખુબ સતેજ હતી .તે ચુસ્ત કર્મકાંડી બ્રાહ્મણ હતો …તે પ્રખર શિવ ભક્ત પણ હતો …તેની ભક્તિથી પ્રસન્ન થઇ શિવજીનું વરદાન પામવાને પાત્ર બન્યો હતો …
પણ કહે છે કે એક ગુણ કે એક અવગુણ માણસને સારો કે ખરાબ બનાવે છે …તો અત્યંત અહંકારને કારણે રાવણનું પતન થયું …અહંકાર જયારે માણસની બુદ્ધિ પર વિજય મેળવે ત્યારે એ સૌના વિનાશનું નિમિત્ત બને છે એનું આ ઉદાહરણ કહી શકાય ને !!! એની પાછળ ચાલ્યા આવતા બધા અવગુણોની ફોજ પછી એમાં પોતાનું સ્થાયી સ્થાન બનાવી દે છે …
પણ રાવણ એક પૂર્વ જન્મના શ્રાપથી પીડિત હતો ..અને નારાયણને હાથે એના મોક્ષ માટે એણે સીતાજીના હરણનું નિમિત્ત ઉભું કરેલું …તેના નાભિસ્થળ પર જયારે તીર વાગે છે ત્યારે તે જમીન પર પડી જાય છે …એ વખતે શ્રીરામ એમના લઘુબંધુ લક્ષ્મણને કહે છે કે રાવણ એક સારો રાજ્યકર્તા પણ હતો ..તેની પાસે આ આખરી ક્ષણો માં જ્ઞાન માંગ …લક્ષ્મણ તેમના માથા પાસે બેસે છે …ત્યારે રાવણ કશું કહેતો નથી પણ શ્રીરામ તેને કહે છે ..લક્ષ્મણ જ્ઞાનપ્રાપ્તિ માટે તારે એમના ચરણો પાસે બેસવું જોઈએ …અને ત્યાં બેઠા પછી રાવણ લક્ષ્મણને જ્ઞાન આપે છે …..આ નાનકડી વાત કેટલો મોટો બોધ આપે છે …કોઈ વ્યક્તિ સંપૂર્ણ ખરાબ નથી હોતો …આપણે એના સદગુણો જરૂર ગ્રહણ કરવા જોઈએ ….
આપણી અંદર છુપાઈને બેઠેલી સર્વ બુરાઈ તો નહીં પણ કોઈ એક બુરાઈ આપણે દૂર કરવાની કોશિશ તો કરી શકીએ ને !!!!એક અવગુણ દૂર થશે તો બીજાને જતા વાર નથી લાગતી..એના માટે જરૂરી છે ખુબ ઊંડું આત્મચિંતન …બીજા તરફ અંગુલીનિર્દેશ કરતા પહેલા પોતાનું આત્મમંથન …
વિજયાદશમી સૌને મુબારક હો ગરમા ગરમ ફાફડા અને જલેબી સાથે …..

Advertisements

3 thoughts on “વિજયનું પર્વ

 1. વિજયાદશમી આપને પણ મુબારક.

  સવારના પહોરમાં શ્રીમતીજીએ ફાફડા જલેબીની લાઈનમાં ઉભો રહેવા મોકલી દીધેલો. દિર્ઘ કાળ સુધી લાઈનમાં ઉભા રહ્યાં પછી વિચાર આવ્યો કે આટલો વખત લાઈનમાં ઉભા રહેવા કરતા તો આડે દિવસે ફાફડા જલેબી ખાવા સારા – પણ પછી થયું કે જો ખાલી હાથે ઘરે જઈશ તો આ લાઈનમાં ઉભા રહી રહીને ખાલી ચઢી ગઈ તેનું શું?

  તેથી મન મક્કમ કરીને ફાફડા જલેબી લઈને જ ઘરે ગયો.

  Like

  1. darek vastuni banavat sathe tyanu pani pan agatynu bhag bhajave chhe…surat jevu undhiyu e j rite bija koi shaher ma e j vyakti banavi shaktu nathi ..maro anubhav chhe….bhumi ni khushbu bahu agatyni chhe ne !!!! preetiji …….
   ane atulbhai bija divase taza male ke na male dashera e to fafda jalebi taja male etle j e divase khai leva sara ……..me pan savare j yaad karvai didhelu ke aaje laine aavjo …

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s